Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

આપના ૪ કાર્યકરોની મેડિકલ કોલેજ પાસેથી અટકાયત

સિવિલ હોસ્પિટલ મેડિકલ કોલેજ ખાતે આજે ફરીથી રાજ્યના આરોગ્ય સચિવ ડો. જયંતિ રવિ સમિક્ષા કરવા આવ્યા હોઇ તેને કોવિડ હોસ્પિટલમાં દર્દીઓની હાલત અંગે આપના કાર્યકરો રજૂઆત કરવા આવ્યા હોઇ ચારેયની કોલેજના ગેઇટ નજીકથી જ પ્ર.નગર પીઆઇ એલ. એલ. ચાવડા, પીએસઆઇ કે.ડી. પટેલ, કનુભાઇ માલવીયા, દેવશીભાઇ રબારી, પુર્વિશાબેન ગોંડલીયા સહિતના સ્ટાફે અટકાયત કરી હતી. ચારેયને મોબાઇલમાં બેસાડી પોલીસ મથકે લઇ જવા તજવીજ થતાં ભારે ઝપાઝપી થઇ હતી. પોલીસે નૈમિષ મહેન્દ્રભાઇ પાટડીયા (રહે. નંદનવન કોઠારીયા રોડ), દેવાંગ શશિકાંતભાઇ ગજ્જર (રહે. ઉદ્યોગનગર), કરણ ભરતભાઇ કાનગડ (રહે. કેવડાવાડી) તથા પાર્થ મનિષભાઇ રાઠોડ (રહે. રેલનગર સાધુ વાસવાણી કુંજ રોડ)ને કલમ ૬૮ મુજબ ડિટેઇન કર્યા હતાં. આ કાર્યકરો દર્દીના વાયરલ વિડીયો મામલે રજૂઆત કરવા આવ્યા હતાં. પરંતુ મંજુરી વગર પહોંચી ગયા હોઇ કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે અટકાયત કરવામાં આવી હતી. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:29 pm IST)
  • ગુજરાત ઉપરાંત દિલ્હી ,ઉત્તરાખંડ ,તામિલનાડુ ,તથા ઉત્તર પ્રદેશમાં 21 સપ્ટેમ્બરથી સ્કૂલો નહીં ખુલે : હરિયાણામાં સ્કૂલો ખુલી જશે : છત્તીસગઢ અને બિહાર હજુ સુધી અવઢવમાં : અનલોક 4 દરમિયાન 21 સપ્ટેમ્બરથી સ્કૂલો ફરીથી ચાલુ કરી શકવાના કેન્દ્ર સરકારના સૂચન સાથે મોટા ભાગના રાજ્યો અસંમત access_time 12:11 pm IST

  • અમિતભાઈ સ્વસ્થ: એઈમ્સમાંથી : રજા આપવામાં આવી : ગૃહ મંત્રી અમિતભાઈ શાહને નવી દિલ્હી ખાતે એઈમ્સ હોસ્પિટલમાંથી આજે રજા આપવામાં આવી છે. તેમને રૂટીન ચેક-અપ માટે 13 સપ્ટેમ્બરે એઇમ્સમાં ફરી દાખલ કરવામાં આવ્યા હતા. access_time 7:30 pm IST

  • કાલાવાડ પંથકમાં પોલીસને સાંકળતા જુુના વિડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ થતા જામનગરથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસના આદેશો અપાયા છે. આ અંગે સતાવાર વિગતો મેળવાઇ રહી છે. access_time 3:39 pm IST