Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

ટેસ્ટથી ડરો નહિઃ નિમિષ પરમાર

ટેસ્ટ નહિ કરાવો તો પરિવારને પણ હેરાન કરશોઃ કોરોના મુકત થઇ સરકારનો આભાર માનતા મોરબીના રહીશ

રાજકોટ : 'ભાઈ ! મારી પરિસ્થિતિ ખુબ જ મધ્યમ છે, એમાંય મને કોરોના આવતા અમારો આખો પરિવાર ચિંતામાં હતો કે હોસ્પિટલમાં સારવારનો ખર્ચ કેટલો થશે ?, રાજકોટ સમરસમાં એક પણ રૂપિયો ભર્યા વગર સાવ ફ્રીમાં ડોકટરોએ મારી ખૂબ જ સરસ સારવાર કરી છે.., ખરેખર ! મધ્યમવર્ગની દરકાર કરે છે આ સરકાર' આ શબ્દો છે તાજેતરમાં કોરોનાને મ્હાત આપનાર નિમેષભાઈ પરમારના છે.

 

નિમેષભાઈ મૂળ મોરબીના રહેવાસી છે, તેમને શરીરમાં તાવ અને કળતર થવા લાગી, ભોજનનો સ્વાદ અને સુગંધ પણ જતા રહ્યા, તેથી તેઓ નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નિદાન અર્થે ગયા ત્યાં તેમનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો એ વિશે વાત કરતાં નિમેષભાઇ જણાવે છે કે,મારો પરિવાર કોરોનાનો ટેસ્ટ કરવાથી ડરતો હતો પણ મેં બધાને ટેસ્ટની ગંભીરતા સમજાવીને આરોગ્ય કેન્દ્રમાં ટેસ્ટ કરાવ્યો. રાજકોટ સિવિલમાં આવ્યો. અહીંથી સમરસમાં સારવાર અપાઇ અને હું સાજો થયો. ટેસ્ટથી ડરો નહિ. જો ટેસ્ટ નહિ કરાવો તો તમારા પરિવારને પણ તમે દુઃખી કરશો.

(1:23 pm IST)