Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

રાજકોટ દૂરદર્શનના “વિશેષ મુલાકાત” નામક મુઠી ઉચેરા ગુજરાતી વ્યક્તિત્વ સાથે ના સંવાદ ના કાર્યક્રમમાં કાલે બુધવારે બપોરે ૧.૩૦ વાગ્યે અને રાત્રે ૧૦ વાગ્યે સાહિત્યમાં વિજ્ઞાન નામક નૂતન વિષય પર આંતર રાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ખગોળ વિજ્ઞાની, ઉમદા શિક્ષક, વક્તા, કટાર લેખક ડો. જે.જે. રાવલની એક રસપ્રદ મુલાકાત

રાજકોટ તા.૧૭ દૂરદર્શન કેન્દ્ર, રાજકોટ દ્વારા પ્રસારીત થતા “વિશેષ મુલાકાત”  નામક મુઠી ઉચેરા ગુજરાતી વ્યક્તિત્વ સાથેના સંવાદના કાર્યક્રમમાં  આવતીકાલે  ૧૮  ઓગસ્ટ ૨૦૨૧  બુધવારે બપોરે ૧.૩૦ વાગ્યે  અને રાત્રે ૧૦ વાગ્યે સાહિત્યમાં વિજ્ઞાન નામક તદ્દન નૂતન વિષય પર રસપ્રદ ચર્ચાનું પ્રસારણ  ડી.ડી. ગીરનાર ચેનલ પર સમગ્ર ભારતમાં ટેલીકાસ્ટ કરવામાં આવશે. 

આ વિશેષ દીર્ઘ મુલાકાત ના પહેલા ભાગમાં ડો. રાવલે સાહિત્યને અને બ્રહ્માંડ ને શું સંબંધ છે અને તેનું આધારરૂપ શું છે. ? આપણા પ્રાચીન ઋષીમુનીઓના સર્જનમાં વિજ્ઞાન કેવી રીતે સમાયેલ છે?  ભગવત ગીતામાં  વિજ્ઞાન કેવી રીતે વણાયેલું છે? ભર્તૃહરિ ના સર્જન માં વિજ્ઞાન કેવી રીતે નિરુપાયું  છે? આદિ શંકરાચાર્યની રચનામાં પણ વિજ્ઞાન છે કે કેમ ? ગુજરાતી કવિઓ નરસિંહ મહેતા, કલાપી, બ.ક. ઠાકોર, જયંત આચાર્યની રચનામાં વિજ્ઞાન કેવી રીતે દ્રીષ્ટિ ગોચર થાય છે ? ટ્વિન્કલ ટ્વિન્કલ લીટલ સ્ટાર... જેવી અંગ્રેજી કવિતા પણ વિજ્ઞાન  કેવી રીતે સમાવિષ્ટ લાગે છે? મહાકવિ કાલીદાસ અને ભારથીની કવિતામાં વિજ્ઞાન કેવી રીતે દેખાય છે? આવા અનેક મુંજવતા પ્રશ્નોનાં અભ્યાસપૂર્ણ સંસ્કૃતના પઠન સાથેના જવાબ નહેરુ પ્લેનેટોરીઅમ મુંબઈ ના પૂર્વ સંશોધક ખગોળ વૈજ્ઞાનિક  અને ધ ઇન્ડિયન પ્લેનેટોરીઅમ સોસાયટી, મુંબઈના પ્રમુખ, અને ભારતભરના અનેક લોક વિજ્ઞાન કેન્દ્રો સાથે જોડાયેલ ૭૮ વર્ષના ઉત્સાહથી છલોછલ, સૌરાષ્ટ્ર નું ગૌરવ એવાં ડો. જે. જે. રાવલ  દ્વારા આપવામાં આવ્યા છે.

કાર્યક્રમનું સંચાલન પરેશ વડગામા કરશે જયારે નિર્માણ શ્રી આસીફ ઠેબાનું છે.

(4:13 pm IST)