Gujarati News

Gujarati News

News of Sunday, 17th October 2021

કોઠારીયા રોડ પર મોબાઈલમાં આઈડી પર સટ્ટો રમતો ભગવતી સોસાયટીનો તનજીમ પકડાયો: આઈડી આપનાર પરવેઝની શોધ: પીએસઆઇ વી.જે. જાડેજાની ટીમનો દરોડો

રાજકોટ: શહેરના કોઠારીયા મેઇન રોડ નીલકંઠ સીનેમા પાસે ગેલેકસી પાન સામે રોડ ઉપરથી મોબાઇલ ફોનમાં આઇડી પર જુગાર રમડતા વધુ એક શખ્સ તનજીમ રહીમભાઇ સાંધ મુસ્લીમ (ઉ.વ.ર૧ ધંધો જુના ઇમીટેશનના દાગીના લે વેચ કરવાનો રહે.દૂધ સાગર રોડ ભગવતી સોસાયટી શેરી નં.૪)ને પકડી લેવાયો છે.તેની પાસેથી રોકડા રૂપીયા ૧૭૦૦ તથા મોબાઇલ ફોન નંગ-૧ મળી કુલ રૂપીયા ૧૬,૭૦૦નો મુદામાલ કબ્જે થયો છે. તેને આઈડી પરવેઝ નામના શખ્સે આપી હતી.

પોલીસ કમિશ્નાર  મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા અને એસીપી ક્રાઇમ ડી.વી.બસીયાની સુચનાથી પોલીસ ઇન્સ્પેકટર  વી.કે.ગઢવી, પોલીસ સબ ઇન્સ્પેકટર વી.જે.જે. જાડેજા, એ.એસ.આઇ દેસાઇ પી નિમાવત, રાજદિપસિંહ ડી. ગોહિલ, હિતેન્દ્રસિંહ પી.ઝાલા, ચેતનસિંહ વી. ચુડાસમા, મહેન્દ્રસિંહ વી.જાડેજા તથા કોન્સ.અમીનભાઇ જી. ભલુર હિરેન્દ્રસિંહ એન.પરમાર તથા સ્નેહભાઇ ભાદરકાએ આ કામગીરી કરી હતી. 

(10:45 am IST)