Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

જન્માષ્ટમી પર્વ વિષે ડો.કૃષ્ણકુમાર મહેતાનો ૧૯મીએ દુરદર્શનમાં વાર્તાલાપ

રાજકોટઃ દૂરદર્શન કેન્દ્ર રાજકોટ (ડીડીકે રાજકોટ) દ્વારા જન્માષ્ટમી પર્વના ઉપક્રમે માહિતીપ્રદ અને લોકભોગ્ય કાર્યક્રમનું નિર્માણ અંતર્ગત 'શ્રી કૃષ્ણની ઉપાસનાનું પર્વ જન્માષ્ટમી' વિષય ઉપર સેવાસંસ્થા ગીતા વિદ્યાલય ટ્રસ્ટનાં સંચાલક ભાગવતાચાર્ય ડો.કૃષ્ણકુમાર મહેતાના ઈન્ટરવ્યુનું દૂરદર્શનની ડીડી ગિરનાર ચેનલ ઉપરથી શુક્રવાર તા.૧૯ ઓગષ્ટને જન્માષ્ટમીએ બપોરે ૧:૩૦ વાગ્યે પ્રસારણ થશે અને શનિવાર તા.૨૦ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે પુનઃ પ્રસારણ થશે.

આ વાર્તાલાયપમાં, જન્માષ્ટમીનું ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિ મહત્વ, શ્રી કૃષ્ણનું જીવનકવન, ભગવદ્દગીતાનો બોધ, શ્રી કૃષ્ણનું સ્વરૃપ, હિંડોળાદર્શન, જન્માષ્ટમીનો સામાજિક સંદેશ વગેરે મુદ્દાઓ વિષે શાસ્ત્રી ડો.કૃષ્ણકુમાર મહેતા (મો.૯૮૯૮૩ ૧૮૨૮૬)એ વિવિધ સંદર્ભો સાથે સરળ સમજૂતી સાથે સહજતાથી પરામર્શ કર્યું છે. આ કાર્યક્રમનું નિર્માણ દૂરદર્શન કેન્દ્ર રાજકોટના પ્રોગ્રામ ઓફિસર આસિફભાઈ ઠેબાએ તથા ટેકનિકલ ટીમમાં નવીન પાટડિયા, મીરાણીભાઈ, મનહર કંજારીયા, ઋષિ ત્રિવેદીએ સહયોગ આપ્યો છે. ગાર્ગી નિબાર્કએ આ ઈન્ટરવ્યૂમાં પ્રશ્નકાર તરીકે ફરજ બજાવી છે.

(3:41 pm IST)