Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

વાસી ડ્રાયફૂટ ચેવડો-ચોકલેટ કાજુ-વાસી પફનો જથ્‍થો ઝડપાયો

આજી ડેમ ચોકડી, મવડી વિસ્‍તારમાં ૩પ ખાણીપીણીનાં ધંધાર્થીને ત્‍યાં ચેકીંગ : ૮ ને નોટીસ: રૈયા રોડ પરના કિરણ ડ્રાયફૂટસ તથા નાણાવટી ચોકમાં આવેલ રૂદ્રમ બેકરીમાં ફૂડ શાખાના ચેકીંગ દરમ્‍યાન વિદુર ગાયનું ઘી તથા ૮પ કિલો અખાદ્ય ચીજોનો નાશ : રાજભોગ કુકીઝના નમૂના લેવાયા

રાજકોટ, તા. ૧૮ :  મનપાની ફૂડ શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્‍તારમા઼ ખાણીપીણીના ધંધાર્થીને ત્‍યાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ ચેકીંગ દરમ્‍યાન રૈયા રોડ પરના કિરણ ડ્રાયફૂટસ તથા નાણાવટી ચોક રૂદ્રમ બેકરીમાંથી ૯ કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્‍યો હતો. તેમજ વાસી પફ, વાસી ડ્રાયફૂટ ચેવડા સહિત વિદૂર ગાયનું ઘી તથા રાજભોગ કુકીઝના નમૂના લેવામાં આવ્‍યા હતા. જયારે આજી ડેમ ચોકડી, મવડી વિસ્‍તારમાં ૩પ ખાણીપીણીના ધંધાર્થીને ત્‍યાં ચેકીંગ કરી ૮ વેપારીને લાયસન્‍સ બાબતે નોટીસ આપવામાં આવી છે.

૮ વેપારીને નોટીસ

મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્‌ટી ઓન વ્‍હીલ્‍સ વાન સાથે માંડા ડુંગર, આજીડેમ ચોકડી, ભાવનગર રોડ, મવડી મેઇન રોડ, બાપાસિતારામ ચોક વિસ્‍તારમાં ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં દર્શાવેલ વિગતો મુજબ કુલ ૨૦ પેઢીની ચકાસણી કરવામાં આવેલ ચકાસણી દરમિયાન વેંચાણ થતાં દૂધ, ઠંડાપીણાં, મસાલા તથા ઉપયોગમાં લેવાતા ખાધ્‍ય તેલ વિગેરેના કુલ ૩૫ નમૂનાની સ્‍થળ પર ચકાસણી કરવામાં આવેલ. આ ચકાસણી દરમિયાન જોગમાયા કોલ્‍ડ્રિંક્‍સ, હરભોલે કોલ્‍ડ્રિંક્‍સ, - મોમાઈ હોટેલ એન્‍ડ પાન, બાપાસિતારામ દાળ પકવાન, જાનકી પાન, ટી સ્‍ટોલ, જય ખોડિયાર કોલ્‍ડ્રિંક્‍સ,જલ્‍પા, શ્રી પાન એન્‍ડ કોલ્‍ડ્રિંક્‍સ  સહિત ૮ વેપારીને     સહિત ૮ વેપારીને લાઇસન્‍સ બાબતે નોટિસ આપવામાં આવેલ.

૯ કિલો અખાદ્ય ચીજોનો નાશ

 ફૂડ વિભાગ દ્વારા કરાયેલ ચકાસણીના અનુસંધાને જુલેલાલ મંદિરની બાજુમાં, ફૂડ વિભાગ દ્વારા કરાયેલ ચકાસણીના અનુસંધાને રૈયા રોડ, પરના કિરણ ડ્રાયફ્રૂટ્‍સ પેઢીની તપાસ દરમિયાન પેઢીમાં સંગ્રહ કરેલ એક્‍સપાયરી થયેલ વાસી ડ્રાયફ્રૂટ ચેવડો- ૨.૫ કે.જી., ચોકલેટ કાજુ અને ચોકલેટ બદામ-૨.૫ કે.જી. તથા જેલી- ૦૧ કે.જી. મળી કુલ ૦૬ kg જથ્‍થાનો નાશ  તથા જાસલ બિલ્‍ડીંગ પાછળ, નાણાવટી ચોકમાં આવેલા રૂદ્રમ બેકરી ની તપાસ દરમિયાન પેઢીમાં સંગ્રહ કરેલ ૦૩ kg વાસી પફનો જથ્‍થો નાશ કરવામાં આવેલ.તથા યોગ્‍ય સ્‍ટોરેજ કરવા તેમજ હાઇજિનિક કંડિશન જાળવવા બાબતે બંને વેપારીને નોટિસ આપવામાં આવી છે.

બે નમૂના લેવાયા

મહાનગરપાલિકા દ્વારા ફુડ સેફ્‌ટી સ્‍ટાન્‍ડર્ડ એક્‍ટ-૨૦૦૬ મુજબ વિદુર ગાયનું ઘી (૫૦૦ ml પેક) સ્‍થળ- ભાગ્‍યોદય અનાજ ભંડાર-ગુંદાવાદી શાકમાર્કેટ રોડ, અરિહંત બિઝનેસ સેન્‍ટર, ગ્રાઉંડ ફ્‌લોર, રાજભોગ કુકીઝ (લુઝ): સ્‍થળ- જલારામ બ્રેકર્સ-સિંધિ કોલોની મેઇન રોડ પરથી નમૂના લેવામાં આવ્‍યા છે.

(3:31 pm IST)