Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

ખોડલધામના પ્રણેતા નરેશભાઇ પટેલના અધ્‍યક્ષસ્‍થાને રવિવારે

કન્‍યા કેળવણીકાર ગોવિંદભાઇ ખૂંટનું અભિવાદન સહ સ્‍મરણીકા વિમોચન અને છાત્રાલય લોકાર્પણ કાર્યક્રમ

રાજકોટ તા. ૧૭: એ. પી. પટેલ એજયુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ (કન્‍યા છાત્રાલય) રાજકોટ દ્વારા તા. ૧૯ ને રવિવારે સાંજે ૪-૩૦ વાગ્‍યે ટોપલેન્‍ડ વિદ્યાભવન, એસ્‍ટ્રોન સોસાયટી, અમીન માર્ગ, રાજકોટ ખાતે ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જેનું ‘‘અકિલા'' કાર્યાલય ખાતે ‘‘અકિલા''ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાને આમંત્રણ આપવા માટે એ. પી. પટેલ એજયુ. એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ (કન્‍યા છાત્રાલય) ના શીલભદ્ર સંચાલક અને ‘‘એસ્‍ટ્રોન'' ટોકીઝના માલિક ગોવિંદભાઇ ખૂંટ અને આયોજકો આવ્‍યા હતા.
‘‘અકિલા'' કાર્યાલયે વિગતો વર્ણવતા કન્‍યા કેળવણી ક્ષેત્રે કાર્યરત એ. પી. પટેલ કન્‍યા છાત્રાલય, એસ્‍ટ્રોન સોસાયટીનાં કર્તવ્‍યનિષ્‍ઠ કેળવણીકાર અને શીલભદ્ર સંચાલક ગોવિંદભાઇ ખૂંટ એ જણાવ્‍યું હતું કે, તા. ૧૮ ને રવિવારે સાંજે ૪-૩૦ વાગ્‍યે નવનિર્મિત કન્‍યા છાત્રાલય-લોકાર્પણ ગોવિંદભાઇ ખૂંટ અમૃત મહોત્‍સવ અભિવાદન ‘‘જીવન અંજલી થાજો'' સ્‍મરણિકા વિમોચન સમારોહ યોજાશે.
આ તકે આર્ષ વિદ્યા મંદિર, મુંજકાનાં પ. પૂ. સ્‍વામી શ્રી પરમાત્‍માનંદ સરસ્‍વતી આશિર્વચન પાઠવશે. જયારે અધ્‍યક્ષસ્‍થાને કાગવડ શ્રી ખોડલધામ ટ્રસ્‍ટનાં ચેરમેન નરેશભાઇ પટેલ ઉપસ્‍થિત રહેશે. છાત્રાલયનું લોકાર્પણ બાલાજી વેફર્સના રાજકોટના ભીખાભાઇ વિરાણી તથા અજય ફાઉન્‍ડ્રી રાજકોટના દામજીભાઇ પાનસુરિયાના હસ્‍તે કરાશે સ્‍મરણિકાનું વિમોચન પટેલ બ્રાસ વર્કસ રાજકોટના રમેશભાઇ પટેલના હસ્‍તે થશે.
આ તકે પૂર્વ કેન્‍દ્રીય મંત્રી ડો. વલ્લભભાઇ કથીરીયા, રાજકોટના પૂર્વ મ્‍યુનિસિપલ કમિશ્‍નર બાબુભાઇ ઘોડાસરા ઉપસ્‍થિત રહેશે.
ઉપસ્‍થિત રહેવા શ્રી એ. પી. પટેલ એજયુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ રાજકોટ તથા સમગ્ર ટ્રસ્‍ટ મંડળના પ્રમુખ શિવલાલભાઇ વેકરિયા, રાજકોટની શ્રી બારદાનવાલા કન્‍યા વિદ્યાલયના આચાર્યા મીનાક્ષીબેન પટેલ, રાજકોટના શ્રીમતી આર. આર. પટેલ મહિલા આટર્સ એન્‍ડ કોમર્સ કોલેજના પ્રિન્‍સીપાલ પ્રા. એમ. એલ. બાલધા એ આમંત્રણ પાઠવ્‍યું છે.
ત્રિવિધ કાર્યક્રમને સફળ બનાવવા અમૃતબેન પોપટભાઇ પટેલ એજયુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ, એસ્‍ટ્રોન સોસાયટી, અમીન માર્ગ, રાજકોટના ટ્રસ્‍ટી મંડળના પ્રમુખ શિવલાલભાઇ એન. વેકરિયા, ઉપપ્રમુખ જાગાભાઇ પી. ખૂંટ, માનદમંત્રી ગોવિંદભાઇ પી. ખૂંટ, સહ માનદ મંત્રી હરિભાઇ આર. પરસાણા, ખજાનચી હરજીભાઇ બી. ખૂંટ ગોબરભાઇ જે. પરસાણા, ભગવાનજીભાઇ જે. પરસાણા, હિંમતભાઇ એમ. માંગરોલિયા, ચંદુભાઇ પી. વિરાણી, ભીખાભાઇ એન. વેકરીયા, શિવાભાઇ એચ. ગઢિયા, રમેશભાઇ વી. ટીલાળા, કનુભાઇ ટી. અકબરી, છગનભાઇ જી. ગઢિયા, ચુનીભાઇ એમ. વરસાણી સહિતના જહેમત ઉઠાવે છે.
‘‘અકિલા'' કાર્યાલયે ગોવિંદભાઇ ખૂંટ, આરસીસી બેન્‍કના સીઇઓ પરસોતમભાઇ પીપરીયા, શિવાભાઇ હિરાભાઇ ગઢીયા (માલાણી કન્‍ટ્રકશન) બાબભાઇ ભીમજીભાઇ ખૂંટ, કનુભાઇ તેજાભાઇ અકબરી ઉપસ્‍થિત રહ્યા હતા. શ્રી ખોડલધામ ટ્રસ્‍ટ કાગવડના ચેરમેન નરેશભાઇ પટેલએ શુભેચ્‍છા આપતા જણાવેલ છે કે, ગોવિંદભાઇની શિક્ષણ ક્ષેત્રની કામગીરીનો હું સાક્ષી છુ. છેલ્લા ચાર દાયકાથી શ્રી એ.પી. પટેલ એજ્‍યુકેશન એન્‍ડ ચેરિટેબલ ટ્રસ્‍ટ રાજકોટ દ્વારા શ્રી એ.પી. પટેલ કન્‍યા છાત્રાલય, બારદાનવાલા કન્‍યા વિદ્યાલય તથા શ્રીમતી આર.આર.પટેલ મહિલા કોલેજના માઘ્‍યમથી ગ્રામ્‍ય વિસ્‍તારની કન્‍યાઓને શિક્ષણ અને સંસ્‍કાર આપવાનુ કાર્ય થઇ રહૃાુ છે એ ખૂબજ લાભદાયી રહેલ છે.
આદર્શ શિક્ષક, શુઘ્‍ધ ચરિત્ર, નિઃસ્‍વાર્થતા, સરળતા, સ્‍પષ્‍ટતા, પ્રમાણિકતા અને સનિષ્ઠ સમાજસેવક. લગભગ ૪પ વર્ષ સામાજિક ક્ષેત્રમા કાર્ય કરતા હોવા છતા તેમની નિષ્ઠા, પ્રમાણિકતા અને કર્તવ્‍ય પરાયણતા પર કોઇએ પ્રશ્ર નથી ઉઠાવ્‍યો. તેમના આ ગુણોને અને સંગઠન શકિત સાથે લઇને ચાલવાની વૃત્તિને લીધે સમાજમાંથી વધુને વધુ દાન મળતુ ગયેલ છે.
સ્‍વામી માધવ પ્રિયદાસજીએ તેમને શુભેચ્‍છાઓ આપતા જણાવેલ કે, આદરણીય ગોવિંદભાઇએ પોતાનુ સમગ્ર જીવન કન્‍યા કેળવણી માટે અર્પણ કર્યુ. તેઓને ખબર હતી કે, દીકરી તો સુશિક્ષિત અને સંસ્‍કારી હોય તો એક કુળનો ઉદ્ધાર કરે, દીકરી જો સુશિક્ષિત હોય તો માતા-પિતા અને સસરા એમ બેય કુળની તારણહાર બને તે ઉદાહરણને ગોવિંદભાઇએ સાર્થક બનાવેલ છે.
ધિ રાજકોટ કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંકના અને સૌરાષ્‍ટ્ર કચ્‍છ અર્બન કો-ઓપરેટીવ બેંકના સીઇઓ ડો. પુરૂષોત્તમ પીપરીયાએ ખાસ અભિનંદન પાઠવતા જણાવેલ કે, સમાજ શ્રેષ્ઠીશ્રી ગોવિંદભાઇ એવુ વ્‍યકિતત્‍વ છે કે એમના માટે કંઇ લખવુ તે અઘરૂ પડે એટલુ જ નહી તે એક સાગરમા બુંદ પધરાવવા જેવુ છે છતા મારા હૃદયમા તેમના માટે જે ભાવ છે, તેમની અમીટ છાપ છે તેને અભિવ્‍યકિત કરવા પ્રયાસ કરતા જણાવેલ કે ગોવિંદભાઇનુ વ્‍યકિતત્‍વ અમાપ છે. તેમનામા લોકસેવક, વિવિધ કાર્યક્રમોના કુશળ આયોજક, કર્મઠ-ઘ્‍યેયનિષ્ઠ, સતત જાગૃત સ્‍વપ્‍તશિલ્‍પી અને છતા સ્‍વજનો માટે શીતળ છાયારૂપ એવા પરમ માંગલ્‍યના ઉપાસક જેવા અનેક સ્‍વરૂપો મે તેમનામા જોયા છે.
ઇશ્‍વરે ગોવિંદભાઇના જીવનમા વર્ષો ઉમેર્યા છે અને ગોવિંદભાઇએ વર્ષોમા જીવન ઉમેર્યુ છે. ગોવિંદભાઇમા રહેલ માનવીય તત્‍વની મને વિશેષ જાણકારી છે. આ ઓલિયા ફકીર કંઇક જુદી જ દિવ્‍ય માટીથી ઘડાયેલા માનવી છે. કોઇ ખોટું બોલે કે ખોટુ કામ કરતો હોય તો કોઇની પણ સાડીબાર રાખ્‍યા વગર મોઢા મોઢ પરખાવે તેવા નિડરતાના ગુણો તેમનામા છલોછલ રહૃાા છે. ભદ્ર સમાજના મહારથીઓ પણ ગોવિંદભાઇની હાજરી ઝંખે એવી તેમની આભા છે.
સાધુ અપૂર્વમુનિદાસજી એ આ કાર્યક્રમ વધારે સફળ બને તે માટે શુભેચ્‍છા આપતા જણાવેલ કે શિક્ષણ અને સેવાના ક્ષેત્રમા ભીષ્‍મપિતામહની જેમ અડીખમ રહી સેવા કરનાર મૂકસેવક શ્રી ગોવિંદભાઇ ખૂંટનું સન્‍માન એ ખરા અર્થમા સમાજનુ સન્‍માન કહી શકાય.
(લોક સભા) રાજકોટના સંસદ સદસ્‍ય મોહનભાઇ કુંડારીયાએ ભઅભિવાદન સમારોહભ ના સુચારૂ આયોજન બદલ આયોજક ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ છે. તેમણે ગોવિંદભાઇ વિષે જણાવેલ કે, ગોવિંદભાઇ પાટીદાર સમાજના સમાજસેવક, આદર્શ શિક્ષક, પ્રતિભાશાળી કેળવણીકાર અને પ્રગતિશીલ ઉદ્યોગપતિ તરીકે સુપરિચિત થયેલ છે. તેઓનુ સમરસ વ્‍યકિતત્‍વ અને સતત પ્રગતિશીલ જીવન અનેકને માર્ગદર્શન આપે છે. તેઓના વિરાટ વ્‍યકિતત્‍વ અને સમર્થ સેવાકાર્યને ઉજાગર કરવા આયોજિત અભિવાદન સમારોહના આયોજકો, માર્ગદર્શકો અને કર્મવીરોને લાખ લાખ અભિનંદન પાઠવેલ છે.
ધારાસભ્‍ય ગોવિંદભાઇ પટેલએ આ ખાસ પ્રસંગની શુભેચ્‍છા આપતા જણાવેલ કે, રાજકોટ, ગોંડલ, જામનગર, ધોરાજી, જેવા શહેરોમા વિદ્યાર્થીઓ માટે માઘ્‍યમિક શાળા અને ઉચ્‍ચતર શિક્ષણ માટે બોર્ડીંગની વ્‍યવસ્‍થા હતી પરંતુ દીકરીઓ માટે આ ક્ષેત્રે અભાવ હતો જે અભાવ દૂર કરવા શ્રી ગોવિંદભાઇએ પહેલ કરી અને સમાજના શ્રેષ્ઠીઓ અને રાજકીય ક્ષેત્રના આગેવાનોને સાથે રાખીને તેમને દીકરીઓ માટે એ.પી.પટેલ કન્‍યા છાત્રાલયની શરૂઆત કરી અને આજે એ વટવૃક્ષ બનીને ઉભી છે.
રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રીઝના પ્રમુખ વી.પી.વૈષ્‍ણવ એ ખાસ શુભેચ્‍છા આપતા જણાવેલ કે, ગોવિંદભાઇની આગેવાનીમા રાજકોટની અતિ સુંદર અને ભવ્‍ય એ.પી.કન્‍યા છાત્રાલય, કન્‍યા વિદ્યાલય અને કોલેજ બનાવવાની પહેલ કરી સુંદર રીતે આયોજન આગળ ધપાવેલ તે ગોવિંદભાઇનુ એક ઉમદા કાર્ય છે.
બાન લેબ્‍સ પ્રા.લિ. ના મૌલેશ ઉકાણીએ આ પ્રસંગ માટે શુભેચ્‍છા આપતા જણાવેલ છે કે, ગોવિંદભાઇ એક નામ નથી પણ આખા સમાજના તેઓ પે્રરણારૂષ છે. આજના યુવાનોની બોલીમા કહીએ તો, ગોવિંદભાઇ એક આદર્શ ભઆઇકોનભ છે ! છેલ્લા ચાલીસ વર્ષથી ગોવિંદભાઇ ખૂંટે સમાજ, કન્‍યા શિક્ષણ અને સેવાના ક્ષેત્રે એવુ માતબર અને નકકર કામ કર્યુ છે કે સમાજ તેનો કાયમી ઋણી રહેશે. વિશેષમા તેમણે જણાવેલ કે, ગોવિંદભાઇ માત્ર શિક્ષક જ નથી પણ સમાજ શ્રેષ્ઠી પણ છે, એ વાત તેમણે ડગલેને પગલે સાબિત પણ કરેલ છે. તેમણે દિકરીઓ હાઇસ્‍કૂલ અને ત્‍યારબાદ કોલેજ પણ બનાવેલ અને દર વખતે સૌથી પહેલુ યોગદાન આપવાની પહેલ પણ તેઓ જ કરે છે જે એક અમુલ્‍ય વાત કહી શકાય.
અગ્રગણ્‍ય કેળવણીકાર ભદ્રાયુ વચ્‍છરાજાનીએ ખાસ શુભેચ્‍છા આપતા જણાવેલ કે, ગોવિંદભાઇ ચુસ્‍ત મેનેજમેન્‍ટના માણસ છે. મને યાદ છે કે ગુજરાત રાજ્‍ય શાળા મંડળમા તો અનેક ભેજાઓ ભેગા થયા હોય પણ છેલ્લે ગોવિંદભાઇ જે કહે એના ઉપર બધા સંમત થાય એવુ નેતૃત્‍વ હતુ માત્ર ને માત્ર ગોવિંદભાઇનું.
સ્‍પીપા, રાજકોટના સંયુકત નિયામક શૈલેષ સગપરિયાએ ખાસ અભિનંદન પાઠવતા જણાવેલ કે, સરળતા એટલે ગોવિંદભાઇ અને ગોવિંદભાઇ એટલે સરળતા. બંને એકબીજાના પર્યાય લાગે. માણસ જેમ જેમ સમૃઘ્‍ધ થતો જાય તેમ તેમ સરળતા ઓછી થતી જાય પરંતુ માણસ જેમ જેમ મોટો થતો જાય તેમ તેમ સરળતા વધતી જાય. ગોવિંદભાઇ સમૃઘ્‍ધ થયા પણ સરળતા ન ગઇ, ઉલટાની દિવસે દિવસે સરળતા વધની જ ગઇ. અત્‍યંત સાદુ જીવન. કોઇ જ પ્રકારો દેખાડો નહી. આવા ભાવભર્યા શબ્‍દોથી શૈલેષભાઇએ ગોવિંદભાઇને શુભેચ્‍છા પાઠવેલ.
વધુમા, ગોવિંદભાઇ વિષે વાત કરીએ તો તેઓ છ ભાઇઓ અને ચાર બહેનોના પરિવારમા તે સૌથી નાના છે. તે નાના અને વળી આજ્ઞાંકિત અને ભણવામા હોશિયાર હોવાથી તેમના માતા-પિતા, મોટા પાંચ ભાઇઓ, મોટા ચાર બહેનો, તેમના પાંચ ભાભીઓ તથા ચાર બનેવીઓ તરફથી તેમને ખૂબજ પે્રમ મળેલ છે. તે સૌથી નાના હોવાને લીધે તેમના માતા-પિતા સાથે તેઓના અંતિમ શ્‍વાસ સુધી તેમને સાથે રહેવાનુ સુખ પણ મળેલ.

ગોવિંદભાઇ ખૂંટ : શૂન્‍યમાંથી સર્જક સુધીની યાત્રાનો પરિચય
ગોવિંદભાઇ ખૂંટ એટલે શિક્ષણ, ખેતી અને સિનેમા ક્ષેત્રનુ આદરભર્યુ નામ. શિક્ષણમા કન્‍યા કેળવણી ક્ષેત્રે અને સમાજ સેવા ક્ષેત્રે તેઓ આજે પણ ધૂણી ધખાવીને કામ કરી રહૃાા છે. તા. ૩૧-૦૭-૧૯૯૪ ના રોજ રાજકોટમા જન્‍મેલા ગોવિંદભાઇ ખૂંટ બીએસ.સી.બી.એડ સુધી ભણ્‍યા છે. શિક્ષક તરીકે કારકિર્દીની શરૂઆત કરનારા ગોવિંદભાઇ સિનેમાના માલિક બની ગયા, તેમાથી સમાજસેવા ચાલુ કરી અને અત્‍યારે કન્‍યા કેળવણીના ઉત્‍કર્ષ માટે રાજકોટ શહેર જ નહી, રાજકોટ જીલ્લામા અને સૌરાષ્‍ટ્રમા વિવિધ સંસ્‍થાઓને મદદરૂપ થયા છે, થઇ રહૃાા છે.
ગોવિંદભાઇએ આઇ.પી. મિશન કુમાર શાળા, વિરાણી હાઇસ્‍કૂલ, કોટક સાયન્‍સ કોલેજ અને પીડીએમ બી.એડ. કોલેજમા અભ્‍યાસ કર્યો. બી.એડ.માં એમના સહાઘ્‍યાયી હાસ્‍ય કલાકાર શાહબુદ્‌ીન રાઠોડ હતા. જ્‍યારે એમ.એસ.સી. (મેથ્‍સ) મા એમના સહાઘ્‍યાયી ગીજુભાઇ ભરાડ હતા.
એ જમાનામા રાજકોટના ખેડૂતના દીકરા ભણતા ન હતા, પરંતુ ગોવિંદભાઇ કહે છે કે, મારા પિતાશ્રી સ્‍વ. પોપટભાઇ કરસનભાઇ ખૂંટ જે ભગવસિંહજી ઓફ ગોંડલ કરતા ૩૪ વર્ષે નાના હતા. તેઓ ભગવતસિંહના સુવર્ણકાળમા મોવિયા (તા.ગોંડલ) ના વિદ્યાર્થી હતા. પિતાશ્રી ભણેલા હતા એટલે અમને અભ્‍યાસ કરાવ્‍યો, અમને શિક્ષિત બનાવ્‍યા. ગોવિંદભાઇ ખૂંટ ૧૯૬૭ મા બીએસસી મેથેમેટીકસ કર્યુ,  લાભુભાઇ ત્રિવેદીએ એમને લાલ બહાદુર શાસ્‍ત્રી વિદ્યાલયમા ધોરણ ૭ ક મા વર્ગ શિક્ષક બનાવ્‍યા. પરંતુ એમને ૭ મુ વર્ગ શિક્ષક બનાવ્‍યા. ત્‍યા ફરજ બજાવી, સીસી શેઠ સરસ્‍વતિ મંદિર નામની અંગે્રજી માઘ્‍યમની શાળાથી શરૂ થઇ તેમા જોડાયા.
અત્‍યારના શિક્ષકો આખા પીરિયડમા એકાદ-બે ચોક જ વાપરતા હશે. પરંતુ ગોવિંદભાઇ શિક્ષક હતા ત્‍યારે ગણિતના દાખલા ગણાવતા-સમજાવતા દરરોજ અર્ધી પેટી ચોક વપરાઇ જતો.
ગોવિંદભાઇ ખૂંટના પિતા પાસે ઘણી જમીન હતી. આથી તેમને સિનેમા હાઉસ બનાવવાની ઇચ્‍છા થઇ, તેઓએ આ માટે ૧૯૭ર મા કાર્યવાહી હાથ ધરી એ વખતે કલેકટર કે.જી.રામનાથન હતા, એમણે પુછેલુ શિક્ષક થઇને સિનેમા કરવુ છે ? ગોવિંદભાઇએ કહેલુ કે, અમારુ કુટુંબ મોટુ છે, વાળી ભાગીદારોય મળી ગયા છે. પુરતી જમીન છે. આ પછી એમના ર૯ મા જન્‍મદિન તા.૩૧-૦૭-૭ર ના રોજ કલેકટરે સિનેમાન હાઉસ માટે મંજુરી આપી ત્‍યારથી મારા તકદીરના દ્વાર ખુલી ગયા. એસ્‍ટ્રોન સિનેમા થવાથી ત્‍યા પટેલ આગેવાનોની આવન જાવન વધી, તેમા પટેલ બ્રાસવાળા રવજીભાઇ પટેલ, તુલશીભાઇ કોટડિયા, ભાણજીભાઇ બોરસદિયા, વસતાભાઇ પટેલ, કલ્‍યાણજીભાઇ પટેલ વગેરેનુ ગુ્રપ બન્‍યુ.
જૂન-૭પમાં જામનગરમાં કન્‍યા છાત્રાલયનું ઉદ્‌ઘાટન હતું, તેમાં આ બધા મિત્રો ગયા, તેમાં અમરેલીના દ્વારકાદાસ પટેલ, જામનગરના કરસનભાઈ બેચરભાઈ, જેતપુરના આંબાભાઈ નાથાભાઈ વગેરેએ ટકોર કરી કે, રાજકોટ વાળા આટલા સુખી સંપન્‍ન છે, પણ તેઓ કન્‍યા માટે છાત્રાલય કરતા નથી. રાજકોટમાં પણ કન્‍યા છાત્રાલય થવું જોઈએ, એ વખતે જ ગોવિંદભાઈ ખૂંટે પ્રવચનમાં કહી દીધું કે, અમે રાજકોટમાં છાત્રાલય કરીશું. આ રીતે છાત્રાલયનું વિચારબીજ રોપાયું.
જામનગરથી રાજકોટ પરત આવતી વેળાએ મિત્રોએ કહયું કે, તે જાહેર કરી દીધું, પણ રાજકોટમાં છાત્રાલય કેમ થશે ? ગોવિંદભાઈએ ઘેરે જઈ પિતા પોપટભાઈને વાત કરી કે આપણી પાસે ઘણી જમીન છે. પાંચ હજાર વાર જમીન કન્‍યા છાત્રાલય માટે દાનમાં આપીએ. પિતાએ સંમતિ આપી. આથી મિટિંગો  ભરવા માટેની કાર્યવાહી હાથ ધરી. પરંતુ તે સમયે શહેરી જમીન ટોચ મર્યાદાનો ધારો અમલી બનતા તેમાં વાત અટવાઈ પડી. જો કે ગોવિંદભાઈ કહે છે કે, હેતુ સારો હોવાથી અમને ૧૯૭૮માં એસ્‍ટ્રોન-સોસાયટીની અને ૧૯૮૦માં છાત્રાલયની મંજૂરી મળી ગઈ.    
૧૯૮૪ ના જૂન માસમા ૧ર૪ દીકરીઓ સાથે કન્‍યા છાત્રાલયની શરૂઆત થઇ. આ માટે ૧૯ લાખનો ખર્ચ થયો હતો. જે રકમ જુદા જુદા દાતા પાસેથી દાનમા મળી હતી. ગોવિંદભાઇના માતુશ્રી અમૃતબેન પોપટભાઇ પટેલ (એ.પી.પટેલ) ના નામે કન્‍યા છાત્રાલય શરૂ થયુ. તેમા તેમના એસ્‍ટ્રોન સિનેમાના ભાગીદાર સ્‍વ. મેઘજીભાઇ બારદાનવાલાએ રૂા. ૧,૧૧,૦૦૦નુ દાન આપ્‍યુ, આથી તેમના નામે સ્‍કૂલ શરૂ થઇ. છાત્રાલયમા કોલેજની દીકરીઓ પણ આવતી હતી. આવી ૧૯૯ર મા રંભાબેન રવજીભાઇ પટેલ (આર.આર.પટેલ) મહિલા આર્ટસ-કોમર્સ કોલેજ શરૂ કરી. છાત્રાલયમા દીકરીઓની સંખ્‍યા સતત વધતી હતી. તે સમાતી ન હતી. આજે પણ ૧૮૦૦ થી વધુ દીકરીઓ છે, દીકરીઓનો સમાવેશ કરવા બીજુ છાત્રાલય બનાવ્‍યુ. છાત્રાલયના સ્‍થળે જગ્‍યા ઓછી પડતા તેની થોડે દૂર જ ટોપલેન્‍ડ એન્‍જિનિયરીંગ વાળાની મદદથી ટોપલેન્‍ડ ભવન બનાવ્‍યુ. સ્‍કૂલ-કોલેજને છાત્રાલયથી ખસેડી એ નવા ભવનમા બેસાડવામા આવી. પટેલ છાત્રાલય ૧૯ લાખમા પુરૂ થયુ હતે, પછી બીજુ છાત્રાલય, હાઇસ્‍કૂલ અને કોલેજ ૧૯૯પ-૯૬ મા બનાવ્‍યા, તે પાછળ દોઢેક કરોડનો ખર્ચો થયેલો જ્‍યારે દોઢ વર્ષ પહેલા તૈયાર થયેલા ટોપલેન્‍ડ ભવનમા રૂપિયા સાત કરોડનો ખર્ચો થયો છે. આ બધુ દાતાઓના સહયોગને લીધે શકય બન્‍ય ુ છે, એમ ગોવિંદભાઇએ કહૃાુ હતુ.

છેલ્લા ચાર દાયકાથી શ્રી એ.પી. પટેલ એજ્‍યુકેશન એન્‍ડ ચેરિટેબલ ટ્રસ્‍ટ રાજકોટ દ્વારા શ્રી એ.પી. પટેલ કન્‍યા છાત્રાલયમા કન્‍યાઓને શિક્ષણ અને સંસ્‍કાર આપવાનુ કાર્ય થઇ રહૃાુ છે એ ખૂબજ લાભદાયી રહેલ છે
                                                                                                                                                          - નરેશ પટેલ (ચેરમેન,શ્રી ખોડલધામ ટ્રસ્‍ટ-કાગવડ)


ગોવિંદભાઇ ખૂંટ એટલે ગણિતના તજજ્ઞ, આદર્શ શિક્ષક, સ્‍પષ્‍ટતા અને સનિષ્‍ઠ સમાજસેવક. લગભગ ૪પ વર્ષ સામાજિક ક્ષેત્રમા કાર્ય કરતા હોવા છતા તેમની નિષ્‍ઠા, પ્રમાણિકતા અને કર્તવ્‍ય પરાયણતા પર કોઇએ પ્રશ્‍ન નથી ઉઠાવ્‍યો.
                                                                                                                                                                                   - સ્‍વામી પરમાત્‍માનંદ સરસ્‍વતીજી

ગોવિંદભાઇ ખૂંટમા લોકસેવક, વિવિધ કાર્યક્રમોના કુશળ આયોજક, કર્મઠ-ઘ્‍યેયનિષ્‍ઠ, સતત જાગૃત સ્‍વપ્‍નશિલ્‍પી અને સ્‍વજનો માટે શીતળ છાયારૂપ એવા પરમ માંગલ્‍યના ઉપાસક જેવા અનેક સ્‍વરૂપો રહેલા છે.
                                                                                                                                                            - ડો.પુરૂષોત્તમ પીપરીયા (સીઇઓ, આર.સી.સી.બેંક)

રાજકોટ, ગોંડલ, જામનગર, ધોરાજી, જેવા શહેરોમા વિદ્યાર્થીઓ માટે માઘ્‍યમિક શાળા અને ઉચ્‍ચતર શિક્ષણ માટે બોર્ડીંગની
વ્‍યવસ્‍થા હતી પરંતુ દીકરીઓ માટે આ ક્ષેત્રે અભાવ હતો જે અભાવ દૂર કરવા શ્રી ગોવિંદભાઇએ પહેલ કરી
                                                                                                                                                                                      - ગોવિંદભાઇ પટેલ (ધારાસભ્‍ય)

એનસીસીના મેજર બનવા ઓફર થઇ'તીઃ ‘‘ગોવિંદભાઇ માસ્‍તર'' તરીકે ઓળખાતા
રાજકોટ તા.૧૭ : કેળવણીકાર અને કન્‍યા છાત્રાલયના સ્‍વપ્‍નદ્રષ્‍ટા ગોવિંદભાઇ ખુંટને અભ્‍યાસ દરમિયાન એનસીસી વિભાગમાથી ‘‘સી'' સર્ટિફિકેટ મળ્‍યું હતું ત્‍યારે રાજકોટના એનસીસી વિભાગના ઓફીસરોએ એનસીસીમાં આગળ વધવુ હોય અને ‘‘મેજર'' બનવુ હોય તો આગળ વધવા અમે સહયોગ આપીશું તેવી ઓફર કરી હતી.
આ ઉપરાંત શિક્ષણ તરીકે ઘણા વર્ષો સુધી ફરજ બજાવી હોવાથી ‘‘ગોવિંદભાઇ માસ્‍તર'' તરીકે ઓળખાતા હતા.

સી.સી.શેઠ હાઇસ્‍કુલમાં ગોવિંદભાઇ ખૂંટે શિક્ષક તરીકે સેવા આપી'તી
રાજકોટ તા.૧૭ : ‘એસ્‍ટ્રોન' ટોકીઝના માલિક અને કેળવણીકાર ગોવિંદભાઇ ખૂંટએ ૧૯૬૭ થી ૧૯૭૩ સુધી રાજકોટના સદર બજાર વિસ્‍તારમાં આવેલ સી.સી.શેઠ સ્‍કુલમાં શિક્ષક તરીકે સેવા આપી હતી તેઓએ બીએસસીબીએડનો અભ્‍યાસ કર્યો હતો.
રાજકોટ ખાતે જ અભ્‍યાસ કરીને રાજકોટમાં જ કેળવણીકાર તરીકે કાર્યરત થયા છ.ે
ગોવિંદભાઇ મનહર પ્‍લોટના ‘રાજના ખેડૂ' તરીકે ઓળખાતા અને નોકરી સાથે બીએડ કર્યુ હતું.

 

(4:09 pm IST)