Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

સદૈવ અટલઃ ભારતીય રાજનીતિના ધ્રુવતારક, ભાજપના પથદર્શક, ભારતમાતાના પનોતા પુત્ર મહામાનવ

વાજપેયીજીના સંકલ્પો- સપનાઓને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાકાર કરી ખરા અર્થમાં સમગ્ર ભાજપ વતી શ્રધ્ધાંજલી આપી રહ્યા છેઃ રાજુભાઈ ધ્રુવ

રાજકોટઃ ભારતીય રાજકારણના દીવાદાંડી સમાન ધ્રુવતારક ભારતમાતાના પનોતાપુત્ર અને ભારત રત્ન  આદરણીય શ્રી અટલબિહારી વાજપેયીજી કની પુણ્યતિથી નિમિત્તે ભાજપના સૌરાષ્ટ્ર પ્રવકતા રાજુભાઈ ધ્રુવે શ્રધ્ધાંજલિ પાઠવી છે.  કહ્યું કે, વિચારધારા પ્રસિદ્ધાંતો પર આધારિત મૂલ્યનિષ્ઠ રાજનીતિ તેમજ રાષ્ટ્ર સમર્પિત જીવનથી ભારતમાં લોક વિકાસ, ગરીબ કલ્યાણને જીવનમંત્ર બનાવી સુશાસન કરનારા મહાપુરુષને યુગો યુગો સુધી યાદ કરવામાં આવશે.

શ્રીઅટલ બિહારીજીને પક્ષાપક્ષીથી ઉપર ઉઠીને હરેક વ્યકિતએ પ્રેમ-આદર સન્માન આપ્યા હતા. શ્રી અટલજીની વિચારો ની વિશાળતા, પ્રખર દેશભકિત અને રાષ્ટ્ર માટેનો સમર્પિત ભાવ માત્ર ભાજપ ના કાર્યકર્તાઓને જ નહિં પરંતુ સમગ્ર દેશના સૌ નાગરિકોને સદાકાળ પ્રેરણા આપતો રહેશે. સાચા અર્થમાં લોકોના હૃદયના સિંહાસને બિરાજતા લોકપ્રિય નેતા તરીકે અદકેરું સ્થાન-ચાહના મેળવ્યાં હતાં.

રાજુભાઈ ધ્રુવે કહ્યું છે કે,શ્રી અટલ બિહારી વાજપેયીજીનો જન્મ ૨૫મી ડિસેમ્બર,૧૯૨૪ ના રોજ ગ્વાલિયર ખાતે થયો હતો. તેઓએ પોતાનું પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ ગ્વાલિયર ખાતે તથા સ્નાાતકની પદવી વિકટોરિયા કોલેજ, ગ્વાલિયર ખાતેથી મેળવી હતી. ત્યારબાદ ઝ્રખ્સ્ કોલેજ, કાનપુર ખાતેથી રાજ્યશાસ્ત્રમાં અનુસ્નાાતકની પદવી મેળવી હતી.

તેઓ ઇ.સ. ૧૯૩૯માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં સ્વયંસેવક તરીકે જોડાયા હતા. તેઓએ ઉત્તર પ્રદેશમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક તરીકેની જવાબદારી ખૂબ જ સારી રીતે નિભાવી હતી. ૧૯૪રની ભારત છોડો ચળવળ દરમિયાન જેલવાસ ભોગવ્યો હતો. તેઓ ૧૯૫૭માં પ્રથમ વખત બીજી લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા.

તેઓ ૧૯૭૭માં જનતા મોરચા દ્વારા રચાયેલી કેન્દ્ર સરકારમાં વિદેશમંત્રી બન્યા હતા. ભારતના વિદેશમંત્રી તરીકે તેઓએ સૌ પ્રથમ સંયુકત રાષ્ટ્રની મહાસભાને હિન્દીમાં સંબોધન કર્યુ હતું. ૧૯૮૦માં ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ ત્યારે શ્રી વાજપેયી તેના પ્રથમ પ્રમુખ બન્યા હતા. સૌથી લાંબો સમય સાંસદ રહેવાનો વિક્રમ ધરાવતા શ્રી વાજપેયીજી ૧૦ (દસ) વાર લોકસભાના સભ્ય અને ૨ (બે) વાર રાજ્યસભાના સભ્ય રહ્યા હતા.

(3:11 pm IST)