Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

પરમાર સાયકલની ૭૫ વર્ષની સફળયાત્રા :વજુભાઇ-ગોવિંદભાઇએ લીધી મુલાકાત

રાજકોટઃ સવજીભાઇ કરશનભાઇ પરમાર દ્વારા રજપુત પરા મેઇન રોડ ઉપર નાની એવી સાયકલની દુકાન શરૂ કરી હતી. અને પરમાર પરિવારે ૅઅથાગ મહેનત કરી મજબુત પાયો નાખેલ આ સફરના ૭૫ વર્ષ થઇ ચૂકયા છે . આ સફળ યાત્રા અંતર્ગત આયોજીત સમારોહમાં ભુતપુર્વ કર્ણાટકના ગર્વનર વજુભાઇ વાળા, ધારાસભ્‍ય ગોવિંદભાઇ પટેલ તથા મોહનભાઇ છગનભાઇ પરમાર, નટુભાઇ ચાવડા, (અપના બજાર ચેરમેન), માવજીભાઇ ડોડીયા,ભુતપુર્વ ડેપ્‍યુટી મેયર ડો. દર્શીતાબેન  શાહે મુલાકાત લઇ સંચાલકો પ્રવિણભાઇ સવજીભાઇ પરમાર તથા કમલેશ સવજીભાઇ પરમારને અભિનંદન પાઠવ્‍યા હતા.

શ્રી વજુભાઇએ તેમની હળવી સહેલીમાં  જણાવેલકે નિતિ પ્રમાણે બીજનેસ કરવો અને હોલસેલ રીત અપનાવી તમારી તાકાત તમારૂ ગ્રૃપ અને તમારો વ્‍યવહાર સારો રાખવો. તથા માવજીભાઇ ડોડીયાએ સફળતાના શીખેરો સર કરે તેવી શુભેચ્‍છા પાઠવી હતી. પ્રવિણભાઇ પરમાર મો. ૯૯૨૪૫૭૭૮૧૩ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.

(3:22 pm IST)