Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

વૈજ્ઞાનિક ડો. મુકેશ શુકલની આયુર્વેદિક દવાઓ ક્ષેત્રે અદ્‌ભૂત શોધ

બે દવાઓ ૭ થી ૮ વર્ષના સઘન સંશોધન બાદ તાજેતરમાંજ બહાર પાડવામાં આવી છે. આંતરડા માટેની અદભૂત દવા ‘ગટમેટ' (GUTMATE) અને શકિત-સ્‍ફૂર્તિ માટે ‘કમાન્‍ડો' (COMMANDO) : કમાન્‍ડો દવા સ્‍ફુર્તિ અને શક્‍તિમાં આશ્ચર્ય રીતે વધારો થાય છે : ટેસ્‍ટોસ્‍ટેરોન હોર્મોન વધારવામાં અચૂક લાભદાઇ : જે લોકોને અપચો, વાયુ, નબળી પાચન શક્‍તિ રહેતી હોય તેના માટે ગટમેટ અક્‍સીર ઇલાજ છે : યાદશક્‍તિ, હાઇ અથવા લો બ્‍લડપ્રેશર, એન્‍ઝાઇટી તથા ડિપ્રેશન માટેની જાદુઇ ઔષધી એટલે ‘ન્‍યુરાડીલ'

સૌરાષ્ટ્રના નાના શહેર સુરેન્‍દ્રનગરના વૈજ્ઞાનિક ડોક્‍ટર મુકેશ શુક્‍લ એ અનેક રોગો પર સંશોધન કરી ઘણી બધી આયુર્વેદિક દવાઓ શોધી છે જેના ખુબજ સારા પરિણામો પણ મળ્‍યા છે. ભૂતકાળમાં ‘અકિલા'માં આ વિશે વિસ્‍તૃત લેખ પ્રકાશીત થયો છે. ડો. શુક્‍લની દવાઓ ક્‍લિનીકલી સિધ્‍ધ છે. તેમણે શોધેલી દવાઓમાં લિવર ના રોગો-કમળો, હ્રદયરોગ-એન્‍ટીઓક્‍સીડન્‍ટ, એન્‍ટી મેલેરિયા, એન્‍ટી એચ.આઇ.વી. ને કોરોનામાં એન્‍ટીવાયરલ અને ઇમ્‍યુનીટી વધારનાર દવાઓ માટે યુનાઇટેડ સ્‍ટેટ્‍સ દ્વારા અને ભારતમાંથી ખાસ પેટન્‍ટ પણ મેળવી છે. એ ઉપરાંત અન્‍ય ઘણા રોગોની દવાઓની ક્‍લિનીકલી ટ્રાયલ પણ લેવાઇ ગઇ છે અને તેને માન્‍યતા મળી છે. તેમાંની બે દવાઓ ૭ થી ૮ વર્ષના સઘન સંશોધન બાદ તાજેતરમાંજ બહાર પાડવામાં આવી છે તે છે આંતરડા માટેની અદભૂત દવા ‘ગટમેટ' (GUTMATE) અને સેક્‍સ્‍યુઅલ ડેબીલીટી એટલેકે જાતીય નબળાઇ માટે ‘કમાન્‍ડો' (COMMANDO) . વધુમાં તેમની ખુબજ જાણીતી અને યાદશક્‍તિ અને એન્‍ઝાઇટી માટેની અત્‍યંત સફળ દવા ‘ન્‍યુરાડીલ' (NEURADEAL)  વિશે અકિલાના મહેનાન બનેલા વૈજ્ઞાનિક ડો. મુકેશ શુક્‍લએ વિગતવાર માહિતી આપી હતી.

આંતરડાની દવા ગટમેટ વિશે ડો.શુક્‍લએ જણાવ્‍યું કે, આ દવાના સંશોધનમાં આપણે ડાયાબીટિસના મુળભૂત ત્રણ કારણો પર ફોકશ કરેલું. ડાયાબિટીસ થવાના જે ત્રણ કારણો છે તે છે, આઇલેટ સેલ્‍સ. લીવરના આઇલેટ સેલ્‍સ, આંતરડાના આઇલેટ સેલ્‍સ જયારે નિષ્‍ક્રિય બને ત્‍યારે પેન્‍ક્રિયાસને એક્‍ટીવેટ કરીને જે ઇન્‍સ્‍યુલિન જનરેટ થવું જોઇએ તે થાય નહીં. બીજું જયારે આપણે ખોરાક લઇએ કે દવા લઇએ તે હોજરીમાં જાય અને લીવરના જે જ્ઞાનતંતુઓ છે તે તેને શોષે તોજ પાચન થાય. આ ગટમેટ દવામાં એવા તત્‍વો છે જે લીવરના શોષણમાં વધારો કરે છે. પરિણામે લીવર વધુ કાર્યરત થાય છે. ત્રીજો મુદ્દો એ છે કે આંતરડાના જે માઇક્રોબિયલ કાઉન્‍ટ્‍સ છે - તત્‍વો છે જે ખોરાક આંરડામા જાય પછી એમાં સડો ઉભો કરવામાં કારણભૂત બને. જયારે ગટમેટમાં રહેલા ગટ માઇક્રોબી તેને આંતરડામાંથી જ સાફ કરી નાંખે છે. આ ત્રણ મુખ્‍ય મુદ્દાઓથી લોકોને ગેસની તકલીફ થાય છે આનાથી કબજીયાત જ દૂર થઇ જાય છે. આ ગટમેટ દવા સંપૂર્ણ પણે વૈજ્ઞાનિક ઢબે કામ કરે છે. ડો. શુક્‍લ કહે છે, આ દવાથી ડાયાબીટીસ મટતું નથી પણ લાંબો સમય લેવાથી ધારી અસર વર્તાઇ શકે છે. તેને કંટ્રોલ કરવામાં ઉપયોગી થઇ શકે છે. જે લોકોને અપચો, વાયુ, નબળી પાચન શક્‍તિ રહેતી હોય તેના માટે ગટમેટ અક્‍સીર ઇલાજ છે. સામાન્‍ય રીતે જે લોકોને આંતરડાને લગતી ફરિયાદ વધુ પડતી હોય તે લોકો સવારે અને સાંજે જમ્‍યા પછી બે ટેબલેટ લઇ શકે છે. પણ નોર્મલ તકલીફ વાળી વ્‍યક્‍તિ સવારે એક રાત્રે સૂતી વખતે બે ગોળી લઇ શકે છે. દરેક વ્‍યક્‍તિની જરૂરિયાત મુજબ આ ગટમેટ દવા લઇ શકાય છે. નોંધનીય બાબત એ છે કે, આ દવાની આદત નથી પડતી.

 આવીજ બીજી અદભૂત દવા ડો. મુકેશ શુક્‍લએ શોધી છે ‘કમાન્‍ડો'. આ દવા મૂળભૂત રીતે શારિરીક નબળાઇ માટે છે. ડો. શુક્‍લનું કહેવું છે કે, આખા વિશ્વમાં સેક્‍સ માટેની દવાના નામે લોકોને મુરખ બનાવાય છે. જયાં સુધી દવાની પેથોફિઝીયોલોજીનો અભ્‍યાસ ન કરો ત્‍યાં સુધી તમે કોઇ પણ સેક્‍સ્‍યુઅલ દવા બનાવી ન શકો. જોકે આપણે એ દવા બનાવી જ નથી. કમાન્‍ડો દવા સ્‍ફુર્તિ અને શક્‍તિમાં આર્ય રીતે વધારો થાય છે. જેમકે માણસમાં રહેલું ટેસ્‍ટોસ્‍ટેરોન હોર્મોન એક્‍ટીવેટ થાય તોજ ઉત્તેજક બની શકે. આ કમાન્‍ડો ટેસ્‍ટોસ્‍ટેરોન હોર્મોનને વધારે છે. વધુમાં આમાં કુદરતી ફોર્મમાં મળતું સત્‍વ સેલિનીયમ પણ છે. શિલાજીતની અંદરથી મળતા સેલિનીયમનો આમાં ઉપયોગ કરાયો છે જેથી સ્‍ફુર્તી અને શક્‍તિમાં પણ આશ્વર્યજનક વધારો થઇ શકે છે. આ દવાનો છેલ્લા ૪ વર્ષથી ટેસ્‍ટોસ્‍ટેરોન હોર્મોનના ઇન્‍જેક્‍શન લેનાર ૪૮ વર્ષની વ્‍યક્‍તિ પર પ્રયોગ કરતા તેના ઇન્‍જેક્‍શન લગભગ બંધ થઇ ગયા અને ખુબજ સફળ રહ્યો. આ દવાની કોઇપણ પ્રકારની આડઅસર નથી છતાં કેન્‍સર, હાઇબ્‍લડપ્રેશર તથા એચઆઇવી એઇડ્‍સ હોય તેમને આ દવાની ભલામણ ન કરી શકાય.

આ બંને અદભૂત દવા ગટમેટ અને કમાન્‍ડોની શોધ અને સંશોધન પાછળ ૭ થી ૮ વર્ષ જેટલો સમય લાગ્‍યો છે. ડો. શુક્‍લ કહે છે, આ બંને દવા હમણાંજ આવી છે. આ દવાના પ્રયોગોમાં ૯૮ ટકા સફળતા પ્રાપ્ત થઇ છે. હાઇટસ હર્નિયામાં પણ ગટમેટ રાહત આપે છે. ૧૨ વર્ષથી ઉપરના બાળકોને ગરમેટની ૧ કેપસ્‍યુઅલ આપી શકાય છે. એટલુંજ નહીં રાગે આવી જાય એટલે બંધ પણ કરી શકાય છે. જયારે કમાન્‍ડો વયસ્‍કો માટે સ્‍ફુર્તિ અને ઉત્‍સાહ વધારવામાં કાર્યદક્ષ છે. ટેસ્‍ટોસ્‍ટેરોન હોર્મોન વધારવામાં અચૂક લાભદાઇ નિવડી શકે છે. કિડની, હાર્ટ, કેન્‍સર, એચઆઇવી કે બ્‍લડપ્રેશરવાળા લોકો માટે આ દવા બાધ્‍ય છે. આ બંને દવાઓનું ઉત્‍પાદન થઇ રહ્યું છે અને લગભગ એક મહિનામાં લોકોને મળતી થઇ જશે.

ગંભીર રોગો વિશે સંશોધન કરી તેની આયુર્વેદિક દવાઓ જાતે શોધી તેની પેટન્‍ટ મેળવનાર જાણકાર-વિદ્વાન ભારતમાં કોઈ હશે તે વાત ભાગ્‍યે જ માન્‍યામાં આવે, પણ હકીકત એ છે કે એવું વિરલ વ્‍યક્‍તિત્‍વ ભારતમાં જ છે અને તેઓ છે એમ.ડી. પી.એચ.ડી. (અલ્‍ટરનેટીવ મેડિસીન્‍સ) રીસર્ચ વૈજ્ઞાનિક ગુજરાતના સુરેન્‍દ્રનગરમાં રહેતા શ્રી ડો. મુકેશ એચ. શુક્‍લ. તેમણે ૩૦ વર્ષની જહેમત બાદ છોડ આધારિત અર્કમાંથી અથવા જૈવ-સક્રિય રચનાઓમાંથી એચઆઇવી એઇડ્‍સ, લીવર ડિસફંક્‍શન કમળો, ઇસ્‍કેમિક હાર્ટ ડિસીઝ-એન્‍ટી ઓક્‍સિડેન્‍ટ હાઇ કોલેસ્‍ટ્રોલથી પીડાતા દર્દીઓ માટેની દવાઓ સંશોધન કરી વિકસાવી છે. ડો. મુકેશ શુક્‍લ સાહેબે સુરેન્‍દ્રનગર જેવા નાનકડા ગામમાં રહીને દવાઓના સંશોધન દ્વારા દેશના સંસ્‍કાર સમૃધ્‍ધિને આંતરરાષ્ટ્રીય પ્રસિધ્‍ધિ પ્રતિતિ કરાવી તે દેશની પ્રજા માટે અત્‍યંત ગૌરવશાળી ઘટના છે. આ સંશોધન ખર્ચ પાછળ કરોડો રૂપિયા ખર્ચો ભોગવી તેમણે માનવજાત માટે અત્‍યંત મૂલ્‍યવાન સંશોધનો કર્યા છે.

આવીજ એક દવા છે ‘ન્‍યુરાડીલ' જેને ૩૦ વર્ષ થયા છે. યાદશક્‍તિ, હાઇ અથવા લો બ્‍લડપ્રેશર, એન્‍ઝાઇટી તથા ડિપ્રેશન જેવા અતી કપરાં લક્ષણોમાં આ દવા ખુબજ અસરકારક સાબીત થઇ ચૂકી છે. આનાથી અનિન્‍દ્રાનો રોગ પણ દુર થાય છે અને રાત્રે ખુબ સારી ઉંઘ પણ આવે છે. ન્‍યુરાડીલને ગુજરાત એફ.ડી.એ નું લાયસન્‍સ પણ મળેલું છે. આ દવાના પ્રયોગના એક કિસ્‍સામાં એક વિધવા બહેનનો એકનો એક દિકરો અકસ્‍માતે મૃત્‍યુ પામ્‍યો તેઓ શૂન્‍યમનસ્‍ક થઇ ગયેલા. કંઇજ જમે નહીં ગમે નહીં કે કોઇ કામ કરી ન શકે. જયારે કોઇએ તેમને ન્‍યુરાડીલ દવા આપી એ પછી થોડાજ સમયમાં તેઓ સ્‍વસ્‍થ થયા અને હવે તેઓ પોતાનું કામ કરી જાણે છે અને યોગ્‍ય ખોરાક પણ લે છે. એવીજ રીતે આપઘાત કરવાનો પ્રયત્‍ન કરનાર પર પણ આ દવાએ જાણે જાદુઇ અસર કરી છે. એવો કિસ્‍સો પણ સામે આવેલો છે. ડો. મુકેશ શુક્‍લએ સુરેન્‍દ્રનગર જેવા નાનકડા ગામમાં રહીને દવાઓના સંશોધન દ્વારા દેશના સંસ્‍કાર સમૃધ્‍ધિને આંતરરાષ્ટ્રીય પ્રસિધ્‍ધિ પ્રતિતિ કરાવી તે દેશની પ્રજા માટે અત્‍યંત ગૌરવશાળી ઘટના છે.

 

ઓગસ્‍ટ ૨૫ ના ડો. શુક્‍લ કેનેડામાં આંતરરાષ્ટ્રીય પરીષદમાં ટી.બી પર વક્‍તવ્‍ય આપશે

અત્‍યાર સુધીમાં ૪૬ વખત અમેરિકાનો પ્રવાસ ખેડનાર ફરી એક વખત આ મહિને એટલેકે ઓગસ્‍ટ ૨૦૨૨ ની ૨૫ તારીખે કેનેડામાં ટી.બી. પર વકતવ્‍ય આપવાના છે. અત્‍યારે ટી.બી. પર દવાનું સંશોધન છેલ્લા તબક્કામાં છે જે ટી.બી. ને સંપૂર્ણ નાબુદ કરવામાં સહાયરૂપ બનશે. અને આ દવાના સંશોધનના કદર રૂપે ત્રીજી આંતરરાષ્ટ્રીય પરિષદ જે ટોરેન્‍ટો, કેનેડામાં આયોજીત છે ત્‍યાં વકતવ્‍ય આપશે. જે માટે ડો.શુક્‍લને અમેરિકન સરકારની નેશનલ ઇન્‍સ્‍ટીટ્‍યુટ ઓફ હેલ્‍થ દ્વારા સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપેલ છે. આ સંશોધનને ૧૫ થી ૧૭ વર્ષ થયા છે જેનું કાયદેશર વિવેચન કરી ટુંક સમયમાં બહાર પાડવામાં આવશે.

 

એચઆઇવી એઇડ્‍સ વિશે નવેમ્‍બરમાં પેરીસ ખાતે આયોજીત કોન્‍ફરન્‍સમાં સમગ્ર ભારતમાંથી એકમાત્ર સ્‍પીકર તરીકે ડો. શુક્‍લને આમંત્રણ

રીસર્ચ વૈજ્ઞાનિક ડો.મુકેશ શુક્‍લએ અલગ અલગ રોગોની દવાના સંશોધન વિશે સાત આંતરરાષ્ટ્રીય પબ્‍લિકેશન પ્રસિધ્‍ધ થઇ ચૂક્‍યા છે. હવે આગામી તા.૧૪ અને ૧૫ નવેમ્‍બર પેરીસ ખાતે અયોજીત એચઆઇવી એઇડ્‍સ વિશેની કોન્‍ફરન્‍સમાં આખા ભારતમાંથી એકમાત્ર ડો. મુકેશ શુક્‍લ સાહેબને આમંત્રણ અપાયું છે. તેઓ ત્‍યાં વકતવ્‍ય આપશે.

આજે એચઆઇવી એઇડ્‍સને વિશ્વઆરોગ્‍ય સંસ્‍થાએ પ્રાધાન્‍ય આપ્‍યું છે ત્‍યારે છેલ્લા ૩૫ વર્ષથી એચઆઇવી એઇડ્‍સની દવાના સંશોધનમાં કાર્યરત રહી તથા અમેરિકાના નેશનલ ઇન્‍સ્‍ટીટ્‍યુટ ઓફ હેલ્‍થના સહકારથી દવાનું સંશોધન સફળતા પૂર્વક બહાર પાડ્‍યું છે.

તેમની આ નિપૂણતા અને કાર્યદક્ષતાને ધ્‍યાને લઇ આગામી નવેમ્‍બર ૨૦૨૨ માં પેરીસ ખાતે યોજાનાર બીજી આંતરરાષ્ટ્રીય પરીષદમાં સમગ્ર ભારત માંથી વક્‍તા તરીકેનું માત્ર ડો. શુક્‍લજીને આમંત્રણ મળ્‍યું છે. જે આખા દેશ માટે અત્‍યંત ગૌરવની વાત છે. અહિં ડો.શુક્‍લનું ડોક્‍ટર સર્ટીફિકેટ ઓફ એવોર્ડથી સન્‍માન પણ થવાનું છે. આવા સફળ ભારતીય વૈજ્ઞાનિક ને ધન્‍યવાદ દેવા ઘટે.

 

ગેટમેટ અને કમાન્‍ડો દવાઓ ટુંક સમયમાં અહિં મળતી થશે...

યશ મેડીકલ સ્‍ટોર

મોટી ટાંકી ચોક, રાજકોટ

 

પ્રશાંત બક્ષી

મો. ૭૯૯૦૫ ૫૮૪૬૯

(12:26 pm IST)