Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

રાજકોટ સ્‍વામિનારાયણ મુખ્‍ય મંદિરે બિરાજતા ઘનશ્‍યામ મહારાજના નીલકંઠવર્ણી રૂપના દર્શન

(દર્શન મકવાણા દ્વારા) વિનુ જોશી દ્વારાા જામજોધપુર તા.૧૮ : શ્રી સ્‍વામિનારાયણ ભગવાન અનંત જીવોના કલ્‍યાણ માટે અગિયાર વર્ષે, ત્રણ માસ અને દિવસની કુમળી વય નિલકંઠ વર્ણી રૂપે ત્‍યાગ ઘરનો ત્‍યાગ કરી સાત વર્ષ એક માસ અને અગિયાર દિવસ કુલરપ૬૧ દિવસમાં  અગિયારથી વધારે  રજય અને સાતેક દેશોમાં ખુલા પગે વિતરણ કરી રરર વર્ષ પહેલા વિક્રમ સંવત ૧૮પ૬ શ્રાવણ વદ છઠ્ઠ તા.ર૧/૮/૧૭૯૯ ને ગુરૂવારના રોજ લોજ પધાર્યા હતા.

જે સ્‍વરૂપના આજ શ્રી સ્‍વામીનારાયણ મુખ્‍ય મંદિર ભુપન્‍દ્ર રોડ  બિરાજતા ઘનશયામ મહારાજના શ્રી નિલકઠવર્ણી રૂપેદર્શન યોજાયા હતા.પૂ. વયોવૃધ્‍ધ હરિચરણ સ્‍વામીની નિશ્રામાં અને મંદિરના કોઠારી શાષાી પૂ.રાધારમણસ્‍વામી (જામજોધપુર)ની આગેવાનીમાં આ અલૌકિક અને દિવ્‍ય દર્શનનું આયોજન કરવામાં આવ્‍યું હતું હરિભકતોએ આ દિવ્‍ય દર્શન કરી હરિભકતોએ ધન્‍યતા અનુભવી છે. તેમ મંદિરના કોઠારી શાષાી પૂ. રાધારમણની યાદીમાં જણાવ્‍યું છે.

(1:41 pm IST)