Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

હરેશભાઇ કંડોલીયાને હેમરેજની સારવાર માટે રૂ.૩ લાખની જરૂર

સાથી હાથ બઢાના

રાજકોટ તા. ૧૮ : ખાંટ રાજપૂત જ્ઞાતિના હરેશભાઇ પોપટભાઇ કંડોલીયા (ઉ.વ.૪૦) ને થોડા દિવસ પહેલા આંચકી ઉપડી જતા પહેલા રાજકોટમાં જ સીવીલ હોસ્‍પિટલમાં અને બાદમાં ખાનગી હોસ્‍પિટલમાં ખસેડવામાં આવેલ. હાલ મધુરમ હોસ્‍પિટલમાં સારવાર લઇ રહેલ હરેશભાઇને હેમરેજના ઓપરેશન અને આગળની સારવાર માટે રૂ. ૩ લાખની જરૂર છે. પરિવારમાં ત્રણ દિકરી અને પતિ-પત્‍નિ પોતે એમ પ સભ્‍યોનું ભરણ પોષણ કરતા હરેશભાઇ ખુદ માંદગીના બીછાને હોય  આટલો મોટો ખર્ચ ઉઠાવી શકવા તેમનો પરિવાર સક્ષમ નથી. સમાજના સુખી સંપન્ન લોકો અને દાતાઓએ આગળ આવવા તેઓએ અપીલ કરી છે. તેઓ આઇસીઆઇસીઆઇ બેંક મકકમ ચોક, ગોંડલ રોડ, શાખા રાજકોટ ખાતે કંડોલીયા હરેશભાઇ પોપટભાઇના નામથી બચત ખાતુ ધરાવે છે. તેમના ખાતા નં. ૦૭૨૮૦૧૦૦૨૧૭૨ છે. વધુ માહીતી માટે તેમના નિવાસ સ્‍થાન કોઠારીયા કોલોની, કવાર્ટર નં. ૬૧૧, ટુડે આઇસ્‍ક્રીમની પાછળ, જીઇબી કચેરી સામે, સોરઠીયાવાડી સર્કલ પાસે, રાજકોટ ખાતે રૂબરૂ અથવા મો. ૮૩૪૭૧ ૬૪૨૪૧ ઉપર સંપર્ક કરી શકાય છે.

(11:50 am IST)