Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

રાજકોટ જિલ્લા સહકારી બેંકને દશાબ્‍દિની શ્રેષ્‍ઠ કામગીરી માટે નાફેસ્‍કોબનો એવોર્ડ

રાજકોટ તા. ૧૭: ડિસ્‍ટ્રિકટ કો-ઓપરેટીવ બેંક લી.ના જનરલ મેનેજર વી. એમ. સખીયાના ધારાસભ્‍યશ્રી અને આ બેંકના ચેરમેન શ્રી જયેશ રાદડિયા, વાઇસ ચેરમેનશ્રી મગનભાઇ વાડવીયા, મેનેજીંગ ડિરેકટર શ્રી ઘનશ્‍યામભાઇ ખાટરીયા તથા બોર્ડ ઓફ ડિરેકટર્સના કુશળ વહીવટથી શ્રી રાજકોટ ડિસ્‍ટ્રિકટ કો-ઓપ. બેંક રાષ્‍ટ્રીય સ્‍તરે ઉભરી આવેલ છે.
સમગ્ર દેશની સહકારી બેંકોના સંગઠન નાફેસ્‍કોબ-નવી મુંબઇ તરફથી સમગર દેશની સહકારી બેંકોમાં છેલ્લા વર્ષ દરમ્‍યાનની થાપણો, ધિરાણ, નફાકારતા, એન.પી.એ. તથા તમામ નાણાંકીય સ્‍થિતિનું એનાલીસીસ કરી શ્રી રાજકોટ ડિસ્‍ટ્રિકટ કો-ઓપરેટીવ બેંક લી.ની છેલ્લા દસ વર્ષની દરેક ક્ષેત્રે શ્રેષ્‍ઠ કામગીરી બદલ ‘‘એવોર્ડ ફોર બેસ્‍ટ પરફોર્મન્‍સ ડયુરીંગ લાસ્‍ટ વન ડેકેટ'' માટે પસંદગી કરી ન્‍યુ દિલ્‍હી ખાતે યોજાયેલ નેશનલ કોન્‍ફરન્‍સ ઓફ રૂરલ કો-ઓપરેટીવ બેંકમાં દેશના ગૃહ તથા સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહના હસ્‍તે બેંકના ચેરમેન શ્રી જયેશ રાદડિયા તથા બેંકના વાઇસ ચેરમેન શ્રી મગનભાઇ વાડવીયાને આ એવોર્ડ એનાયત કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં દેશની ટોચની સહકારી સંસ્‍થાઓના હોદેદારો ઉપસ્‍થિત રહેલ.
આ બેંકને મળેલ એવોર્ડ બદલ બેંકના ચેરમેન શ્રી જયેશ રાદડિયા, વાઇસ ચેરમેન માન. શ્રી મગનભાઇ વાડવીયા, મેનેજીંગ ડિરેકટર શ્રી ઘનશ્‍યામભાઇ ખાટરીયા તથા બોર્ડ ઓફ ડિરેકટર્સને રાજકોટ અને મોરબી જીલ્લાના સમગ્ર સહકારી પરિવાર તરફથી ખુબ શુભેચ્‍છાઓ આપવામાં આવેલ.

 

(4:56 pm IST)