Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

નવાગામ દેવનગર ઢોરા પાસે થયેલ હત્‍યાના ગુનામાં પકડાયેલ આરોપીની જામીન અરજી રદ

રાજકોટ તા. ૧૮: ખૂન કેસના આરોપીની ચાર્જશીટ પછીની જામીન અરજી રદ કરવાનો સેસન્‍સ કોર્ટે હુકમ કર્યો છે.
ગત તા. ૩-ર-રરના રોજ નવાગામ આણંદપર દેવનગરના ઢોરે રહેતો આરોપી હિતેશ ઉર્ફે ગેડીયો વાલાભઇ ઝાપડાએ તેમના ઘરમાંજ મરણ જનાર હરસુખભાઇ ચકુભાઇ ફતેપરાને લોખંડનો પાઇપ મારી હત્‍યા નિપજાવી ભાગી ગયેલ તે ગુન્‍હામાં પોલીસે આરોપી હિતેશ ઉર્ફે ગેડીયો ઝાપડાની ધરપકડ કરી જેલ હવાલે કરેલ.
જેલમાંથી આરોપીએ જામીન ઉપર છુટવા જામીન અરજી કરતા સરકાર તરફે સરકારી વકીલ હાજર રહેલ અને જામીન અરજીનો વિરોધ કરતા રજુઆત કરેલ કે આરોપીએ સામાન્‍ય બાબતમાં હત્‍યા કરી નાખેલ છે. તેમજ આરોપીને લોખંડના પાઇપ સાથે ભાગતા સાહેદો જોયેલ છે. આરોપી સામે પૂરાવો ચાર્જશીટમાં આવેલ છે અને આવા ઝનૂની આરોપીને જામીન આપવા જોઇએ નહીં તેવી રજુઆત કરેલ તે રજુઆતને ધ્‍યાને લઇલ સેસન્‍સ જજ શ્રી યુ. ટી. દેશાઇ એ જામીન અરજી રદ કરેલ છે. આ કામમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઇ પીપળીયા રોકાયેલ હતા.

 

(4:20 pm IST)