Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

રાજકોટના પરંપરાગત લોકમેળાનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી:ચકડોળની સવારીની કર્ણાટકના પૂર્વ રાજયપાલ અને વરિષ્ઠ અગ્રણી વજુભાઈ વાળા સાથે મોજ માણી

મંત્રીઓ જીતુ ભાઈ વાઘાણી, રાઘવજીભાઈ પટેલ,બ્રિજેશભાઈ મેરજા, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ વગેરેએ પણ ચકડોળની સવારીનો આનંદ લીધો

રાજકોટ : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સૌરાષ્ટ્રની આગવી ભાતીગળ સંસ્કૃતિની ઓળખ સમા રાજકોટના પરંપરાગત લોકમેળાનો પ્રારંભ કરાવીને  જેને સૌરાષ્ટ્રની લોકબોલીમા ફજર ફાળકો કહેવાય છે તેવા ચકડોળની સવારીની મોજ  કર્ણાટકના પૂર્વ રાજયપાલ અને વરિષ્ઠ અગ્રણી વજુભાઈ વાળા સાથે માણી હતી.

મેળાના પ્રારંભ અવસરે સહભાગી થયેલા મંત્રીઓ જીતુ ભાઈ વાઘાણી, રાઘવજીભાઈ  પટેલ,બ્રિજેશભાઈ  મેરજા, પૂર્વ મુખ્યમંત્રી વિજય ભાઈ વગેરેએ પણ ચકડોળ ની સવારીનો આનંદ લીધો હતો

(8:33 pm IST)