Gujarati News

Gujarati News

News of Sunday, 17th October 2021

રાત્રે રાજકોટના અમીન માર્ગ પર ઉદ્યોગપતિને છરી બતાવીને લૂંટ :બાઈક સવાર ત્રણ લૂંટારુઓ ફરાર

ઉદ્યોગપતિ સુરેશ બુદ્ધદેવને છરી બતાવી બેગની લૂંટ: બેગમાં 70 હજાર રોકડા, કિંમતી બિલ અને ચાવીઓ હતી : પોલીસ કાફલો પહોંચ્યો : સીસીટીવીની તપાસ

રાજકોટ: શહેરના અમીન માર્ગ પર શહેરના ઉદ્યોગપતિ સાથે લૂંટ થઇ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.આજે રાત્રે 10 વાગ્યાના અરસામાં અમિન માર્ગ પર કેટલાક લૂંટારા શખ્સોએ ઉદ્યોગતિની લૂંટ ચલાવી ફરાર થઇ જતા સનસનાટી મચી જવા પામી છે

 . શહેરના અમિન માર્ગ પર મોટા ભાગના ઉદ્યોગપતિઓ વસવાટ કરે છે. આ વિસ્તારમાં ઘણીવાર લૂંટના બનાવો પણ સામે આવે છે.

શહેરના ઉદ્યોગપતિ સુરેશ ભગવાન બુદ્ધદેવને દુટી ફૂટીનો કારોબાર છે. શનિવારે રાત્રીના સમયે અમિન માર્ગ પરથી પસાર થતી વખતે તેમની સાથે લૂંટનો બનાવ બન્યો છે.

અમિન માર્ગ પર એક બાઇક પર ત્રણ સવારીમાં નીકળેલા શખ્સોએ સુરેશ બુદ્ધદેવને છરી બતાવી બેગને છીનવી ફરાર થયા હતા. તેમની બેગમાં 70 હજાર રોકડ, કિંમતી બીલ અને ચાવીઓ હતી.

લૂંટની ઘટનાને લઇને પોલીસ વિભાગને પણ જાણ કરવામાં આવી હતી. પોલીસ સમગ્ર વિસ્તારના સીસીટીવીની તપાસ પણ હાથ ધરી છે.

(12:48 am IST)