Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

કોંગ્રેસમાંથી ર૮૦ કાર્યકરોની ચુંટણી લડવા દાવેદારી

વોર્ડ નં. ૧ થી ૧૮ માટે પ્રદેશ નિરિક્ષકો દ્વારા બે દિવસ સુધી ઉમેદવાર પસંદગી માટે સેના પ્રક્રિયા પુર્ણઃ મોટા ભાગનાં ગત ટર્મનાં કોર્પોરેટરોને ફરી લડવાની ઇચ્‍છાઃ પુર્વ ડે.મેયર, ભરત મકવાણા, મોહન સોજીત્રા સહીતનાં જુના જોગીઓ પણ ચુંટણી લડવા થનગની રહયા છે

રાજકોટ, તા., ૧૮: મહાનગર પાલીકાની ચુંટણી માટે ઉમેદવારોની પસંદગી માટેની સેન્‍શ પ્રક્રિયા શહેર કોંગ્રેસ દ્વારા પુર્ણ કરી લેવાઇ છે. જેમાં ર૮૦ જેટલા કાર્યકરોએ ચુંટણી લડવા દાવેદારી નોંધાવી છે.

શહેર કોંગ્રેસનાં વર્તુળોના જણાવ્‍યા મુજબ શની-રવી એમ બે દિવસ માટે પ્રદેશ નિરીક્ષકો શૈલેષ પરમાર, અમીબેન યાજ્ઞીક, નરેશ રાવલ દ્વારા વોર્ડ નં. ૧ થી ૧૮નાં ઉમેદવારોની પસંદગી માટે શહેર કોંગ્રેસનાં કાર્યકરો આગેવાનોની સેન્‍શવિધિ હતી અને બે દિવસમાં ર૮૦ લોકોએ ચુંટણી લડવા દાવેદારી નોંધાયેલ. અને તેમાં મોટા ભાગના ગત ટર્મમાં કોર્પોરેટર રહી ગયેલા કોર્પોરેટરોએ ચુંટણી લડવા ઇચ્‍છા દર્શાવેલ. વોર્ડ નં. ૧૬માંથી સૈયદ ખલીફમીયા સુલતાન ીમયા બુખારી, હારૂનભાઇ ઠેબા, રોજીબેન ઠેબા, અનુભાઇ ઠોરીયા, મકસુદભાઇ ચાવડા, ઇબ્રાહીમભાઇ સોરા, રહીમભાઇ સોરા વગેરેએ સેન્‍શ આપ્‍યાનું જાણવા મળ્‍યું છે.

(4:39 pm IST)