Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

રાજકોટના બહુમતિ નાગરિકો ભાજપની વિકાસની વિચારધારાના સમર્થકો છેઃ મનિષભાઈ રાડિયા

લોકસંપર્ક દરમ્યાન વોર્ડનં.૨ના ભાજપના ઉમેદવારોના લોકો સાથેના સીધા સંવાદો : ભાજપ શાસને નિઃસહાય લોકોના હિતમાં ભૂ-માફિયાઓને ભોં માં ભંડારી દીધાં: જયમીન ઠાકર ં: વોર્ડ નં.૨ના શ્રોફ રોડને સંલગ્ન વિસ્તારોમાં વર્ષોથી ભાજપનું પ્રભુત્વ અકબંધ છેઃ દર્શિતાબેન શાહ

રાજકોટ,તા.૧૮: રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીના મતદાન આડે હવે ત્રણ દિવસ બાકી છે, આ ચૂંટણીઓના પરિણામનું ચિત્ર હવે સ્પષ્ટ થતું જાય છે. ભારતીય જનતા પક્ષને રાજકોટના મતદારો ઉપર દૃઢ વિશ્વાસ છે કે છેલ્લાં ૪૫ વર્ષથી ભાજપ શાસનને પસંદ કરતી આવતી પ્રજા આ ચૂંટણીમાં ભાજપ તરફી વધારેમાં વધારે મતદાન કરીને નાગરિક તરીકેની પરિપકવતાની પરીક્ષામાં ઉત્તીર્ણ થશે, રાજકોટના બહુમતિ નાગરિકો ભાજપની વિકાસની વિચારધારાના સમર્થકો છે, ભાજપના વિજયરથને સાર્વત્રિક સમર્થન મળી રહ્યું છે.

ગઈકાલ વોર્ડ નં.૨ની ભાજપની પેનલના ૈઉમેદવારો મનિષભાઈ રાડિયા, જયમીન ઠાકર, દર્શિતાબેન શાહ અને મીનાબા જાડેજાએ તેઓના કાર્યકરોની સંગાથે શહેરના શ્રોફરોડને  સંલગ્ન વિસ્તારો ગેલેકસી ટાઉન હોમ એપાર્ટમેન્ટ, અમી એપાર્ટમેન્ટ, પ્રભાત કોમ્પ્લેક્ષ, ગિરનાર સોસાયટી, નકુમ શેરી અને ગર્વમેન્ટ પ્રેસ કોલોની આસપાસના વિસ્તારોમાં ઘરે ઘરે ઘનિષ્ઠ લોક સંપર્ક કરીને આ વિસ્તારના વર્ષોથી સ્થિત પ્રબુધ્ધ લોકો સાથે સીધો સંવાદ કરતાં ભાજપના ઉમેદવાર મનીષભાઈ રાડિયાએ મતદાર પરિવારોને કહ્યું કે, રાજકોટના બહુમતિ સમજદાર નાગરિકો ભાજપની વિકાસની વિચારધારાના સમર્થકો છે, આ વોર્ડમાં વર્ષોથી ભાજપનું પ્રભુત્વ રહ્યું છે. અન્ય ઉમેદવાર જયમીન ઠાકરે લોકસંપર્ક દરમ્યાન લોકોને માહિતી આપતાં કહ્યું કે, ભાજપ શાસને હિંમત કરીને નિઃસહાય લોકોના હિતમાં દાદાગીરીથી ગરીબ અને નબળા લોકોની જમીન- મિલ્કતોના કબજા લઈ લેતાં હતાં આવા ભૂ- માફિયાઓને ભોંમાં ભંડારી દીધાં છે. વોર્ડ નં.૨ના શિક્ષિત અને આ વોર્ડમાં બીજી વખત ચૂંટણી લડતાં ડો.દર્શિતાબેન શાહે લોકો સાથેની વાતચીતમાં ગૌરવ વ્યકત કરતાં કહ્યું કે, આ વોર્ડના શ્રોફરોડને સંલગ્ન તમામ વિસ્તારોમાં વર્ષોથી ભાજપનું પ્રભુત્વ અકબંધ રહ્યું છે, ભાજપ પ્રત્યેના વિશ્વાસની લોકો આ ચૂંટણીમાં અમને પ્રતિતિ કરાવશે એવી દર્શિતાબેને આશા વ્યકત કરી હતી. લોકસંપર્ક દરમ્યાન આ વિસ્તારના આગેવાનો સાથે રહ્યાં હતાં, નકુમ શેરીના આગેવાનોએ તો આ ચૂંટણીમાં ભાજપ તરફી મતદાન કરવા ખુલ્લે આમ ખાત્રી આપી હતી.

વોર્ડનં.૨ના ભાજપ ઉમેદવારોની લોકસંપર્ક યાત્રામાં સ્થાનિક નાગરિકો રાજુભાઈ વખારીયા, ફાલ્ગુનીબેન મજેઠીયા, મુકેશભાઈ દોશી સહિત વિવિધ વિસ્તારના ભાજપના સમર્થકો તથા ભાજપના આગેવાન કાર્યકરો નરેન્દ્રસિંહ ઠાકુર, અતુલભાઈ પંડિત,  લાલભાઈ પોપટ, દશરથભાઈ વાળા, ભાવેશભાઈ ટોયટા, કમલભાઈ ભટ્ટ, માજી કોર્પોરેટર ધર્મેન્દ્રભાઈ મીરાણી, જયેશભાઈ ડાવેરા, ગૌતમભાઈ વાળા, જયદીપસિંહ ચૌહાણ, પંકજભાઈ જોષી, મયુરભાઈ રાડિયા, અર્જુનભાઈ રાડિયા, પુષ્કરભાઈ જૈન, મૃણાલ રાવલ, હાર્દિકભાઈ બોરડ, અમરીશ વાળા, પ્રયાગ વાળા, મહિલા આગેવાનો દીપાબેન કાચા, સીમાબેન અગ્રવાલ, રસિદાબેન સીદી, પલ્લવીબેન દોશી, દુર્ગાબેન રાજયગુરૂ, નયનાબા રાણા, દેવ્યાનીબેન રાવલ, જાગૃતિબા જાડેજા, યોગીતાબા જાડેજા, રંજનબેન ચૌહાણ, શુસિલાબા રાણા વગેરે જોડાયા.

(3:14 pm IST)