Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

મુંજકામાં ધવલ પહેલા માળેથી પટકાયો

અન્ય બનાવમાં કાલાવડ રોડ પર મજૂર મણીલાલ પટકાતાં ઇજા

રાજકોટ તા. ૧૭: મુંજકામાં ભાનુનગરમાં રહેતો ધવલ કરસનભાઇ કંસારા (ઉ.૩૦) નવુ મકાન બનાવ્યું હોઇ અગાસીએ પારાપેટ બનાવવાની બાકી હોઇ રાતે અગાસીએ જતાં વરસાદને કારણે પગ લપસી જતાં નીચે પટકાતાં ઇજાઓ પહોંચતા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
બીજા બનાવમાં કાલાવડ રોડ પર ઓરબીટ ગાર્ડન બિલ્ડીંગની સાઇટ પર કડીયા કામ કરતો ઓરિસ્સાનો મણીલાલ લાલજીભાઇ નાયક (ઉ.૩૮) બાર ફુટની ઉંચાઇ પરથી અકસ્માતે પડી જતાં સિવિલમાં ખસેડાયો હતો. બંને બનાવમાં યુનિવર્સિટી અને તાલુકા પોલીસને જાણ કરાઇ હતી.

 

(11:48 am IST)