Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

રૂડા અને મહાનગર પાલીકાના આવાસ યોજનામાં રૂ.૩૦૦ ના સ્ટેમ્પ સોગંદનામા અંગે પ્રજામાંં રોષ

રૂ.પ૦નો સ્ટેમ્પ નિયત કરેલ છે તેના બદલે રૂ.૩૦૦નો સ્ટેમ્પઃ એડવોકેટ વિપુલ સોંદરવા

રાજકોટ તા. ૧૮ : હાલમાં રાજકોટ શહેરી વિકાસ સતા મંડળ (રૂડા) અને રાજકોટ મહાનગરપાલીકા (આર.એમ.સી.) મારફત જે શહેરીજનોને પોતાનું ઘર ન હોય તેમને માટે આવાસ યોજના અંતગર્ત ફલેટ આપવા માટે ફોર્મનું વિતરણ (રૂ.૧૦૦/- નોન રીફં૯ેબલ લઇ) શરૂ કરાયેલ છે. જેમાં શહેરીજનો આવાસની સંખ્યા કરતા સામે મોટી સંખ્યામાં ફોર્મ લઇને બહોળી સંખ્યામાં ભાગ લઇ રહ્યા છે. અને સરકારની આ યોજનાનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે, જે સારી બાબત છે. જે તમામ ફોર્મ ભરાયા બાદ યોગ્ય ફોર્મનો ડ્રો કરીને ફલેટ ફાળવવામાં આવશે.

પરંતુ ફોર્મ સાથે જોડવામાં આવતું પરિશિષ્ટ-રનું સોગંદનામું હાલમાં રૂ. ૩૦૦/-નો સ્ટેમ્પ ઉપર કરવામાં આવતા, ફોર્મ ભરનાર દરેક નાગરીકને વધારાનો બોજ સહન કરવો પડેછે. દરેક શહેરીજનોને હાલના કોરોના કાળમાં પણ પોતાનું ગુજરાન માંડમાંડ ચાલવવા મજબુર બન્યા હોય, ત્યારે તંત્ર દ્વારા જે ગત વખતે રૂ.૧૦૦/-ના સ્ટેમ્પ ઉપર સોગંદનામું હતં તે આ વખતે રૂ.૩૦૦/-ના સ્ટેમ્પ ઉપર કરવાનું કહેવામાં આવતા ત્રણ ગણી સ્ટેમ્પ ડયુટી ચુકવવી પડે છે. અત્રે ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા સોગંદનામામાં નિયત કરેલ સ્ટેમ્પ તો રૂ.પ૦/-નો જ હોય છે, છતા પણ રૂડા અને આર.એમ.સી. ના આવાસ યોજનાના ફોર્મમાં રૂ.૩૦૦/- જેવી રકમનો સ્ટેમ્પ વાપવરાનો આગ્રહ રખાતા લોકોમાં રોષની લાગણી વ્યાપી છે અને લોકો આ બાબતે પોતાની વ્યથાને વાચા આપવા માંગે છે.

આ તબકકે એક સુજાવ છે કે, તંત્ર દ્વારા આ પ્રકારની યોજનામાં ફકત લાભાર્થીને ફોર્મ ભરીને સાથેના જરૂરી પુરાવાઓ જ જોડવાનું કહેવામાં આવે અને જયારે ડ્રો સિસ્ટમ મારફત તેમને આવાસની ફાળવણી કરવામાં આવે ત્યારે જ તેમની પાસેથી આ પ્રકારના પરિશિષ્ટ-રના સોગંદનામાં કે અન્ય વધારાના ખર્ચ થાય તેવા દસ્તાવેજો માંગીને તેમને આવાસ ફાળવવામાં આવે જેથી લોકોને વધારાના ખર્ચ પણ ન થાય અને લોકોમાં પણ સરકાર અને તેમની ઉમદા સરકારી નીતીઓ પ્રત્યે માન ઉદ્ભવે તેમ એડવોકેટ વિપુલ સોંદરવાએ જણાવ્યું છે.

(3:36 pm IST)