Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

કાલથી ત્રણ દિ' રાજકોટમાં 'મેઈક ઈન ઈન્ડિયા' શો

મેઈક ઈન ઈન્ડિયા અને વોકલ ફોર લોકલને આહવાન : પાવરટુલ્સ, હેન્ડ ટુલ્સ અને કલીનીંગ ટુલ્સની ઈમ્પોર્ટ થતી ૩૦૦ વસ્તુઓનું ડીસ્પ્લેઃ MSME, લઘુઉદ્યોગ ભારતી અને રાજકોટ એન્જીનિયરીંગ એસોસીએશનના ઉપક્રમે આયોજન

રાજકોટ,તા.૧૭: ભારતમાં હાલ અંદાજે ૮૦૦૦થી વધુ એન્જીનીયરીંગ પ્રોડકટો વિવિધ દેશોમાંથી ઈમ્પોર્ટ થાય છે જેની પાછળ આપણું બહુમુલ્ય વિદેશી હુંડીયામણ ખર્ચાય જાય છે. આમાંની દ્યણી  વસ્તુઓ રાજકોટ અને તેના જેવા ભારતના બીજા એન્જીનીયરીંગ ઉદ્યોગના હબ એવા શહેરોમાં બની શકે તેવી હોઈ છે. પરંતુ તેમાં સૌથી મોટું વિધ્ન પર્યાપ્ત માત્રામાં પ્રોડકશન કવોન્ટેટી ન હોવાને કારણે ઇમ્પોર્ટ સામે પ્રોડકશન કોસ્ટ ઉંચી બેસતી હોય છે ઉપરાંત અમુક વખતે યોગ્ય ટેકનોલોજી, માર્કેટિંગ સ્કીલ, વાસ્તવીક કન્ઝમ્શનની માત્રા વગેરે માહિતીનો પણ અભાવ પણ હોય છે.

લઘુઉદ્યોગ ભારતી ૨૫ વર્ષથી વધુ સમય થયા સુક્ષ્મ અને લઘુ ઉદ્યોગોને સંગઠીત કરી તેમને નડતા પ્રશ્નોનું નિરાકરણ કરવા ભારતભરમાં પથરાયેલી સંસ્થા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ''મેઇક ઈન ઇન્ડિયા'' અને ''વોકલ ફોર લોકલ'' અહવાન ને અંતર્ગત MSME ગુજરાત સરકાર તથા લઘુઉદ્યોગ ભારતી રાજકોટ અને એન્જીનીયરીંગ એસોસિએશન ના સંયુકત ઉપક્રમે ''મેઇક ઈન ઇન્ડિયા શો''નું આયોજન તા. ૧૮ થી ૨૦ (બુધ થી શુક્ર)ઓગસ્ટ દરમ્યાન રાજકોટ એન્જીનીયરીંગ એસોસિએશન ખાતે કરવામાં આવેલ છે. આ શો હાલમાં ભારતમાં ઇમ્પોર્ટ થતી દ્યણી બધી એન્જીનીયરીંગ આઈટમો માંથી ફકત પાવરટુલ્સ, હેન્ડટુલ્સ અને કલીનીગ ટુલ્સ ને પસંદ કરી આવી મોટી માત્રામાં ઇમ્પોર્ટ થતી અંદાજે ૩૦૦ વસ્તુઓ ડીસપ્લેનું આયોજન કરેલ છે. સાથે આ ડીસપ્લે કરેલી વસ્તુઓ બાબતની આનુસંગીક માહિતી જેવી કે હાલની ઇમ્પોર્ટ કવોન્ટેટી વગેરેથી પણ મુલાકાતીઓને વાકેફ કરવામાં આવશે. આ એક પાયલોટ પ્રોજેકટ છે અને જો યોગ્ય અને હકારાત્મક પ્રતિસાદ મળે તો બીજી ઇમ્પોર્ટ થતી એન્જીનીયરીંગ વસ્તુઓનું પણ મોટાપાયે ડીસપ્લેનું પણ આયોજન ભવિષ્યમાં કરી શકાય.

મેક ઇન ઇન્ડિયા શો આત્મનિર્ભર ભારતના લક્ષ્યોને પૂર્ણ કરવા માટેનું એક મંચ છે, એક પહેલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપણા દેશ માટે રિવર્સ એન્જીન્યરીંગ વેગ આપવા માટે મેક ઈન ઈન્ડિયા જેવા કાર્યક્રમો શરૂ કર્યા છે.

વિદેશી હુંડીયામણમાં વિશાળ રકમની બચત, પુષ્કળ નોકરી અને રોજગારની તકો, ઇન્ફ્રાસ્ટ્રકચર, વીજ ઉપકરણો, હેન્ડ ટૂલ્સ અને ઔદ્યોગિક સફાઈ ઉપકરણ સેગમેન્ટને સ્વનિર્વાહ બનાવી શકાશે, નવીન ટેકનોલોજી થકી વિકાસ પ્રાપ્ત કરવા માટે સ્ટાર્ટઅપ્સને સશકિતકરણ, વિપરીત એન્જીન્યરીંગ ને વેગ આપવા માટે ભારતીય બજારનો આયાત વિકલ્પ બનાવવું, કાચા માલની પ્રાપ્તિ, સપ્લાય ચેન અને સર્વિસ પ્રોવાઇડર્સ માટેના વ્યવસાયની તકો, સાધનોની પ્રાપ્તિની ઓછી કિંમત સાથે માળખાકીય સુવિધાઓ અને બાંધકામ ઉદ્યોગને લાભ આપવો, ટેકનોલોજીકલ સ્તરે આત્મનિર્ભર બની શકાશે, ઓછા ખર્ચ વાળા સાધનો દ્વારા ઈન્ફ્રાસ્ટ્રકચર અને બાંધકામ ઉદ્યોગને લાભ થશે.

ઉદ્યોગ વર્ટિકલ ફોકસઃ પાવર ટૂલ્સ, હેન્ડ ટૂલ્સ અને ઔદ્યોગિક સફાઈ સાધનો

 ઇન્ફ્રાસ્ટ્રકચર, વીજ ઉપકરણો, હેન્ડ ટૂલ્સ અને ઔદ્યોગિક સફાઈ ઉપકરણોના વપરાશ માટે ભારત ખુબ ઝડપી વિકાસ સાથે આગળ વધી રહ્યું છે, વિશ્વના બજાર માં સરેરાશ ૪ થી ૫ ટકા વૃદ્ઘિ છે જયારે ભારત ના બજાર માં ૮ થી ૧૦ ટકા વૃદ્ઘિ છે, વૈશ્વિક બજારનું કદ ૩૫ અબજ છે જયારે માત્ર ભારતમાં જ તેનું ૧.૦૫ અબજ છે, પાવર ટૂલ્સ, હેન્ડ ટૂલ્સ અને ઔદ્યોગિક સફાઈ ઉપકરણો ની આવશ્યકતાઓને પહોચી વળવા માટે ભારત ૭૫ થી ૮૦ ટકા આયાત નો હિસ્સો છે, સુક્ષ્મ, લઘુ અને માધ્યમ ઉદ્યોગોના તથા હાલના ઉધોગકારો ને એકત્રિત કરી તેમની કુશળતા અને અનુભવના આધારે તેમને ભારતમાં ઉત્પાદન કરવા માટે સંપૂર્ણ સહાય કરી પ્રોત્સાહન આપવામાં આવશે.

''વોકલ ફોર લોકલ''ની થીમ સાથે કેન્દ્રિત

MSME સેકટર ની મદદ થી  શ્નમેક ઈન ઈન્ડિયાનું લક્ષ્ય હાંસલ કરવું, ટેકનોલોજી આધારિત ઉત્પાદનોમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવી, MSME ઉદ્યોગ વધુ સ્પર્ધાત્મક બનાવવું, વૈશ્વિક ગુણવત્તા જાળવવા માટે સંશોધનો, નવીનતા અને રિસર્ચ ને લગતી પ્રવૃત્ત્િ। પર વધુ ધ્યાન આપવું, કલસ્ટર આધારિત વિકાસ  માટે ના સામુહિક પ્રયાસો હાથ ધરવા, પાવર ટૂલ્સ, હેન્ડ ટૂલ્સ અને ઇન્ડસ્ટ્રીયલ કલીનિંગ ટૂલ્સ બનાવવાની મોટી તકો

વધુ વિગતો માટેઃ લઘુ ઉદ્યોગ ભારતીઃ ઈ-૪૪, ભકતી નગર, જી.આઈ.ડી.સી., જૈન વાસણ સ્ટીલ પ્રોડકસ, પી.જી.વી.સી.એલ. ઓફીસ ની બાજુમાં, રાજકોટ, મો.+ ૯૧ ૯૭૨૪૨ ૭૭૭૭૭, + ૯૧ ૯૮૨૫૦ ૭૫૯૪૦ ખાતે સંપર્ક કરી શકાય છે.

તસ્વીરમાં સર્ર્વશ્રી હંરાજભાઈ ગજેરા,જયભાઈ માવાણી, દિપકભાઈ પટેલ, પરેશભાઈ વસાણી અને અમૃતભાઈ ગઢીયા નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:42 pm IST)