Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

મનપા-રૂડાના ૫ હજાર આવાસોનું કાલે લોકાર્પણ-ડ્રોઃ નરેન્દ્રભાઇની વર્ચ્યુઅલ ઉપસ્થિતી

સંયુકત ડાયસ કાર્યક્રમ પ્રમુખ સ્વામી ઓડીટોરીયમમાં યોજાશે : ૪ સ્થળોએ કાર્યક્રમનું જીવંત પ્રસારણ

રાજકોટ,તા.૧૭: મહાનગરપાલિકા અને શહેરી વિકાસ સત્ત્।ામંડળના પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નિર્માણ પામેલ કુલ ૩૭૯૦ આવાસોનું લોકાર્પણ તથા ૧૦૪૨ આવાસોનો નંબર ફાળવણી ડ્રો ઉપરાંત બી.એલ.સી. હેઠળ નિર્માણ પામેલ આવાસોનો ગૃહપ્રવેશ પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે તેમની વર્ચ્યુઅલ ઉપસ્થિતમાં કાલે શનિવારે યોજાશે.

આ અંગે સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિ.કમિશ્નર અમિત અરોરા, બાંધકામ કમિટી ચેરમેન કેતનભાઈ પટેલ અને હાઉસિંગ કમિટી ચેરમેન વર્ષાબેન રાણપરાએ જણાવ્યુ હતુ કે, મહાનગરપાલિકા દ્વારા અને શહેરી વિકાસ સત્ત્।ામંડળના સંયુકત ઉપક્રમે તા.૧૮મે શનિવારના રોજ સવારે ૧૧:૧૫ કલાકે, પૂ.પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ, રૈયા રોડ ખાતે આવાસોનો ડ્રો, આવાસોના નંબર ફાળવણી માટેનો અન્ય એક ડ્રો તથા બી.એલ.સી. હેઠળના આવાસોનો ગૃહ પ્રવેશ અંગેનો મુખ્ય સ્ટેજ કાર્યક્રમ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતમાં યોજાશે. જયારે આવાસોની જુદી જુદી સાઈટ ખાતે પણ આ અંગેના લાઈવ કાર્યક્રમ યોજાશે.

મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રૂ.૧૬૭ કરોડના ખર્ચે નિર્માણ પામેલ વિવિધ કેટેગરીના ૧૮૦૮ આવાસોનું લોકાર્પણ, ૧૦૪૨ આવાસોનો નંબર ફાળવણી ડ્રો, બી.એલ.સી. હેઠળ રૂ. ૧૭.૦૪ કરોડના ખર્ચે નિર્માણ પામેલ ૪૮૭ આવાસોનો ગૃહ પ્રવેશ ઉપરાંત રાજકોટ શહેરી વિકાસ સત્ત્।ામંડળ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં એ.એચ.પી. હેઠળ રૂ. ૧૬૬.૮૩ કરોડના ખર્ચે ૧૯૮૨ આવાસનું લોકાર્પણ અને બી.એલ.સી. હેઠળ રૂ.૩૩.૯૫ કરોડના ખર્ચે નિર્માણ પામેલ ૯૭૦ આવાસોનો ગૃહ પ્રવેશ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે તેમની વર્ચ્યુઅલ ઉપસ્થિતમાં યોજાશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની વિશેષ વર્ચ્યુઅલ ઉપસ્થિતિ રહેશે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડો.પ્રદિપ ડવ ઉપસ્થિત રહેશે. રાજયના પૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી તેમજ મંત્રી અરવિંદભાઈ રૈયાણીની પ્રેરક ઉપસ્થિતિ રહેશે.

મુખ્ય સ્ટેજ કાર્યક્રમ પૂ.પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ, રૈયા રોડ ખાતે યોજાશે. જયારે આવાસ યોજના પ્લોટ નં.૨ઇ, સીતાજી ટાઉનશીપ પાસે, અંબિકાનગર, ૮૦ ફૂટ રોડ, મવડી,આવાસ યોજના પ્લોટ નં. ૧૦૪, શિવધામ સોસા.સામે, વિમલનગર મેઈન રોડ, વસંત માર્વેલની બાજુમાં, આવાસ યોજના પ્લોટ નં. ૪૪૬, રાણી ટાવર ની પાછળ, ય્ધ્ નગરની બાજુમાં યોગીનગરની પાછળ કાલાવડ રોડ, આવાસ યોજના પ્લોટ નં. લ્૩, દ્વારિકા હાઈટ્સની બાજુમાં, શ્રી કૃષ્ણ હવેલી પાસે, ૧૫૦ ફૂટ રીંગરોડ ખાતે પણ પ્રધાનમંત્રીના કાર્યક્રમોનું જીવંત પ્રસારણ કરવામાં આવશે.

રાજકોટ શહેરી વિકાસ સતા મંડળ,રાજકોટ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ એફોર્ડેબલ હાઉસીંગ હેઠળ કાલાવડ રોડ પર મુજંકા અને મોટામવા ખાતે ઇ.ડબલ્યુ.એસ.-૧ના ૧૧૫૨ આવાસના કામો રૂ.૭૮૯૪ લાખના ખર્ચે અને ઇ.ડબલ્યુ.એસ.-૨ના ૮૩૦ આવાસના કામો રૂ. ૮૭૮૯ લાખના ખર્ચે પુર્ણ કરી કુલ ૧૯૮૨ આવાસોનુ લોકાર્પણ થશે.

શહેરી વિકાસ સતા મંડળ,રાજકોટ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ એફોર્ડેબલ હાઉસીંગ હેઠળ રાજકોટના કાલાવડ રોડ પર મુજંકા, ટી.પી.૧૭, ફા.પ્લોટ ૭૩ખાતે ઇ.ડબલ્યુ.એસ.-૧ના ૭૮૪ યુનીટ(જી+૭) અને ટી.પી.૦૯, ફા.પ્લોટ ૯એખાતેઇ.ડબલ્યુ.એસ.-૧ના ૨૮૮ (જી+૮), ટી.પી.૧૭, ફા.પ્લોટ ૮૯ખાતેઙ્ગ ઇ.ડબલ્યુ.એસ.-૧ના ૮૦ યુનીટ(જી+૮) અનેઇ.ડબલ્યુ.એસ.-૨ના ૨૦૦ (જી+૮)યુનીટ,ટી.પી.૧૭,ફા.પ્લોટ ૮૦ખાતેઙ્ગ ઇ.ડબલ્યુ.એસ.-૨ના ૩૫૦ યુનીટ (જી+૧૪) અનેટી.પી.૦૯,ફા.પ્લોટ ૩૩એ ખાતે ઇ.ડબલ્યુ.એસ.-૨ના ૨૮૦ યુનીટ (જી+૧૪) મળી કુલ ૧૯૮૨આવાસ માટે રૂ.૧૬૬૮૩ લાખની કિંમત વાળા આવાસોનુ કામ 'ગ્રીન બિલ્ડીંગ' સંદર્ભ સાથે પુર્ણ કરેલ છે.

આ અવસરે સાંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય, પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ ઉદયભાઈ કાનગડ, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, જીતુભાઈ કોઠારી, નરેન્દ્રસિંહ ઠાકુર, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, વિરોધપક્ષ નેતા ભાનુબેન સોરાણી, શાસક પક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા વગેરે ઉપસ્થિત રહેશે.

આ વિસ્તારના આવાસ યોજનાના લોકાર્પણો થશે

રાજકોટ : મનપા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગોકુલનગર પાસે, જયપ્રકાશનગર પાસે, અંબિકા ટાઉનશીપ પાસે, રાણીટાવરની પાછળ, ૧૫૦ ફુટ રીંગ રોડ, શિવધામ સોસાયટી સહિતના વિસ્તારમાં નિર્માણ પામેલ ૧૮.૮ આવાસોનું લોકાર્પણ થશે.

(4:00 pm IST)