Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

આવશ્‍યક ચીજવસ્‍તુ ધારાના કેસમાં આરોપીને છ માસની સજા ફરમાવતી અદાલત

ગેરકાયદે કેરોસીનનો જથ્‍થો રાખવા અંગે થયેલ કેસમાં

રાજકોટ તા.૧૮: આરોપી નઇમ મસુૃદ સોદાગરને રાજકોટના અધિક ચિફ જ્‍યુડીશ્‍લ મેજીસ્‍ટ્રેટ એસ.એસ.કાળેની કોર્ટે  ૬ માસની કેદ અને દશ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
આ કેસની ટુંકમાં હકીકત એવી છે કે, સને ૨૦૦૫ માં જિલ્લા પુરવઠા અધિકારી આર.કે.મહેતા અને પુરવઠા નિરીક્ષકના ચેકીંગ દરમિયાન આરોપી નઇમ મસુખ સોદાગર પોતાના કબજા ભોગવટામાં રજીસ્‍ટ્રેશન વગર ગેરકાયદેસર રીતે ફ્રી સેલ સફેદ કેરોસીન રાખી તે કેરોસીનમાં વાદળી રંગના જાહેર વિતરણના કેરોસીન મિશ્રણ સાથે કેરોસીનના ૨૧૫૬ લીટર જથ્‍થા સાથે અનઅધિકૃત રીતે રાખી રંગેહાથ ઝડપાઇ આવેલ હોય જેની ફરીયાદ મામલતદારશ્રી એ.આર. ભોજાણીએ આવશ્‍યક ચીજ વસ્‍તુ ધારા ૧૯૫૫ની કલમ-૩ અને ૭ હેઠળ ફરીયાદ નોંધાવેલ હતી.
ફરીયાદ પક્ષે એ.પી.પી.આર.એસ. સિન્‍ધી એ સખત વિરોધ કરીને નામદાર હાઇકોર્ટ તથા સર્વોચ્‍ચ અદાલતના ચુકાદાઓ રજુ રાખીને ધારદાર દલીલો કરીને જણાવેલ હતું કે આરોપી નઇમ મસુદભાઇ સોદાગરને અસમાજીક ગુના માટે તકસીરવાન ઠેરવવામાં આવેલ છે અને તેમને પ્રોબેશનનનો લાભ આપવો ફરીયાદ પક્ષ માટે ઘણો અન્‍યાયી અને સમાજ માટે ઘણો ઘાતક સાબીત થશે. વધુમાં જણાવેલ કે નઇમ મસુદભાઇ સોદાગર ઉપર આ ગુન્‍હા સિવાય વધુ એક આવશ્‍યક ચીજ વસ્‍તુધારા ૧૯૫૫ ની કલમ-૩ અને ૭ હેૃઠળ તથા પ્રાણઘાત હથિયારો સાથે હુલ્લડ કરવું, રાજય સસવક ઉપર હુમલો કરવો, મારામારી, ધમકી, હુમલો કરવા માટે ગૃહ અપ-પ્રવેશ, આગ/સ્‍ફોટક પદાર્થ વાપરી બગાડ કરવો, જાહેર મિલકતને નુકશાન કરવું વિગેરે જેવા અનેક ગુનાઓ નોંધાયેલ છે. આથી આવા રીઢા ગુનેગારને પ્રોબેશનનો લાભ આપવામાં આવશે તો ભવિષ્‍યમાં પણ ગુનાઓ કરવા પ્રેરાઇ તેવી પુરેપુરી સંભાવનારઓ રહેલ છે જેથી આવા રીઢા ગુનગારોને પ્રોબેશનનો લાભ આપી શકાય નહી. તેમજ સામાન્‍ય માણસનો ન્‍યાય પર હંમેશની માટે વિશ્વાસ બેસી રહે અને આવા રીઢા ગુનેગાર બીજી વાર ગુનો કરવા તરફ પ્રેરાઇ નહી તથા સામાજમાં દાખલો બેસે અને આવશ્‍યક ચીજ વસ્‍તુઓનો કાળાબજાર કરતા ગુનેગારોમાં ભય બેસે જેથી આરોપી નઇમ મસુદભાઇ સોદાગરને વધુમાં વધુ સજા કરવા ફરીયાદ પક્ષે એ.પી.પી.આર. એસ. સિન્‍ધી દ્વારા દલીલો કરવામાં આવેલ હતી.
 સદરહું કેસમાં કોર્ટમાં રજુ રાખવામાં આવેલ પુરાવાઓ તેમજ ફરીયાદ પક્ષે એ.પી.પી. આર.એસ.સિન્‍ધી એ કરેલ રજૂઆતોને ધ્‍યાને લઇને અધિક ચિફ જયુડીશ્‍યલ મેજીસ્‍ટ્રેટ એસ.એસ.કાળે એ આરોપી નઇમ મસુખભાઇ સોદાગરને આવશ્‍યક ચિજ વસ્‍તુ ધારા ૧૯૫૫ની  હેઠળ કલમ-૩ અને ૭ હેઠળ તકસીરવાન ઠરાવીને છ માસની કેદ અને રૂ.૧૦,૦૦૦/- પુરાનો દંડ કરીને સજા ફટકાવેલ છે.

 

(11:51 am IST)