Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

રાજકોટ જિલ્લામાં ‘નો ડ્રોન ઝોન' સંબંધિત જાહેરનામુ

રાજકોટ તા. ૧૮: રાજકોટ જિલ્લા મેજિસ્‍ટ્રેટશ્રી અરુણ મહેશ બાબુએ રાજકોટ ગ્રામ્‍ય વિસ્‍તારમાં આવેલ વાઈટલ  ઈન્‍સ્‍ટોલેશન,  સેન્‍સેટિવ એરિયા જેવા કે વી.વી.આઈ.પી. રહેણાંક, અગત્‍યની સરકારી કચેરી સહીત સબ સ્‍ટેશન, મંદિરો, મસ્‍જિદ, ડેમ, ડેમસાઇટ, પુલ, વોટર ટ્રીટમેન્‍ટ  વગેરેની સુરક્ષાને ધ્‍યાને લઈ ‘નો ડ્રોન ઝોન' જાહેર કરવામાં આવ્‍યો છે.
આ વિસ્‍તારમાં રિમોટ કંટ્રોલ સંચાલિત કેમેરા લગાડેલા  ડ્રોન અથવા એરિયલ મિસાઈલ, હેલીકોપ્‍ટર ,  રિમોટ કંટ્રોલ માઇક્રોલાઇટ , એરક્રાફટ કે  પેરાગ્‍લાઈડર જેવા  સંસાધનો પર પ્રતિબંધ ફરમાવ્‍યો છે.
આ વિસ્‍તારમાં જુદાજુદા કારણોસર ડ્રોનથી શૂટિંગ કરવાની પરવાનગી માન્‍ય  પોલીસ અધિકારી પાસેથી મેળવવાની રહેશે. આ આદેશો તા.૩.૬.૨૨ સુધી અમલી રહેશે, જેનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

 

(3:32 pm IST)