Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

IMA-રાજકોટ દ્વારા સ્‍વસ્‍થ નારી સશકત સમાજના ધ્‍યેય સાથે લોકદરબારઃ ડો. સંજય ભટ્ટ

આવતીકાલે રવિવારે સાંજે ગાયનેકોલોજીસ્‍ટ એસોસીએશનના સહયોગથી ફેસબુક લાઇવમાં મહિલાઓના સ્‍વાસ્‍થ્‍ય સંબંધી સવાલોના સિનિયર ગાયનેકોલોજીસ્‍ટ દ્વારા પ્રત્‍યુતર આપવામાં આવશે

રાજકોટ તા.૧૮ : તબીબોના જ્ઞાનની વૃધ્‍ધિ સાથે સતત સમાજ જાગૃતિ માટેકાર્યરત ઇન્‍ડીયન મેડિકલ એસોસીએશન રાજકોટ દ્વારા ગાયનેકોલોજીસ્‍ટ એસોસીએશન-રાજકોટના સહયોગથી આવતીકાલ તા.૧૯ રવિવારે સ્‍વસ્‍થ્‍ય નારી સશકત સમાજના ધ્‍યેય સાથે લોક દરબારનું આયોજન કરવામાં આવ્‍યું છે, લોકદરબાર સાથે તબીબો દ્વારા ‘દેવના દિધેલ'એકાંકી નાટક ભજવવામાં આવશે અને ડોકટર પેશન્‍ટ સંબંધ જે પડઘાય છે. ધબકારામાં વિષય પર જાણીતા કટાર લેખક ડો. જવંલત છાયાના લેકચરનું આયોજન પણ કરવામાં આવ્‍યું છે એમ ઇન્‍ડિયન મેડિકલ એસોસીએશન-રાજકોટના પ્રમુખ ડો. સંજય ભટ્ટ અને સેક્રેટરી ડો. તુષાર પટેલની એક સંયુકત યાદીમાં જણાવાયું છે.

ડો. સંજય ભટ્ટના જણાવ્‍યા અનુસાર દરેક પરિવારમાં મહિલાઓનું સ્‍થાન વિશેષ હોય છે,સ્ત્રીસ્‍વાસ્‍થ્‍યને લગતા વિવિધ પ્રશ્નો વિશે મહિલાઓ સાથે સમસ્‍ત સમાજ જાગૃત બને અને મહિલાઓના મનમાં થતાં દરેક સવાલોના યોગ્‍ય જવાબ મળી શકે એવા ઉમદા હેતુ સાથે આવતીકાલ તા. ૧૯ ને રવિવારે સાંજે ૪-૩૦ થી ૬-૩૦ સુધી લોક દરબારનું આયોજન કરવામાં આવ્‍યુંછે. કિર્તિભાઇ પટેલના અધ્‍યક્ષ સ્‍થાને યોજાનારા આ લોક દરબારમાં શહેરના જાણીતા ગાયનેકોલોજીસ્‍ટ તબીબોની ટીમ દ્વારા મહિલાઓના સ્‍વાસ્‍થ્‍યને લગતા સવાલોના યોગ્‍ય જવાબ આપવામાં આવશે.

ડો. તુષાર પટેલના જણાવ્‍યા અનુસાર મહિલાઓ માટેના લોક દરબાર સાથે તબીબો દ્વારા ‘દેવના દિધેલ' એકાંકી નાટક રજુ કરવામાં આવશે. જેમાં રાજકોટના જાણીતા તબીબો દ્વારા અભીનયના ઓજસ પાથરવામાં અવાશે. એકાંકી નાટકનું લેખન ભરત પી.યાજ્ઞીક દ્વારા તથા નિર્દેશન રાજુ-પ્રેમલ યાજ્ઞીક દ્વારા કરવામાં આવ્‍યું છે. લોક દરબારમાં રાજકોટના જાણીતા ગાયનેકોલોજીસ્‍ટની ટીમના ડો. ધીરેન તરાવીયા, ડો. દર્શના પંડયા, ડો. અમી મહેતા, ડો. હિના પોપટ, ડો. બીના ભટ્ટ, ડો. મનીષા મોટેરીયા, ડો. હેતલ મોઢા, ડો. રૂકેશ ઘોડાસરા, ડો. સંજય દેસાઇ, ડો. દર્શન સુરેજા, ડો .શૈલી મોદી, ડો. ધર્મીશ પટેલ, ડો. દેવાંશી પંડયા, ડો. હેમાલી કારીયા, ડો. કુંતલ જાડેજા, ડો. જીજ્ઞા ગણાત્રા દ્વારા મહિલાઓના દરેક પ્રશ્નોના યોગ્‍ય નિરાકારણ લાવવામાં આવશે.

લોક દરબાર સહિત સમગ્ર કાર્યક્રમના સંયોજક ડો. પારસ શાહે કાર્યક્રમ વિશે માહિતી આપતા જણાવ્‍યું છે કે, લોક દરબાર, એકાંકી નાટક સાથે ડોકટર અને પેશન્‍ટ સંબંધ જે પડઘાય છે. ધબકારામાં વિષય પર ડો. જવલંત છાયાના લેકચરનું પણ આયોજન કરવામાં આવ્‍યું છે સમગ્ર કાર્યક્રમનું ઇન્‍ડીયન મેડિકલ એસોસીએશન-રાજકોટના ફેસબુક પેઇઝ આઇએમએ રાજકોટ પરથી લાઇવ પ્રસારણ કરવામાં આવશે જેમાં લોકો જોડાય શકશે અને પોતાના પ્રશ્નો રજુ કરી શકશે. દરેક સવાલોનો નિષ્‍ણાંત તબીબો દ્વારા સંતોષકારક જવાબ આપવામાં આવશે.

ઇન્‍ડીયન મેડિકલ એસોસીએશન-રાજકોટના પ્રમુખ ડો. સંજય ભટ્ટ, સેક્રેટરી ડો. તુષાર પટેલ, ગાયનેકોલોજીસ્‍ટ એસોસીએશન-રાજકોટના પ્રમુખ ડો. ધીરેન તરાવીયા, સેક્રેટરી ડો. જીજ્ઞા ગણાત્રા, આઇ.એમ.એ. આઇ.પી.પી. ડો. પ્રફુલ કમાણી, પ્રેસીડન્‍ટ ઇલેકટ ડો. પારસ ડી. શાહ, ઉપપ્રમુખ ડો. કાંત જોગાણી, ડો. મયંક ઠકકર, ટ્રેઝરર ડો. તેજસ કરમટા, જોઇન્‍ટ સેક્રેટરી ડો. જીજ્ઞેશ ભિમાણી, ડો. ઝલક ઉપાધ્‍યાય, જોઇન્‍ટ ટ્રેઝરર ડો. બિરજુ મોરી, આઇ.એમ.એ.ના રાષ્‍ટ્રીય અગ્રણી ડો. અતુલ પંડયા, ગુજરાતના ઉપપ્રમુખ ડો. અમીત અગ્રાવત, આઇ.એમ.એ. ગુજરાતના ઝોનલ સેક્રેટરી ડો. રશ્‍મી ઉપાધ્‍યાય, પેટ્રન ડો. એસ. ટી. હેમાણી, ડો. ડી. કે. શાહ, ડો. પ્રકાશ મોઢા, ડો. સુશિલ કારીયા, ડો. વલ્લભ કથીરીયા, ડો. કીર્તિ પટેલ, ડો. ભરત કાકડીયા, ડો. ભાવિન કોઠારી, ડો. એમ. કે. કોરવાડીયા, ડો. અમિત હપાણી, ડો. યજ્ઞેશ પોપટ, ડો. ભાવેશ સચદે, ડો. દિપેશ ભાલાણી, ડો. હિરેન કોઠારી, ડો. ચેતન લાલસેતા, ડો. જય ધીરવાણી, ડો. દર્શના પંડયા, ડો. જીતેન્‍દ્ર અમલાણી, ડો. નિતીન લાલ, ડો. સ્‍વાતિ પોપટ, ડો. વૃન્‍દા અગ્રાવત, ડો. જયદિપ દેસાઇ સહિતના તબીબોની ટીમ સમગ્ર આયોજન માટે કાર્યરત છે.

(3:34 pm IST)