Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

રાજકોટ પુરવઠા વિભાગ દ્વારા બાયોડીઝલનું ગેરકાયદે વેચાણ કરતાં ત્રણ સ્થળો પર દરોડા

૨,૪૨,૦૦૦ લીટર બાયો ડીઝલનો જથ્થો તથા ટેન્કર મળી કુલ રૂ.૧,૭૧,૨૦,૦૦૦ ની કિંમતનો જથ્થો સીઝ કરાયો

રાજકોટ:રાજકોટ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુના આદેશ મુજબ આજ રોજ જિલ્લા પુરવઠા કચેરી તથા મામલતદાર રાજકોટ તાલુકાની સંયુક્ત ટીમ બનાવી ગેરકાયદે બાયોડીઝલ નું વેચાણ કરતા અનેક સ્થળે  દરોડા પાડવામાં આવ્યા હતા.

એક જ દિવસમાં કુલ ૩ સ્થળે દરોડા પાડી કુલ ૨,૪૨,૦૦૦ લીટર બાયો ડીઝલનો જથ્થો  તથા ટેન્કર મળી કુલ રૂ.૧,૭૧,૨૦,૦૦૦ ( એક કરોડ એકોતેર લાખ વીસ હજાર) ની કિંમતનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે.
આજરોજ વિવિધ જગ્યાએ તપાસણી પૈકી ત્રણ જગ્યાએથી બાયોડિઝલનો વેપાર કરતાં વેપારીઓ જેમાં ખેરડી ગામ ખાતે પૂર્વેશ અમૃતલાલ પતોડીયા ના બી.એન પેટ્રોલિયમ ખાતે ૨- ટેન્કર તથા ૩૨૦૦૦ લીટર બાયો ડીઝલ મળી  કુલ ૪૫,૦૦,૦૦૦ રૂપિયા, મારુતિ પેટ્રોલિયમ - માલિયાસણ ખાતે ભરતભાઈ વી.રામાણી ના પમ્પ પર ૧,૦૫,૦૦૦ લીટર જેની કિંમત આશરે
રૂ.૬૩,૦૦,૦૦૦  તેમજ બજરંગ ટ્રેડિંગ રાજકોટ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક - ધમલપર,  દીપેશ ભાઈ મેહતાને ત્યાં સીઝ કરાયેલ જથ્થો  ૧,૦૫,૦૦૦ લીટર જેની કિંમત રૂ.૬૩,૦૦,૦૦૦ જેટલી થવા જાય છે.

(10:08 pm IST)