Gujarati News

Gujarati News

News of Sunday, 17th October 2021

સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં ચકચારી ભરતીના ઓપન ઇન્ટરવ્યૂ રદ : કુલપતિનો નિર્ણય : હવે નવેસરથી પ્રક્રિયા હાથ ધરાશે

રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ખાતે જુદા જુદા ભવનોમાં કરાર આધારિત અધ્યાપકોની શૈક્ષણિક ભરતી માટે ઓપન ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલ જે પ્રક્રિયા પારદર્શક અને નિયમ અનુસાર કરવામાં આવી હતી,પરંતુ કેટલાક પ્રશ્નો સામે આવતા આ પ્રક્રિયા સંપૂર્ણ રદ કરવામાં આવી છે હવે પછી નવેસરથી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેમ કુલપતિ નીતિનભાઈ પેથાણીએ  નિર્ણય કર્યો છે 

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે જુદા જુદા ભવનોમાં કરાર આધારિત અધ્યાપકોની શૈક્ષણિક ભરતીમાં ભલામણનો મામલો ચકચારી બન્યો હતો
યુનિવર્સિટીના ભાજપના સિન્ડિકેટ મેમ્બરોની ભલામણના સ્ક્રિન શોર્ટ વાઇરલ થયા હતા 23 ભવનોમાં 88 જેટલા પ્રાધ્યાપકોની  ભરતી રદ કરવામાં આવી છે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા ભરતી પ્રક્રિયા રદ કરવામાં આવી છે આગામી સિન્ડિકેટની બેઠકમાં અધ્યાપકોના નામ જાહેર થવાના હતા

કેટલાક પ્રશ્નો સામે આવતા આ પ્રક્રિયા સંપૂર્ણ રદ કરવામાં આવી હોવાનું સત્તાધિસોનુ રટણ હતું અને હવે પછીથી નવેસરથી પ્રક્રિયા કરવામાં આવશે તેમ જણાવી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલસચિવ આદેશ કર્યો છે

(11:16 pm IST)