Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

રૂખડીયાપરા પાસેથી પિયુષ અને વિકાસ બે ચોરાઉ બાઇક સાથે પકડાયા

ક્રાઇમ બ્રાંચે બેને દબોચ્‍યા : બાઇક કબ્‍જે

રાજકોટ તા. ૧૭ : રૂખડીયાપરા મફતીયાપરા પાસેથી ક્રાઇમ બ્રાંચની ટીમે બાતમીના આધારે બે શખસોને બે ચોરાઉ બાઇક સાથે પકડી લઇ કાર્યવાહી કરી હતી.
મળતી વિગત મુજબ રૂખડીયા મફતીયાપરામાં બે શખ્‍સો ચોરાઉ બાઇક સાથે ઉભા હોવાની ક્રાઇમ બ્રાંચના એ.એસ.આઇ. હરદેવસિંહ જાડેજા, હેડ કોન્‍સ. ધર્મેન્‍દ્રસિંહ જાડેજા તથા કોન્‍સ. જયપાલભાઇ બરાળીયાને બાતમી મળતા રૂખડીયા મફતીયાપરામાંથી પિયુષ ભુપતભાઇ ડંડૈયા (ઉ.વ.૧૯) અને વિકાસ કમલેશભાઇ ભોણીયા (ઉ.૧૯) (રહે. ૫૩ કવાર્ટર, વિવેકાનંદનગર)ને બે ચોરાઉ બાઇક સાથે પકડી લઇ બંનેની પૂછપરછ હાથ ધરી છે. આ કામગીરી પીઆઇ વાય.બી.જાડેજા, જે.વી.ધોળાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. બી.વી.બોરીસાગર, એ.એસ.આઇ. રાજદીપસિંહ ગોહિલ, હરદેવસિંહ જાડેજા, હેડ કોન્‍સ. હરેશગીરી ગોસાઇ, ધર્મેન્‍દ્રસિંહ જાડેજા, કોન્‍સ. જયપાલભાઇ બરાળીયા તથા પ્રદિપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.

 

(3:27 pm IST)