Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

ક્રિકેટ મેચમાં તોલમાપ ખાતાની ‘ફટકાબાજી': ખાણીપીણીના વધુ ભાવ વસુલનારને દંડ

 

રાજકોટ તા. ૧૮: ગઇકાલે રાજકોટ ખાતે ભારત-દક્ષિણ આફ્રિકા વચ્‍ચે યોજાયેલી ટી-ર૦ મેચ દરમ્‍યાન પ્રેક્ષકો ખાણીપીણીના સ્‍ટોલ પરથી ખરીદી કરતી વખતે છેતરપીંડીનો ભોગ ન બને તે માટે રાજયના કાનૂની માપ વિજ્ઞાન (તોલમાપ) અને ગ્રાહક બાબતોના નિયામકની સૂચના અન્‍વયે સૌરાષ્‍ટ્ર રીજીયનના નાયબ નિયંત્રક શ્રી એન. એમ. રાઠોડના સીધા માર્ગદર્શન અને મોનીટરીંગ હેઠળ રાજકોટ જિલ્લાના તોલમાપ અધિકારી શ્રી જે. એચ. આદેશરા અને નિરિક્ષકોની ટીમે સમગ્ર મેચ દરમ્‍યાન ખાણી-પીણીના સ્‍ટોલ પર આકસ્‍મિક સઘન તપાસ હાથ ધરવાનું આયોજન કરેલ હતું.

આ મેચ દરમ્‍યાન સ્‍ટેડીયમ ખાતે રાખવામાં આવેલ ખાણીપીણીના સ્‍ટોલ પરથી ખાદ્ય-પદાર્થના સીલબંધ પેકેજો તથા મીનરલ વોટર-કોલ્‍ડ્રીંકસમાં પ્રેક્ષકો પાસેથી છાપેલ મહત્તમ વેચાણ કિંમત કરતા વધારે ભાવ વસૂલ કરવામાં આવે છે કે કેમ? કાયદા-નિયમોનો ભંગ થાય છે કે કેમ? તે બાબતે જિલ્લાની તોલમાપ તંત્રની સમગ્ર ટીમે ડમી ગ્રાહકો બનીને ખરીદી કરતાં આ ખાણીપીણીના વિવિધ સ્‍ટોલ પરથી મીનરલ વોટરની બોટલોમાં છાપેલ મહત્તમ વેચાણ કિંમત રૂા. ર૦-૦૦ ના બદલે રૂા. પ૦-૦૦ વસુલતા હોવાનું તથા ખારીસીંગના સીલબંધ પેકેજોમાં ૧૦-૦૦ રૂા. એમ.આર.પી.ના બદલે રૂા. ર૦-૦૦ વસુલતા હોવાનું માલુમ પડતા આ ખાણીપીણીના કુલ ૧૧ (અગિયાર) સ્‍ટોલના જવાબદાર વ્‍યકિતઓ સામે પ્રો. કેસ કરી નિયમોનુસાર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ અને રૂા. રર હજાર ગુના માંડવાળ ભૂ વસૂલાત કરવામાં આવેલ છે તેમ તંત્રની યાદી જણાવે છે.

(3:54 pm IST)