Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

સુચનો સાંભળ્‍યા વગર ઘડી કઢાયેલા નિયમોથી સિવિલ એન્‍જીનીયરર્સ પ્રોફેશનલોને મોટી મુંજવણ : સુધારાની માંગ સાથે મળી ગયેલ બેઠક

રાજકોટ : ગુજરાતના તમામ સિવિલ એન્‍જીનીયરીંગ સંબંધિત વ્‍યવસાયિક સંસ્‍થાઓના ૧૦૮ સીવીલ એન્‍જીનીયરીંગ વ્‍યવસાયીકોની હાજરી સાથેની એક બેઠક ગુજરાત ઇન્‍સ્‍ટીટયુટ ઓફ સિવિલ એન્‍જીનીયર્સ એન્‍ડ આર્કીટેકટના નેજા હેઠળ યોજાઇ હતી. આ મટીંગનો ઉદેશ્‍ય ગુજરાત પ્રોફેશનલ સિવિલ એન્‍જીનિયર્સ એકટ, નિયમો અને વિનિયમોની ચર્ચા કરોનો અને તેનો વિરોધ કરવાનો હતો. લોકોના વાંધા સુચનો મંગાવ્‍યા વગર ઘડી કઢાયેલ નિયમોથી સિવિલ એન્‍જીનીયરીંગ પ્રોફેશનલ્‍સ માટે મુંજવણો સર્જાઇ હોવાનો આક્રોશ આ બેઠકમાં વ્‍યકત થયો હોત. નિયમોમાં સુધારો કરવાઅને રજુ કરાયેલ તમામ મુદ્દાઓનું નિરાકરણ ન આવે ત્‍યાં સુધી કોઇ પણ સિવિલ એન્‍જીનીયર પ્રોફેશનલ એન્‍જીનીયરની નોંધણી માટે અરજી નહીં કરે અથવા પરીક્ષામાં હાજર નહીં રહે તેવો ઠરાવ કરાયો હતો. મીટીંગમાં એસોસીએશન ઓફ કન્‍સલ્‍ટીંગ સિવિલ એન્‍જીનીયર્સ રાજકોટમાંથી પ્રમુખ ગૌરવ સોલંકી, સેક્રેટરી નિશાંત દોમડીયા, આઇ.પી.પી.ઓ. ધર્મેન્‍દ્ર મિરાણી, નિલેશ કારીયાએ ઉપસ્‍થિત રહી પોતાના સુચનો રજુ કર્યા હતા.

(3:24 pm IST)