Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

કોઠારિયા રોડના ગાબડાએ અકસ્માત સર્જતા ભાજપ નેતા વિનુ ધવા ધુવાફુવા

ઈજનેરોને યુદ્ધના ધોરણે ગાબડા પૂરવા કડક સૂચના

રાજકોટ, તા. ૧૭ :. કોઠારિયા રોડ પર મોટા ગાબડાઓ પડયા છે. જેના કારણે અકસ્માતો સર્જાતા હોવાથી શાસકપક્ષ ભાજપના નેતા વિનુભાઈ ધવાએ આ બાબતે ઈજનેરોને કડક શબ્દોમાં ગાબડા પૂરવા સૂચનાઓ આપી હતી.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ કોઠારિયા રોડ ઉપર મસમોટા ગાબડા પડી ગયા છે. દરમિયાન આજે આ વિસ્તારના કોર્પોરેટર અને શાસક પક્ષ ભાજપના પાર્ટી નેતા વિનુભાઈ ધવા કોઠારિયા રોડ પરથી પસાર થતા હતા ત્યારે તેઓની નજર સામે જ રોડના ખાડાને કારણે અકસ્માત સર્જાતા તેઓએ તાત્કાલીક ઈજનેરોને બોલાવી અને આ ખાડાઓ યુદ્ધના ધોરણે પૂરવા અને તાકિદે રોડનું સમારકામ કરાવવા કડક શબ્દોમાં સૂચનાઓ આપી હતી અને આ પ્રકારે જ્યાં જ્યાં પણ મોટા ખાડાઓ હોય ત્યાં પેચવર્કનું કામ કરાવી લેવા જણાવ્યુ હતું.

(3:45 pm IST)