Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

વિરાણીના મેદાનમાં રજવાડી જન્માષ્ટમી મેલાઃ ૪ સપ્ટેમ્બર સુધી અવનવી રાઇડ્સની મજા માણો

રજવાડી ફેમિલી કલબ દ્વારા

રાજકોટઃ રજવાડી ફેમિલી કલબ દ્વારા વિરાણી હાઇસ્કુલ ગ્રાઉન્ડ ખાતે જન્માષ્ટમી મેળાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં મનોરંજન માટે અનેક નાની–મોટી રાઇડસ મૂકવામાં આવેલી છે અને ખરીદી માટેના અનેક સ્ટોલ્સ પણ ઊભા કરવામાં આવ્યા છે.

રજવાડી ફેમિલી કલબ દ્વારા વેકેશન મેળો, નવરાત્રીના દાંડિયા, ન્યુ યર પાર્ટી, મ્યુઝિકલ નાઇટ્સ જેવી ઇવેન્ટસ યોજતી હોવાનું યાદીમાં જણાવાયુ છે.

મનીષભાઇ પ્રજાપતિને અગાઉ પણ જન્માષ્ટમી મેળામાં રાજકોટના લોકોને ટાઇટેનિક જહાજની થીમ ઉપર મેળાનુ ંઆયોજન કરવામાં આવ્યુ હતુ આ મેળો ૧૩ ઓગષ્ટથી ૪ સપ્ટેમ્બર સુધી કરવામાં આવેલું છે. જેમાં મીડીયા પાર્ટનર તરીકે ક્રિએટ ઇન્ડિયા એડ.નાં પ્રશાંત જોશી અને મૌલિક જોશી તેમજ સમગ્ર ટીમ આયોજનને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહી છે.(

(1:06 pm IST)