Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

હેમુ ગઢવીની જન્‍મભુમિ ઢાંકણીયા ગામે શનિવારે હેમતીર્થ સ્‍મારકના દાતાઓનું સન્‍માન-લોકડાયરો

પુરૂષોત્તમ રૂપાલા, હર્ષ સંઘવી, કિરીટસિંહ રાણા, ભરત બોઘરા સહિતના મહાનુભાવોની ઉપસ્‍થિતિઃ લોકગાયકો જમાવટ કરશે

રાજકોટઃ શ્રાવણ માસ અને ઓગષ્‍ટ મહિનાની ૨૦મી તારીખ એટલે ગુજરાતના પ્રાણ પ્‍યારા લોક ગાયક સ્‍વ. હેમુ ગઢવીને યાદ કરવાનો દિવસ. હેમુ ગઢવી પરિવાર અને શ્રીહેમુ ગઢવી સ્‍મૃતિ સંસ્‍થાપન ટ્રસ્‍ટે સન ૧૯૬૬થી ૨૦૧૫ સુધી લાગલગાટ ૫૦ વર્ષ શ્રધ્‍ધાંજલી કાર્યક્રમો યોજાયા હેમુભાઇની ૫૦મી પુણ્‍યતિથિ પર તો ૨૦૧૫માં ત્રિદિવસીય કાર્યક્રમો ભવ્‍ય રીતે સંપન્ન થયેલા જેમાં પુ.મોરારિબાપુ તેમજ રાજયનાં મહામહિમ ગર્વનેર શ્રી અને મુખ્‍ય મંત્રીશ્રીએ હાજરી આપેલ.
ત્‍યારબાદ હેમુભાઇના ચાહકોની લાગણીને ધ્‍યાને લઇને હેમુભાઇના જન્‍મસ્‍થળ એવા સુરેન્‍દ્રનગર જીલ્‍લાના સાયલા તાલુકાના ઢાંકણીયા ગામે હેમુ ગઢવીનું કાયમી સ્‍મારક હેમતીર્થ ઉભું કરી ૨૦૧૬માં તેનું લોકાર્પણ કરવામાં આવેલ. અને ત્‍યારથી હેમુભાઇની ચેતના અને તેમની સ્‍મૃતિઓ પલાંઠી મારી હેમતીર્થ સ્‍મારકમાં બેઠી છે. યાદ હેમુ આવશે શીર્ષકથી પ્રતિવર્ષ ૨૦ ઓગષ્‍ટનો યોજાતા શ્રદ્ધાંજલી કાર્યક્રમોને પચાસ વરસની મજલ કાપ્‍યા પછી કાયમી વિરામ આપવામાં આવ્‍યો છે.
પરંતુ હેમતીર્થનાં નિર્માણમાં સહયોગ આપનાર દાતાશ્રીઓનાં સન્‍માન અને ઋણસ્‍વીકારનો ઉપક્રમ બાકી રહેતો હતો. આ સંયોગ આઝાદી કા અમૃત મહોત્‍સવની ઉજવણીએ અમને પૂરો પાડયો. આ ઉજવણીના ભાગરૂપે ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી ગાંધીનગરના આર્થિક સહયોગ વડે અકાદમી અને હેમુ ગઢવી સ્‍મૃતિ સંસ્‍થાપનના સંયુકત ઉપક્રમે ઢાંકણીયા ગામે તા.૨૦ ઓગષ્‍ટ, શનિવારના રોજ રાત્રે ભવ્‍ય કાર્યક્રમ યોજવામાં આવ્‍યો છે. આ કાર્યક્રમાં ભારત સરકારના મત્‍સ્‍યોદ્યોગ, ડેરી અને પશુપાલન વિભાગના કેબિનેટ મંત્રી શ્રી પુરૂષોતમ રૂપાલાજી વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી માનનીય શ્રી કિરીટસિંહજી રાણા, ગૃહ, રમતગમત, યુવા અને સાંસ્‍કૃતિક પ્રવૃતિઓ વિભાગનો સ્‍વતંત્ર હવાલો ધરાવતા રાજયકક્ષાના મંત્રી હર્ષ સંઘવી તથા  પ્રદેશના ઉપાધ્‍યક્ષ અને ઓજસ્‍વી યુવા નેતા શ્રી બોઘરાની ઉપસ્‍થિતિમાં દાતાઓનું સન્‍માન કરવામા ંઆવશે. રાજય સરકારે હેમુભાઇની સ્‍મૃતિઓને ચિરંજીવ રાખવા રાજકોટના ભવ્‍ય નાટયગૃહનું નામાભિધાન હેમુ ગઢવી નાટય ગૃહ કરેલ છે હેમતીર્થ સ્‍મારકના કાયમી નિભાવની જવાબદારી પણ ગુજરાત ૃસરકાર  નિભાવે છે. જેને લક્ષ્યમાં રાખીને ગુજરાત સરકારના પ્રતિનિધિ અને રમતગમત, યુવા અને સાંસ્‍કૃતિક પ્રવૃતિઓ વિભાગાનો સ્‍વતંત્ર હવાલો ધરાવતા મંત્રીાશ્રી હર્ષ સંઘવીનું પણ આ તકે બહુમાન કરવામાં આવનાર છે.
 આ લોકડાયરામાં સુપ્રસિદ્ધ સાહિત્‍યકારો અને લોકગાયકો પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ, શ્રી હેમંત ચૌહાણ, શ્રી માયાભાઇ આહીર, શ્રી માલદે આહીર, શ્રી જીતુ કવિ દાદ, શ્રી બીરજુ બારોટ, શ્રી હરેશદાન સુરુ. પ્રદિપ ગઢવી અને શ્રી ગીતાબેન હેમંત ચૌહાણ જેવા કલાકારોની આકાશ ગંગા મંચ ઉપર સંજીદાઓ સહિત ઉતરી આવશે. સન્‍માન કાર્યક્રમનું સંચાલન બોટાદના કેળવણીકાર અને લોકસાહિત્‍યના વિદ્વાન શ્રી મહેશભાઇ ગઢવી કરશે. જયારે લોકડાયરાના કાર્યક્રમનું સંચાલન ગુજરાત રાજય સંગીત નાટક અકાદમીના પૂર્વ અધ્‍યક્ષ યુવા લોકસાહિત્‍યકાર શ્રી યોગેશ ગઢવી કરશે.

 

(4:49 pm IST)