Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

રાજકોટમાં કોરોનાના ૨૭૮ દર્દીઓ સારવારમાં

ગઇકાલે ૩૫ કેસ નોંધાયા અને ૨૬ દર્દીઓ સાજા થયાઃ કુલ કેસનો આંક ૬૫,૨૧૫એ પહોંચ્‍યો

રાજકોટ તા.૧૮: સમગ્ર દેશમાં અઢી વર્ષથી હાહાકાર મચાવનાર કોરોનાએ તહેવાર ટાણે ફરી માથુ ઉચકયુ છે ત્‍યારે ગઇકાલે શહેરમાં ૩૫ કેસ નોંધાયા અને ૨૬ દર્દીઓ સાજા થયા છે. હાલ ૨૭૮ દર્દીઓ સારવારમાં છે.

આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્‍યા સુધીમાં એકપણ કેસ નોંધાયો નથી. શહેરમાં અત્‍યાર સુધીમાં કુલ ૬૫,૨૧૫ પોઝિટિવ કેસ નોંધાઇ ચૂક્‍યા છે. જ્‍યારે આજ દિન સુધીમાં કુલ ૬૪,૪૩૫ દર્દીઓએ કોરોનાને હરાવ્‍યો છે. ગઇકાલે કુલ ૧૦૭૨ સેમ્‍પલ લેવાયા હતા. જેમાં ૩૫ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૩.૨૬ ટકા થયો હતો. આજ દિન સુધીમાં ૧૯,૧૪,૯૯૬ લોકોના ટેસ્‍ટ કરવામાં આવ્‍યા છે. જેમાંથી ૬૫,૨૧૫ સંક્રમિત થતા પોઝિટિવ રેટ ૩.૪૧ ટકા થયો છે. રિકવરી રેટ ૯૮.૮૦ ટકાએ પહોંચ્‍યો છે.

(3:27 pm IST)