Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

રાજકોટમાં લોકડાઉન સમયે ઘરની અંદર જુગાર રમતા ઝડપાયેલા આઠ આરોપીઓને નિર્દોષ છોડી મુકતી નામદાર કોર્ટ

રાજકોટઃ ફરીયાદ પક્ષના કેસની ટૂંકમાં હકીકત એવી છે કે, આરોપી નં.૧ અજય કેશુભાઈ રાઠોડે પોતના કબજા ભોગવટાના રહેણાંક મકાનમાં અન્‍ય સાત આરોપીઓને બહારથી માણસો બોલાવી, જુગારનું સાહિત્‍ય પુરૂ પાડી, નાલ ઉઘરાવી, પૈસાની હાર- જીતનો તીન પતીનો જુગાર રમી રમાડી. જુગારનો અખાડો ચલાવી, આ કામના આરોપીઓ પાસેથ કુલ રૂા.૩૬૪૦ની રોકડ રકમ તથા ગંજીપાનાના પાના નંગ- ૫૨ ના મુદ્દામાલ સાથે મળી આવતા. ગુન્‍હો કરેલ હોય, જે અંગે પ્ર.નગર પોલીસ સ્‍ટેશનના પોલીસ દ્વારા રાજકોટ શહેર પ્ર.નગર પોલીસ સ્‍ટેશનમાં ફરીયાદ આપતા, પ્ર.નગર પો.સ્‍ટે.માં ગુ.ર.નં.-૧૧૨૦૮૪૪૨૦૦૨૦૫/૨૦૨૦થી જુગાર ધારાની કલમ- ૪, ૫ મુજબનો ગુન્‍હો નોંધાયેલ. ત્‍યારબાદ પોલીસ તપાસના અંતે આરોપીઓ સામે પૂરતા પુરાવા મળી આવતા ધોરણસર ચાર્જશીટ સી.આર.પી.સી.ની કલમ-૧૭૩ અન્‍વયે જુગાર ધારાની કલમ-૪, ૫ નું કોર્ટમાં દાખલ કરવામાં આવતા, તેને ફોજદારી કેસ નં.૭૭૨૫/૨૦૨૦ આપવામાં આવેલ.

ત્‍યારબાદ સદર આરોપીઓ વિરૂધ્‍ધનું ચાર્જશીટ આવી જતાં, કોર્ટમાંથી આરોપીઓને સમન્‍સ બજવણી કરતાં, આરોપીઓ હાજર થતા, તેઓને સી.આર.પી.સી.ની કલમ-૨૦૭ અન્‍વયે પોલીસ પેપર્સ આપીને, આરોપીઓએ તેની સામેના ગુન્‍હાનો ઈન્‍કાર કરતાં સદર હું કામ ફરીયાદીના પુરાવા ઉપર આવતા, ફરીયાદ પક્ષનો રેકર્ડ ઉપરનો મૌખીક તેમજ દસ્‍તાવેજી પુરાવો લીધા બાદ આરોપીઓનું સી.આર.પી.સી.ની કલમ- ૩૧૩ અન્‍વયે વિશેષ નિવેદન નોંધવામાં આવેલ અને આરોપીઓ તરફે તેમના જાણીતા વકીલશ્રી રવિ વી. રાઠોડ દ્વારા દલીલ કરેલ કે, આરોપી તદ્દન નિર્દોષ છે. આરોપીઓએ કોઈ ગુનો કરેલ નથી. પોલીસ દ્વારા ખોટી રીતે આરોપીઓને હાલના ગુન્‍હામાં સંડોવી દીધેલ છે તથા વિવિધ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ ટાંકીને ધારદાર દલીલ કરતાં નામદાર કોર્ટે દલીલો માન્‍ય રાખીને આરોપીને ગુન્‍હાના કામે નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ ફરમાવેલ છે.

આ કામે આઠ આરોપીઓ વતી રાજકોટના યુવા એડવોકેટ રવિ વી. રાઠોડ, અશ્વિન ડી. પાડલીયા, રાહુલ બી. મકવાણા, ભાર્ગવ ડી.બોડા, કૃણાલ એસ. વીંધાણી રોકાયેલ હતા.

(4:21 pm IST)