Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

NSS એવોર્ડ માટેની સ્ક્રીનિંગ કમિટિમાં ડો.ઇરોસ વાજાની વરણી

એમીનન્ટ પર્સન તરીકે સ્ટેટ/નેશનલ પસંદગી કરશે

રાજકોટ, તા.૧૮: ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢના કુલપતિશ્રી  પ્રો.(ડો.) ચેતનભાઇ ત્રિવેદીની સૂચનાથી (NSS) કો-ઓર્ડીનેટર ડો.પરાગ દેવાણી દ્વારા રાષ્ટ્રીય સેવા યોજના (NSS) એવોર્ડ ૨૦૧૯-૨૦ માટેની સ્ક્રીનિંગ કમિટીમાં સૌરાષ્ટ્ર, અંગ્રેજી બોર્ડના ચેરમેન અને માતુશ્રી વીરબાઇમાં મહિલા આર્ટસ કોલેજના અંગ્રેજી વિભાગના વડા ડો.ઇરોસ વાજાની મો.૯૮૭૯૭૯૧૪૧૬ એમીનન્ટ પર્સન તરીકે નિમણુંક થતા શિક્ષણવિદોમાં આનંદની લાગણી વ્યાપી છે.

રાષ્ટ્રીય સેવા યોજના (NSS) અંતર્ગત દર વર્ષે રાષ્ટ્ર સેવાના વિવિધ કાર્યો જેવા કે શિક્ષણ, આરોગ્ય, પોષણ, પર્યાવરણ, સમાજસેવા, સ્ત્રી સશકિતકરણ, આર્થિક વિકાસ, રાહત અને બચાવ કાર્યો વિગેરે ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કોલેજના પ્રોગ્રામ ઓફિસર તથા સ્વયંસેવકોને સ્ટેટ/નેશનલ એવોર્ડ તથા રોકડ રકમ આપી સરકારશ્રીના NSS વિભાગ દ્વારા બિરદાવવામાં આવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ડો.વાજા અંગ્રેજી તેમજ પત્રકારત્વ જેવા વિષયોમાં Ph.D. ની ડિગ્રીઓ ધરાવે છે. તેઓ કેનેડા, અમેરિકા, રશિયા, દુબઇ, જેવા દેશોના શૈક્ષણિક પ્રવાસો કરી ચૂકયા છે. ઉપરાંત ઇન્ડિયન એસોસીએશન ફોર કેનેડિયન સ્ટડીઝ જેવી ૧૨૮ દેશોમાં ફેલાયેલી આંતરરાષ્ટ્રીય સંસ્થાના મેમ્બર ઓફ એકઝેકયુટીવ કાઉન્સિલ તથા ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીના એકેડેમિક કાઉન્સેલ તરીકે પણ સેવાઓ આપી રહ્યા છે. તેઓના સંશોધન પત્રો રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાના સામાયિકોમાં છપાતા રહ્યા છે.

(12:03 pm IST)