Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

સમસ્‍ત સોની સમાજ મહાસંઘ દ્વારા રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્‍ટ સંપન્‍ન : ૩૨ ટીમોએ ભાગ લીધો

રાજકોટ : સમસ્‍ત સોની સમાજ મહાસંઘ દ્વારા જીમખાના કલબ મેદાન ત્રિકોણબાગ ખાતે સમાજના ક્રિકેટ પ્રેમી યુવાનો માટે તાજેતરમાં ઓપન ગુજરાત રાત્રી પ્રકાશ ટેનિશ ક્રિકેટ ટુર્નામેન્‍ટનું આયોજન કરાયુ હતુ. જેમાં અમદાવાદ, સુરત, બરોડા, રાજકોટ, મોરબી, વાંકાનેર મળી અલગ અલગ શહેરની કુલ ૩૨ ટીમોએ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો. દરરોજ પ મેચ રમાડવામાં આવતા. જે. એન. ગોલ્‍ડ ચેલેન્‍જર્સ કપ દ્વારા ચેમ્‍પીયન ટ્રોફી, રનર્સઅપ ટ્રોફી તથા રોકડ પુરસ્‍કાર અને ઇનામોની વણઝાર રાખવામાં આવી હતી. ટુર્નામેન્‍ટમાં આમંત્રિત મહેમાનોમાં વૈષ્‍ણવાચાર્ય પૂ. પુરૂષોતમલાલજી મહારાજ રસકુંજ હવેલી, કર્ણાટકના પૂર્વ રાજયપાલ વજુભાઇ વાળા, સાંસદ મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્‍ય ગોવિંદભાઇ પટેલ, મ્‍યુ. કોર્પોરેશન વોટર વર્કસ સીમતિના ચેરમેન દેવાંગભાઇ માંકડ, વોર્ડ નં. ૧૪ ના કોર્પોરેટર વર્ષાબેન રાણપરા, શહેર ભાજપ મંત્રી અરૂણાબેન આડેસરા, બક્ષીપંચ મોરચાના મંત્રી સંદીપભાઇ ડોડીયા, મહીલા અગ્રણી જુલીબેન લોઢીયા, સીલ્‍વર એસો.ના પ્રમુખ મનુભાઇ એ-વન, સોની સમાજના અગ્રણી દીનુમામા, જે. એન. ગોલ્‍ડવાળા નીતિનભાઇ, મવડી ગોલ્‍ડ ડીલર એસો.ના વેપારીઓ, રાજેશભાઇ ફીચડીયા, શ્રી ધોળકીયા, ભરતભાઇ ભીંડી, રજનીભાઇ કાત્રોડીયા વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા. સમગ્ર ટુર્નામેન્‍ટને સફળ બનાવવા અરવિંદભાઇ રાણીંગા, કાંતિભાઇ ધકાણ, કેતનભાઇ પાટડીયા, રાજુભાઇ લોઢીયા, બાબાલાલ ફીચડીયા, વિશાલભાઇ માંડલીયા, શૈલેષભાઇ પાટડીયા, વિરેન બારભાયા, રવિકાંત વાગડીયા, સંજય માંડલીયા, દેવાંગ પટણી, રવિ પાલા, કુમારભાઇ ધાનક, રવિ રાણીંગા, જયવંતભાઇ પાટડીયા, જીજ્ઞેશભાઇ વાગડીયા, નયનભાઇ રાણપરા, યશ અખેણીયા, દુર્ગેશભાઇ આડેસરા, સુબોધભાઇ રાધનપુરા, જયેશભાઇ પાટડીયા, મનોજભાઇ રાણપુરા, કમલેશ વઢવાણા, સ્‍મિત પાટડીયાએ જહેમત ઉઠાવી હતી.

(3:23 pm IST)