Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

રાજસ્થાનના ઇન્દ્ર મેઘવાલ પરિવારને ન્યાય આપો : વિદ્યાર્થીના હત્યારાને તાકિદે ફાંસી આપો

રાજસ્થાન સરકાર ઇન્દ્રના પરિવારને તાત્કાલીક ૧ કરોડની સહાય જાહેર કરેે

રાજસ્થાનમાં ઇન્દ્ર મેઘવાલ નામના બાળકની શિક્ષક દ્વારા કરપીણ હત્યાના વિરોધમાં સમસ્ત અનુ. જાતિ સમાજ દ્વારા કલેકટરને આવેદન અપાયું હતું. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ૧૭ :  સમસ્ત અનુ. જાતિ સમાજ રાજકોટ એક મેે રાજસ્થાનના મુખ્યમંત્રીને સંબોધી કલકેટરને આવેદન પાઠવી ઇન્દ્ર મેઘવાલ પરિવારને યોગ્ય ન્યાય મળવા બાબત અંગે રજુઆત કરી હતી.

આવેદનમાંૈ જણાવેલ કે, ર૪ દિવસ પૂર્વ રાજસ્થાનના જિલ્લાના સાયલા તાલુકાના સુરાણાની સરસ્વતી વિદ્યાલયના ધોરણ ત્રણ (૩) ના ૯ વર્ષીય છાત્ર ઇન્દ્ર મેઘવાલ (અનુ. જાતિ) ના આ માસુમ બાળકને શાળામાં આચાર્ય છેલસિંહ નામના મનુવાદી અને અસ્પૃશ્યતાના વાહક દ્વારા મરણતોલ મારમારી હત્યા નિપજાવી છે. અને ખુલ્લેઆમ માનવ અધિકારનો ભંગ કર્યો છે, આ હત્યારાને સરકાર સજા-એ-મોતનું ફરમાન કરે એવી અમારી આપશ્રીને આક્રોશભરી રજુઆત છે.

આપને એ પણ રજુઆત કે, આપતી સરકાર દ્વારા ગત દિવસોમાં કનૈયાલાલની હત્યા લઇ અને એમના પરિવારને આપની સરકારે પ૦ લાખ ની સહાય અને સરકારી નોકરી આપવાની વાત સરકાર દ્વારા કરવામાં આવેલ છે. તો આ વિદ્યાર્થીની હત્યા કરવાનો મામલો છે. તો દિવંગત ઇન્દ્ર મેઘવાલના પરિવારને પણ એક કરોડની સહાય અને તેના પરિવારમાંથી ર વ્યકિતને સરકારી નોકરી આપવામાં આવે એવી અમારી ઉગ્ર્ર માંગણી અને આક્રોશભરી રજુઆત છે.

(4:52 pm IST)