Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

બાઇક અડી ગયાનો ખાર રાખી વ્હોરા યુવાન સાથે ઝઘડો, ફરિયાદ કરવા જતાં તેના પિતાને ઘુસ્તાવ્યા

પાંજરાપોળ પાસે બનાવઃ દિપક અને ભીખાએ હુમલો કર્યાની રાવ

રાજકોટ તા. ૧૭: પાંજરાપોળ પાસે ભવાની ચાવાળી શેરીમાં રહેતાં અને કટલેરીની ફેરી કરતાં અસગરઅલી અકબરઅલી કપાસી (ઉ.વ.૬૨) નામના દાઉદી વ્હોરા વૃધ્ધને આ વિસ્તારના જ દિપક કોળી અને ભીખા કોળીએ લાફા મારી તેમજ પેટમાં ઘુસ્તા મારી મુંઢ ઇજા કરતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં ચોકીના સ્ટાફે બી-ડિવીઝનમાં જાણ કરી હતી.

અસગરઅલીના પુત્ર હુશેનઅલી કપાસીના કહેવા મુજબ તેનાથી અગાઉ દિપકને ભુલથી સ્હેજ બાઇક અડી ગયું હતું. તેનો ખાર રાખી ગત રાતે પોતે કામેથી આવતો હતો ત્યારે આ બંનેએ અટકાવી ઝઘડો કરી માથાકુટ કરતાં પોતે અને ભાઇ ફરિયાદ કરવા જતાં પાછળથી આ બંનેએ ઘરે આવી પિતા અસગરઅલી સાથે ઝઘડો કરી તેને મારકુટ કરી લીધી હતી. આ બંને અવાર-નવાર આ રીતે કારણ વગર ડખ્ખા કરતાં હોવાનો આક્ષેપ કરાયો હતો.

નવાગામમાં વિનોદને મિત્રએ મજાકમાં કંઇક મારી દીધું

નવાગામ સોસાયટી શેરી નં. ૮માં રહેતાં વિનોદ ગોરધનભાઇ જાકેરીયા (ઉ.વ.૨૭)ને કાના નામના તેના જ મિત્રએ રાતે મજાક-મજાકમાં કંઇક મારી દેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા પોલીસને જાણ કરી હતી. જો કે વિનોદે ફરિયાદ નોંધાવવાનું ટાળ્યું હતું.

(1:05 pm IST)
  • ચીનના જાસૂસી કાંડ મામલે તપાસ :ચીની કંપનીના જાસૂસી કાંડ મામલે કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સાયબર સુરક્ષા સમન્વયકના વડપણ હેઠળ કમિટીની રચના :30 દિવસમાં માંગ્યો રિપોર્ટ access_time 1:03 am IST

  • દેશમાં કોરોનાનો વધતો કહેર :રાત્રે 12 વાગ્યા સુધીમાં નવા 96,782 પોઝીટીવ નોંધાયા : કુલ કેસની સંખ્યા 52,12,676 થઇ : એક્ટિવ કેસ 10.17,708 થયા : વધુ 87,778 દર્દીઓ સ્વસ્થ થતા 41,09,928 રિકવર થયા : વધુ 1175 લોકોના મોત : મૃત્યુઆંક 84,404 થયો access_time 12:47 am IST

  • જાણીતા શ્રમિક નેતા હસુભાઈ દવે અને તેમના લઘુબંધુ આરએસએસના નેતા નરેન્દ્રભાઈ દવે સહિતના પરિવારજનોને કોરોના : કેએસપીસીના પ્રમુખ મહાત્મા ગાંધી લેબર ઈન્સ્ટીટ્યુટના વાઈસ ચેરમેન અને દેશના જાણીતા શ્રમિક નેતા હસુભાઈ દવે અને તેમના લઘુબંધુ આરએસએસના પ્રાતસહઃ વ્યવસ્થા પ્રમુખ નરેન્દ્રભાઈ દવે સહિતના પરિવારને કોરોના પોઝીટીવ : ચિંતાની લાગણી access_time 11:19 am IST