Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા ૬૭માં રેલ સપ્તાહની ઉત્‍સાહભેર ઉજવણી

ઉત્‍કળષ્ટ સેવાઓ બદલ ૮૩ રેલવે કર્મચારીઓ વ્‍યક્‍તિગત પુરસ્‍કાર થી સમ્‍માનિત

રાજકોટ : વેસ્‍ટર્ન રેલવેના રાજકોટ ડિવિઝનમાં ૬૭માં રેલ સપ્તાહની ઉજવણીનું ઉત્‍સાહભેર આયોજન કરવામાં આવ્‍યું હતું. રાજકોટ સ્‍થિત રેલવે ઓફિસર્સ ક્‍લબ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ડિવિઝનલ રેલવે મેનેજર અને મુખ્‍ય મહેમાન શ્રી અનિલ કુમાર જૈન દ્વારા વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન ઉત્‍કળષ્ટ કામગીરી બદલ ૮૩ રેલવે કર્મચારીઓને અને અધિકારીઓને વ્‍યક્‍તિગત પુરસ્‍કારો આપી ને તેઓને પ્રશસ્‍તિપત્ર અને સિલ્‍વર મેડલ એનાયત કરવામાં આવ્‍યા હતા. .

કાર્યક્રમની શરૂઆતમાં ડિવિઝનલ પર્સનલ ઓફિસર શ્રી મનીષ મહેતાએ મહેમાનોનું સ્‍વાગત કર્યું હતું. ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી જૈને આ પ્રસંગે એવોર્ડ મેળવનાર રેલવે કર્મચારીઓને અભિનંદન પાઠવ્‍યા હતા અને ભવિષ્‍યમાં વધુ સારી કામગીરી કરવા પ્રેરણા આપી હતી. શ્રી જૈને માહિતી આપી હતી કે, તાજેતરમાં ચર્ચગેટ, મુંબઈ ખાતે યોજાયેલા ૬૭મા રેલ સપ્તાહ એવોર્ડ સમારોહમાં વર્ષ ૨૦૨૧-૨૨ માટે ઉર્જા સંરક્ષણ, એકૌંટ્‍સ અને સલામતી ક્ષેત્રે ઉત્‍કળષ્ટ કામગીરી બદલ રાજકોટ રેલવે ડિવિઝન ને ત્રણ પ્રતિષ્ઠિત જનરલ મેનેજર કાર્યક્ષમતા શિલ્‍ડ અને વિવિધ વિભાગોના ૩ અધિકારીઓ અને ૧૨ કર્મચારીઓને વ્‍યક્‍તિગત સ્‍તરે જીએમ એવોર્ડ આપવામાં આવ્‍યા છે. રાજકોટ ડિવિઝનની મહેનતુ ટીમે કોરોના રોગચાળાને કારણે પડકારજનક પરિસ્‍થિતિનો સામનો કર્યો અને દેશના વિવિધ ભાગોમાં પ્રવાહી મેડિકલ ઓક્‍સિજન પહોંચાડ્‍યો.

શ્રી જૈને માહિતી આપતાં જણાવ્‍યું હતું કે ગત વર્ષે રાજકોટ ડિવિઝનમાં એક પણ ટ્રેન અકસ્‍માત થયો નથી જે ડિવિઝનની મહત્‍વની સિદ્ધિ છે. ભારતીય રેલવેમાં રાજકોટ સ્‍ટેશન એ સમગ્ર દેશમાં પ્રથમ સ્‍ટેશન છે જ્‍યાં ઁવન સ્‍ટેશન વન પ્રોડક્‍ટઁ યોજના હેઠળ ટેરાકોટા માટીના ઉત્‍પાદનોનો સ્‍ટોલ ઉભો કરવામાં આવ્‍યો હતો. હાલમાં, આ યોજનાને ડિવિઝનના ૪૧ સ્‍ટેશનો સુધી વિસ્‍તરણ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. માર્ગ સલામતીને ધ્‍યાનમાં રાખીને, વિભાગમાં ૧૬ લેવલ ક્રોસિંગ ગેટ દૂર કરવામાં આવ્‍યા હતા, જેમાંથી ૧૧ જગ્‍યાએ રોડ અન્‍ડર બ્રિજ બનાવવામાં આવ્‍યા હતા.

એન્‍જીનીયરીંગ વિભાગની ઉત્‍કળષ્ટ મેન્‍ટેનન્‍સ કામગીરીના કારણે ગત વર્ષે રેલવે ટ્રેક પર થનાર રેલ ફ્રેકચર શૂન્‍ય હતા જે રાજકોટ ડીવીઝનના ઈતિહાસમાં અત્‍યાર સુધીની શ્રેષ્ઠ કામગીરી છે. મિશન ઁઝીરો સ્‍ક્રેપઁ હેઠળ, રાજકોટ ડિવિઝન દ્વારા ગયા વર્ષે આશરે રૂ. ૨૧ કરોડનો ભંગાર વેચવામાં આવ્‍યો હતો જે ડિવિઝનના ઇતિહાસમાં અત્‍યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન છે. ગત વર્ષ દરમિયાન સુરેન્‍દ્રનગર-રાજકોટ સ્‍થિત વાંકાનેર-દલડી સેક્‍શનમાં ડબલ ટ્રેકનું કામ પૂર્ણ કરાયું હતું. આ સાથે જ ડિવિઝનમાં ૧૫૭ રૂટ કિલોમીટરના વિદ્યુતીકરણની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. આ સમારોહમાં વેસ્‍ટર્ન રેલવેના જનરલ મેનેજર દ્વારા એવોર્ડ મેળવનાર અધિકારીઓ અને કર્મચારીઓનું પણ ડિવિઝનલ રેલવે મેનેજર દ્વારા સન્‍માન કરવામાં આવ્‍યું હતું.

આ દરમિયાન એક રસપ્રદ સાંસ્‍કળતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમનું સંચાલન વેલ્‍ફેર વિભાગના ઇતપેક્‍ટર શ્રી શૈલેષ મકવાણા એ કર્યું હતું. કાર્યક્રમના અંતે  અસિસ્‍ટેંટ પર્સનલ ઓફિસર શ્રી અનિલ શર્માએ આભાર વ્‍યકત કર્યો હતો. આ કાર્યક્રમમાં એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી ગોવિંદ પ્રસાદ સૈની, વેસ્‍ટર્ન રેલવે મહિલા કલ્‍યાણ સંસ્‍થા રાજકોટના ઉપપ્રમુખ શ્રીમતી મીતા સૈની, વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ અને ટ્રેડ યુનિયન, એસસી/એસટી અને ઓબીસી એસોસિએશનના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્‍યામાં રેલવે કર્મચારીઓ પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

(3:25 pm IST)