Gujarati News

Gujarati News

News of Sunday, 17th October 2021

કોઠારીયા મેઇન રોડ નીલકંઠ સીનેમા પાસે ગેલેકસી પાન સામે મોબાઇલ ફોનમા આઇ.ડી. પર જુગાર રમતા અલ્તાફ ઉર્ફે મામો અને ચિરાગ ઉર્ફે લાલોને ક્રાઇમ બ્રાન્ચે પકડ્યા

પીઆઇ વી.કે. ગઢવી, પીએસઆઇ વી.જે. જાડેજા અને ટીમની કાર્યવાહી: કુલ રૂપીયા ૨૬,૫૦૦નો મુદ્દામાલ કબ્જે

રાજકોટ: શહેરના નીલકંઠ સીનેમા પાસે ગેલેકસી પાન સામે રોડ ઉપર થી મોબાઇલ ફોનમા આઇ.ડી. પર જુગાર રમતા રમતા બે શખ્સને ક્રાઇમ બ્રાન્ચે પકડ્યા છે. જેમાં આઈડી આપનારને પણ પકડી લેવાયો છે.

પોલીસે અલ્તાફ ઉર્ફે મામો રાણાભાઇ રાઉમા મુસ્લીમ  (ધંધો.ઇમીટેશન રહે.ભગવતી સોસાયટી શેરી નં.૨ સીર્દિકી મસ્જીદ પાછળ દુધસાગર રોડ) તથા ચીરાગ ઉર્ફે લાલો ભરતભાઇ પોપટ લોહાણા (ધંધો વેપાર ભરત ટી-સેન્ટર ભગીરથ સોસાયટી મા રહે.નંદબાગ શેરી નં.ર સંત કબીર રોડ રાજકોટ)ને પકડી રોકડ મોબાઈલ મળી 26500નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જુગારની આઈડી ચિરાગે આપી હતી. આ બંને અગાઉ પણ જુગારમાં પકડાયા હતા.

 પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ , સંયુકત પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ તથા નાયબ પોલીસ કમિશ્નર પ્રવિણકુમાર મીણા તથા નાયબ પોલીસ કમિશ્નર મનોહરસિંહ જાડેજા તથા મદદનીશ પોલીસ કમિશ્નર ક્રાઇમ ડી.વી.બસીયાની સુચનાથી પોલીસ ઇન્સ્પેક્ટર વી.કે.ગઢવી, તથા પોલીસ સબ ઇન્સ્પેકટર વી.જે.જાડેજા, એ.એસ.આઇ. જયેશભાઇ પી. નિમાવત, રાજદિપસિંહ ડી. ગોહિલ, હિતેન્દ્રસિંહ પી.ઝાલા, ચેતનસિંહ વી ચુડાસમા, મહેન્દ્રસિંહ વી.જાડેજા, પોકોન્સ અમીનભાઇ ભલુર, તથા હિરેન્દ્રસિંહ પરમાર, સ્નેહભાઇ ભાદરકાએ આ કામગીરી કરી હતી. કોન્સ કુલદિપસિંહ જાડેજા તથા જયદિપસિંહ બોરાણાને બાતમી મળી હતી.

(10:47 am IST)