Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

મુખ્‍યમંત્રીના હસ્‍તે રામવનના દ્વાર ઉઘડયા

મુખ્‍ય પ્રવેશદ્વાર ધનુષ આકાર : ભગવાન રામની વિશાળ પ્રતિમા ઉપરાંત રામવનવાસ પ્રસંગોના વિવિધ ૨૨ સ્‍કલ્‍પચરો બનાવાયા : નવી ૨૩ ઇલેકટ્રીક બસ અને ચાર્જીંગ સ્‍ટેશનનું ઉદ્‌ઘાટન કરતા ભૂપેન્‍દ્રભાઇ પટેલ : જન્‍માષ્‍ટમી પર્વે શહેરીજનોને અણમોલ ગીફટ

રામવન ભગવાનના વિવિધ જીવંત ૨૨ સ્‍કલ્‍પચરો આકર્ષણનું કેન્‍દ્ર : રામવનમાં રામવનવાસની ક્ષણોની અનુભૂતિ મુલાકાતીઓને થાય તે માટે આ વનમાં વિવિધ આકર્ષક જગ્‍યાઓ પર મુખ્‍ય દરવાજો ધનુષ્‍ય બાણ સાથેનો, ભગવાન રામ, ભગવાન રામ - સીતાજી અને લક્ષ્મણજી, જટાયુ આકારનો દ્વાર, ભગવાન રામ અને કેવટ, રામ-સીતા વનવાસ, રામ-લક્ષ્મણ-શબરી, ચાખડી, ભગવાન રામનો સુગ્રીવ અને જાંબુવાન સાથે મેળાપ, વાનરસેના સાથે રામસેતુ બનાવવાનું, હનુમાનજી સંજીવની પહાડ સાથે, રામ રાજ્‍યાભિષેક, રામ વનવાસનો પથ, પાથવે પાસે મ્‍યુરલ કામ, સોફા ટાઇપ બેન્‍ચ, બેન્‍ચ, રેલીંગ, ફોરેસ્‍ટ હટ - ગજેબો, નોર્મલ હટ, લાકડા જેવો પુલ, દીવાલો પર કલેડીંગ કામ, યોગ કરતા બાળકો સહિતના વિવિધ જીવંત ૨૨ સ્‍કલ્‍પચરો (મૂર્તિઓ) મુકવામાં આવી છે. (તસ્‍વીર : અશોક બગથરીયા)
રાજકોટ તા. ૧૭ : મનપા દ્વારા આજી ડેમની બાજુમાં નિર્માણ કરેલા ભવ્‍ય અને દિવ્‍ય રામવન અર્બન ફોરેસ્‍ટનું મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલે ખુલ્લુ મુકી જન્‍માષ્‍ટમી પર્વે શહેરીજનોને અણમોલ ભેટ આપી છે. હાલ પવિત્ર શ્રાવણ માસ અને સાતમ-આઠમના તહેવાર ચાલી રહ્યા છે જેથી તા. ૨૮ ઓગષ્‍ટ સુધી એટલે કે પુરો શ્રાવણ માસ રામવનમાં શહેરીજનોને વિનામૂલ્‍યે પ્રવેશ આપવામાં આવશે. રામવન સાથોસાથ નવી ૨૩ ઇલેકટ્રીક બસ તથા ચાર્જીંગ સ્‍ટેશનનું ઉદ્‌ઘાટન મુખ્‍યમંત્રી દ્વારા કરવામાં આવ્‍યું છે.
હાલમા આ રામવનમાં હજારો વૃક્ષો કુદરતી રીતે ઉછરી રહ્યા છે અને ટૂંક સમયમાં જ આ જગ્‍યા એક વિશાળ વન (જંગલ)માં પરિવર્તીત થઈ જશે. આ સ્‍થળે ડેમના નિચાણવાસની નદી, ધોધ વગેરે કુદરતી રીતે જ આવેલા છે. જેથી આ સ્‍થળ વધુ રમણિય બનશે. હવે ‘રામવન'માં રામવનવાસની ક્ષણોની અનુભૂતિ મુલાકાતીઓને થાય તે માટે તે માટે આ વનમાં વિવિધ આકર્ષક જગ્‍યાઓ પર રામવનવાસની ઝૂપડીઓ, શબરીનો પ્રસંગ, કેવટનો પ્રસંગ, જટાયુનો પ્રસંગ વગેરે પ્રસંગોને અનુરૂપ શ્રીરામ ભગવાનના વિવિધ જીવંત સ્‍કલ્‍પચર (મૂર્તિઓ) મુકવામાં આવી છે.શહેરમાં કુદરતી વાતાવરણમાં વધારતો કરતુ અર્બન ફોરેસ્‍ટ શ્નરામ વન' નિર્માણ પામી રહેલ છે. જેની કામગીરી પૂર્ણતાનાં આરે છે. આજી ડેમ પાસે કુદરતી સોંદર્ય ધરાવતા સ્‍થળે ૪૭ એકર જમીનમાં તૈયાર થઇ રહેલ રામ વન શહેરની સુંદરતામાં વધારો કરશે. શહેરીજનોને હરવા ફરવા માટે એક નવું નજરાણું મળ્‍યું છે.
મહાનગરમાં ફરવાના સૌપ્રથમ ગણાતા સ્‍થળ આજી ડેમ બાજુમાં જ વિશાળ ૪૭ એકર જગ્‍યામાં અર્બન ફોરેસ્‍ટના નિર્માણનો પ્રોજેકટ પૂર્ણ થઇ ગયો છે . આ યોજનામાં રામવનની થીમ જોડવામાં આવતા ૭.૬૮ કરોડના ખર્ચે અર્બન ફોરેસ્‍ટ અને ૧.૬૧ કરોડના ખર્ચે થીમ આધારીત સ્‍કલ્‍પચર બનાવવામાં આવ્‍યા છે. શ્રીરામના વનવાસ સહિતના પૂરા જીવન ચરિત્ર પ્રસંગોને જીવંત કરતા સ્‍કલ્‍પચર લોકોને વન પ્રવાસ કરાવશે . ૩.૪ કિ.મી.ના રસ્‍તા, અઢી કિ.મી.ની કમ્‍પાઉન્‍ડ વોલ, બે તળાવ, પાથ - વે, કુદરતી પાણીના સ્ત્રોતોનું નવીનીકરણ, સોલાર લાઇટ, રામસેતુ, એક બ્રીજ, ૬ ગજેબો, પ્‍લે ગ્રાઉન્‍ડ, એમ્‍ફી થીયેટર, રાશીવન, આર્ટ બેંચીંઝ વગેરે આકર્ષણ ફોરેસ્‍ટમાં ઉભા કરવામાં આવ્‍યા છે.
જુદા જુદા ૨૩ સ્‍કલ્‍પચરનું કામ કરવામાં આવ્‍યું છે જેમાં ભવ્‍ય ગેટ, રામ, લક્ષ્મણ, સીતા, હનુમાનજીની પ્રતિમાઓ, જટાયુ દ્વાર, શબરી, જુદા જુદા મિલાપ પ્રસંગો, ચાખડી, રામરાજય અભિષેક, યોગ કરતા બાળકો વગેરે સ્‍કલ્‍પચર જીવંત કરાયા છે . મેયર ડો.પ્રદીપ ડવ આ પ્રોજેકટનું વડાપ્રધાન લોકાર્પણ કરે તેવા પ્રયાસો કરી રહ્યા છે.   આમ આ યોજના રાજકોટના જોવાલાયક સ્‍થળોમાં ટોચ પર સ્‍થાન પામે તેવું હાલ લાગી રહ્યું

 

(4:38 pm IST)