Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

માલવીયાનગરમાં મારામારીના ગુનામાં છૂટયા બાદ મેહુલ ઉર્ફે મામો ફરી પકડાયો

ભકિતનગર પોલીસ મથકના એએસઆઇ ફીરોઝભાઇ શેખ સહિતે મેહુલને વાણીયાવાડી પાસેથી દબોચ્યો

રાજકોટ તા. ૧૭ :.. માલવીયાનગર વિસ્તારમાં મારામારીના ગુનામાં છૂટયા બાદ ૮૦ ફુટ રોડ વાણીયાવાડી પાસે કોઇ ગુનો આચરે તે પહેલા ભકિતનગર પોલીસે તેને ઝડપી લઇ કાર્યવાહી કરી હતી.

મળતી વિગત મુજબ ભકિતનગર પોલીસ મથકના પીઆઇ જે. ડી. ઝાલાની સુચનાથી એએસઆઇ ફીરોઝભાઇ શેખ તથા દિવ્યરાજસિંહ ઝાલા સહિત રાત્રે પેટ્રોલીંગમાં હતા ત્યારે ૮૦ ફુટ રોડ વાણીયાવાડી પાસે કપીલા હનુમાન મંદિર પાસે અંધારાનો લાભ લઇ કોઇ ગુનો આચરવાના ઇરાદે નીકળેલા મેહુલ ઉર્ફે મામો ધનજીભાઇ જેઠવા (ઉ.વ.રર) (રહે. નવલનગર-૯ કૈલાશનગર શેરી નં. ર) ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

મેહુલ ઉર્ફે મામો થોડા દિવસ પહેલા માલવીયાનગર વિસ્તારમાં મારામારીના ગુનામાં પકડાયો હતો. અને છૂટયા બાદ ફરી કોઇ ગુનો આચરવાના ઇરાદે નિકળતા ભકિતનગર પોલીસે પકડી લીધો હતો.

(2:44 pm IST)
  • પેટ્રોલ ડીઝલના ભાવમાં આજે પણ ધટાડો : પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટરે 15 પૈસા અને ડીઝલમાં 21 પૈસાનો ઘટાડો : ભાવ ઘટાડો સવારે છ વાગ્યાથી લાગુ. access_time 11:40 pm IST

  • " સર કટા શકતે હૈ ,લેકિન સર ઝુકા શકતે નહીં " : હું ક્ષત્રિયાણી છું : સ્વમાનના ભોગે સિદ્ધાંતમાં બાંધછોડ નહીં કરું : રાષ્ટ્રના સન્માન માટે અવાજ ઉઠાવીશ : રાષ્ટ્રવાદી તરીકે જીવીશ : જયહિન્દ : કંગના રનૌતનું ટ્વીટ access_time 1:00 pm IST

  • ડ્રગ્સ રેકેટ મામલે સંસદમાં ચર્ચા બાદ આજે રાજ્યસભા જયા બચ્ચને કહ્યું કે, હું રવિ કિશનની વાત સાથે સહેમત, યુવાનોને ડ્રગ્સની લતથી બચાવવાની જરૂર: પરંતુ સમગ્ર બોલીવુડને દોષ આપવો ખોટો છે access_time 1:04 am IST