Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

શ્રી સત્યસાંઇ હાર્ટ હોસ્પિટલમાં પાંચ વર્ષની દિકરી દિવ્યા પવારનું વિનામુલ્યે સફળ ઓપરેશન

આ દિકરીને જન્મથી જ હૃદયની તકલીફ શ્વાસ લેવામાં મુશ્કેલી પડતી હતી

રાજકોટઃ 'દિલ વિધાઉટ બીલ' ના નામે જાણીતી શ્રી સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલ, રાજકોટ છેલ્લાં ૨૦ વર્ષથી સ્વાસ્થ્ય ક્ષેત્રે સેવાની અનોખી સુવાસ ફેલાવી રહી છે. હૃદયરોગના ગરીબ દર્દીઓને  વિનામૂલ્યે નવજીવન આપીને આ હોસ્પિટલે સેવા  ક્ષેત્રે અનન્ય ઉદાહરણ પુરૂ પાડ્યું છે. આ હોસ્પિટલમાં પુખ્ત અને બાળકોના તમામ પ્રકારના હૃદય ના ઓપરેશન વિનામૂલ્યે થાય છે. જેનો લાભ દેશના તમામ રાજ્યોના ગરીબ હૃદય રોગના દર્દીઓ છેલ્લા ૨૦ વર્ષ થી મેળવી રહ્યા છે.અત્યાર સુધીમાં ૧૦,૦૦,૦૦૦ થી વધારે દર્દીઓની ઓપીડીમાં સારવાર કરવામાં આવી છે , અને ૨૦,૦૦૦થી વધારે હૃદય રોગના ઓપરેશનો નિઃશુલ્ક કરવામાં આવ્યા છે.

 શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ, રાજકોટ (કાલાવડરોડ) ખાતે આર્થીક રીતે નબળા વર્ગના લોકો માટે વિનામુલ્યે ઓપરેશન થાય છે આ સાથે મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના , માઁ યોજના તથા આયુષ્માન ભારત યોજના નો લાભ પણ હૃદયરોગના દર્દીઓને આપવામાં આવે છે .  માત્ર પાંચ વર્ષની બાળકી દિત્યા પ્રવીણ પવાર  ઇન્દોર મધ્યપ્રદેશના રહેવાસી છે. તેમના માતા પિતા સાથે શ્રી  સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલ, રાજકોટ નિદાન  માટે આવેલ હતું. દર્દીના કુટુંબમાં  કુલ ૭ વ્યકિતઓ છે. દર્દીના પિતા એક આઈસ ફેકટરીમાં નોકરી કરે છે. તથા તેમને ૧૫,૦૦૦ રૂા પગાર મળે છે.

 દર્દીને હદયની  તકલીફ જન્મથી જ હતી. શ્રી સત્ય સાંઈ  હાર્ટ હોસ્પિટલ, રાજકોટ ખાતે  જરૂરી રિપોર્ટ્સ કરતા માલુમ પડ્યું હતું કે દર્દીના  હદયમાં કાણું છે. અને વાલ્વની  બીમારી છે. આ તકલીફને હિસાબે દર્દીને  શ્વાસ  લેવામાં  તકલીફ થતી હતી. શારીરિક વિકાસ થતો  ન હતો. દર્દીને દાખલ કરી તેનું વિનામૂલ્યે સફળતાપૂર્વક  ઓપરેશન કરવામાં આવ્યું હતું  અને દર્દીને  સંપૂર્ણ પણે સ્વસ્થ થયા બાદ તા ૧૪.૮.૨૦૨૧ ના રોજ રજા આપવામાં  આવી હતી. 

(3:41 pm IST)