Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

લખતર પાસે ચાલુ ટ્રેનમાંથી પટકાતા ગોપાલનગરના મીતાબેન શાહનું મોત

દવા લઇ મુંબઇથી પતિ, દિકરી, જમાઇ સાથે પરત આવતી વખતે બનાવઃ મૃતદેહનું રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ફોરેન્‍સિક પોસ્‍ટ મોર્ટમ કરાવાયું

રાજકોટ તા. ૧૮: સુરેન્‍દ્રનગરના લખતર નજીક ટ્રેનમાંથી પડી જતાં રાજકોટના ગોપાલનગરના વણિક વૃધ્‍ધાનું મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

જાણવા મળ્‍યા મુજબ ઢેબર રોડ પર ગોપાલનગર ૧-બીમાં રહેતાં મીતાબેન પ્રતાપભાઇ શાહ (ઉ.વ.૬૫) મુંબઇથી ૧/૫ના રોજ હમસફર ટ્રેનમાં બેસી રાજકોટ  પતિ, દિકરી, જમાઇ સાથે આવી રહ્યા હતાં ત્‍યારે લખતર બજરંગપુરા રેલ્‍વે સ્‍ટેશન નજીક અકસ્‍માતે ચાલુ ટ્રેનમાંથી પડી જતાં ઇજા થતાં સુરેન્‍દ્રનગર સારવાર હેઠળ હતાં. તેમનું ગઇકાલે ત્‍યાં મૃત્‍યુ નિપજતાં ત્‍યાંની પોલીસે પોલીસે મૃતદેહને ફોરેન્‍સિક પોસ્‍ટ મોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડયો હતો. હેડકોન્‍સ. ખેંગારસિંહના કહેવા મુજબ મૃત્‍યુ પામનર મીતાબેનની મુંબઇ દવા ચાલુ હોઇ તેઓ ત્‍યાં ગયા હતાં અને પરત પતિ, દિકરી, જમાઇ સાથે ટ્રેનમાં રાજકોટ આવી રહ્યા હતાં ત્‍યારે આ બનાવ બન્‍યો હતો. તેમને સંતાનમાં બે પુત્રી છે.

(11:42 am IST)