Gujarati News

Gujarati News

News of Sunday, 17th October 2021

પ્રતિબંધીત માદક પદાથૅ ઓપીયમ ડેરીવેટીવ્સ તથા ગાંજા સાથે મોચી બજારના મકસુદને રાજકોટ શહેર એસઓજીએ પકડ્યો

પીઆઈ આર.વાય.રાવલ, પીએસઆઇ ટી.બી.પંડયા, હેડકોન્સ.મોહીતસિંહ જાડેજા, કોન્સ. રણછોડભાઇ આલ, હીતેષભાઇ પરમાર તથા કૃષ્ણદેવસિંહ જાડેજાની કામગીરી

રાજકોટ: શહેર એસઓજીની ટીમે કેસરી પૂલના છેડેથી મોચીબજારના શખ્સને પ્રતિબંધિત ડ્રગ તથા ગાંજા સાથે પકડી લીધો છે.

એસ.ઓ.જી. ના પીઆઇ આર.વાય. રાવલની રાહબરીમાં પો.સબ.ઇન્સ. ટી.બી.પંડયા, હે.કો. મોહીતસિંહ જાડેજા, પો.કોન્સ. રણછોડભાઇ આલ તથા હીતેષભાઇ પરમાર તથા કૃષ્ણદેવસિંહ જાડેજા શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે સેશન્સ કોર્ટથી કેસરી હીન્દ પુલના છેડે આવેલ રાજેન્દ્ર પાન એન્ડ કોલ્ડ્રીકસ નામની દુકાન પાસે આવેલ ઇલેકટ્રીક પોલ પાસેથી મકસુદ હુશેનમીયા કાદરી- મુસ્લીમ (ઉ.વ..૨૬ રહે. મોચી બજાર જુના બરફના કારખાના પાસે અલીરહેમાનભાઇના મકાનમાં ભાડેથી રાજકોટ) શંકાસ્પદ હાલતમાં નીકળતા તેની અંગ ઝડતી કરતા કબ્જા માંથી નશાકારક પદાથૅ ગાજો તથા તેમજ પ્રતિબંધીત માદક પદાથૅ ઓપીયમ ડેરીવેડેરીવેટીવ્સનો જથ્થો મળી આવતા ધોરણસર કાયૅવાહી કરી આ અંગે એ.ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એકટ અંતગર્ત ગુન્હો નોંધવાની તજવીજ કરવામાં આવી છે. 

આરોપી પાસેથી જાનો જથ્થો ૧૨૦ ગ્રામ કિ.રૂ.૧૨૦૦નો તથા ઓપીયમ ડેરીવેડેરીવેટીવ્સનો જથ્થો ૪.૫ ગ્રા કિ.રૂ. ૧૧૨.૫ કુલ રૂ. ૧૩૧૨.૫ મળી આવ્યો છે.

 પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૧ પ્રવિણકુમાર મિણા, નાયબ પોલીસ કમિશ્નર ઝોન-ર મનોહરસિંહ જાડેજા તથા એસીપી ક્રાઇમ ડી.વી.બસીયાએ રાજકોટ શહેરમા નાકોટીકસ પદાર્થની હેરાફેરી કે વેચાણ કરતા અને અસામાજીક પ્રવૃતિ આચરનારા કે આ પ્રકારના નાકોટીકસ પદાર્થનું ખરીદ વેચાણ કરતા કે સેવન કરનારા ઇસમો વિરુધ્ધ ઝીરો ટોલરન્સની નીતિ અંતર્ગત કાયૅવાહી કરવા સુચના આપેલ હોઇ આ કામગીરી થઈ છે.

(10:48 am IST)