Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

આંતરરાષ્‍ટ્રીય સૌંદર્ય સ્‍પર્ધામાં રાજકોટની મહિલા ડો.ફાલ્‍ગુની મજીઠીયાએ બે ખિતાબ અંકે કર્યા

રાજકોટઃ મલેશિયાના કવાલાલંપુર શહેરમાં  આયોજિત આંતર રાષ્‍ટ્રીય સૌંદર્ય સ્‍પર્ધામાં રાજકોટની મહિલા શ્રીમતિ ડો.ફાલ્‍ગુની મજીઠીયાએ  બે ખિતાબ અંકે કર્યા છે.જે મુજબ તેમણે ‘મિસિસ એશિયા પેસિફિક મિલેનિયમ યુનિવર્સ' તથા  ‘મિસિસ ચેરીટેબલ મિલેનિયમ યુનિવર્સ' ખિતાબ મેળવી રાજકોટનું નામ રોશન કર્યું છે.
આ સ્‍પર્ધામાં ઈરાન, નાઈજીરિયા, રશિયા,મલેશિયા, તાન્‍ઝાનિયા, યુક્રેન, ઉઝબેકિસ્‍તાન,પાકિસ્‍તાન, કેમરૂન, બોરનેઓ,બાંગલાદેશ, પેરૂ, એસ્‍ટોનીયા, વિયેતનામ, ફિલિપાઇન્‍સ, ઇન્‍ડોનેશિયા તથા ભારતની સૌંદર્ય સામ્રાજ્ઞિઓએ ભાગ લીધો હતો.જેમાં ભારતના ડો.મિસિસ ફાલ્‍ગુની મજીઠીયાએ આપણા દેશનું પ્રતિનિધિત્‍વ કરી બે ખિતાબ અંકે કરી આંતર રાષ્‍ટ્રીય સ્‍તરે ભારત તથા રાજકોટનું  ગૌરવ વધાર્યું છે.

 

(4:18 pm IST)