Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

કુવાડવામાં કપડા ધોતી વખતે તળાવમાં પડી જતાં મંજુબેન ચોૈહાણનું મોત

રાજકોટ તા.૧૭: કુવાડવામાં રહેતાં મંજુબેન લાખાભાઇ ચોૈહાણ (ઉ.વ.૪૫) નામના કોળી મહિલા સાંજે ગામના ભોમેશ્વર તળાવે કપડા ધોવા ગયા હતાં ત્યારે અકસ્માતે પડી જતાં મોત નિપજ્યું છે. ૧૦૮ના ઇએમટી ધનજીભાઇ પરમારે જાણ કરતાં કુવાડવા હેડકોન્સ. એમ. એમ. ઝાલા અને સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતકને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. બનાવને પગલે પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

(1:05 pm IST)
  • ડ્રગ્સ રેકેટ મામલે સંસદમાં ચર્ચા બાદ આજે રાજ્યસભા જયા બચ્ચને કહ્યું કે, હું રવિ કિશનની વાત સાથે સહેમત, યુવાનોને ડ્રગ્સની લતથી બચાવવાની જરૂર: પરંતુ સમગ્ર બોલીવુડને દોષ આપવો ખોટો છે access_time 1:04 am IST

  • દેશમાં કોરોનાનો કહેર યથાવત :રાત્રે 11-30 વાગ્યા સુધીમાં નવા 97.856 પોઝીટીવ નોંધાયા : કુલ કેસની સંખ્યા 51.15.893 થઇ : એક્ટિવ કેસ 10.09.886 થયા : વધુ 82,922 દર્દીઓ સ્વસ્થ થતા 40.22.049 રિકવર થયા : વધુ 1140 લોકોના મોત : મૃત્યુઆંક 83,230 થયો access_time 1:06 am IST

  • " સર કટા શકતે હૈ ,લેકિન સર ઝુકા શકતે નહીં " : હું ક્ષત્રિયાણી છું : સ્વમાનના ભોગે સિદ્ધાંતમાં બાંધછોડ નહીં કરું : રાષ્ટ્રના સન્માન માટે અવાજ ઉઠાવીશ : રાષ્ટ્રવાદી તરીકે જીવીશ : જયહિન્દ : કંગના રનૌતનું ટ્વીટ access_time 1:00 pm IST