Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

ગાર્ડી વિદ્યાપીઠના પારસ પરમારને BE મીકેનીકલમાં ગોલ્‍ડ મેડલ એનાયત

રાજકોટ :  ગાર્ડી વિદ્યાપીઠના વિદ્યાર્થી પારસ રમેશભાઇ પરમારે GTU માં BE-મિકેનીકલમાં ગોલ્‍ડ મેડલ હાંસલ કરી સમગ્ર ગુજરાતમાં ગાર્ડી વિદ્યાપીઠ ડંડો વગાડયો છે. તાજેતરમાં GTU દ્વારા ગાંધીનગરના મહાત્‍મા મંદિર ખાતે યોજાયેલ કોન્‍વોકેશન સમારંભમાં રાજયના મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્‍તે પારસને ગોલ્‍ડમેડલ અને સર્ટીફીકેટ એનાયત થયા તેણે ૧૦ માંથી ૯.૭૧ CGPA હાંસલ કરી BE મિકેનિકલમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU)ની તમામ એન્‍જીનિયરીંગ કોલેજના વિદ્યાર્થીઓમાં પ્રથમ સ્‍થાન પ્રાપ્ત કર્યુ છે. સામાન્‍ય સતવારા પરિવારમાંથી આવતો પારસ, પોતાની સફળતા માટે હાર્ડવર્ક સાથે સ્‍માર્ટ વર્ક અને બી.એચ.ગાર્ડી કોલેજ ઓફ એન્‍જીનિયરીંગ એન્‍ડ ટેકનોલોજીને સમગ્ર શ્રેય આપે છે. પારસના પિતા, રમેશભાઇ મુળ ભાણવડના વતની, પણ ઘણા સમયથી રાજકોટમાં તેમના પુત્રો પારસ અને તેના નાનાભાઇ જયદિપના સારા ભણતર માટે સ્‍થાયી થયા છે. અને શાપરમાં કારખાનામાં કામ કરે છે. જયારે માતા હંસાબેન હાઉસ વાઇફ છે. પારસને ઘોરણ-૧રમાં ૯૧ BE હતા અને તેને સિલેકશન મળતા તેણે ગાર્ડી વિદ્યાપીઠ સંચાલીત બી.એચ. ગાર્ડી કોલજે ઓફ એન્‍જીનીયરીંગ એન્‍ડ ટેકનોલોજી પસંદ કરી હતી.  પારસ પરમારને મળેલ સફળતા અને સિધ્‍ધિ બાદ સંસ્‍થાની મુલાકાતે આવેલ ત્‍યારે સંસ્‍થાના ચેરમેન ડી.વી. મહેતા વાઇસ ચેરમેન કિરણ શાહ, મેનેજીંગ ડાયરેકટર જય મહેતા અને એન્‍જીનિયરીંગ વિભાગના પ્રિન્‍સિપલ વિરાંગ ઓઝા દ્વારા તેનો તથા તેના પરિવારને અભિનંદન પાઠવવામાં આવ્‍યા હતા.

(4:12 pm IST)