Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

સીંગતેલ - સોયાબીન તેલ અને દૂધના નમૂના લેવાયા

શ્રાવણ મહિનામાં ખાદ્યપદાર્થોની ભેળસેળ રોકવા આરોગ્ય તંત્રનું ચેકીંગ : ફરાળી પેટીસ વેચતા ૧૪ વેપારીઓને ત્યાં ચેકીંગ : ચોકલેટનો નમૂનો નાપાસ

રાજકોટ તા. ૧૭ : મ.ન.પા.ના આરોગ્ય તંત્ર દ્વારા શ્રાવણ મહિનામાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ રોકવા સતત ચેકીંગ ચાલુ છે જે અંતર્ગત સીંગતેલ, સોયાબીન ઓઇલ અને દૂધના નમૂનાઓ લઇ સરકારી લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલી આપેલ હતા. જ્યારે ફરાળી પેટીસ વેચતા ૧૪ વેપારીઓને ત્યાં આરોગ્ય સંદર્ભનું ચેકીંગ કરાયેલ.

આ અંગે આરોગ્ય વિભાગની યાદીમાં જણાવાયા મુજબ ફુડ સેફટીસ્ટાન્ડર્ડ એકટ મુજબ નમૂનાલેવામાંઆવેલ (૧) ડબલ ફિલ્ટર સિંગતેલ (૧૫ કિ.ગ્રા પેકડ ટીનમાંથી) સ્થળ : ગુરૂનાનક અનાજ ભંડાર, મનહર પ્લોટ શેરી નં ૭, શાક માર્કેટ સામે (૨ ) તીન એક્કા સોયાબીન રિફાઇન્ડ ઓઇલ સ્થળ : ગુરૂનાનક અનાજ ભંડાર, મનહર પ્લોટ શેરી નં ૭, શાક માર્કેટ સામે લીધેલ છે.

પોલીસ ઇન્સ્પેકટરશ્રી, ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન, મુંજકાથી આવેલ સુચના મુજબ પોલીસ  સ્ટેશન, મુંજકા કચેરીમાં રાખેલ બોલેરો પીકઅપ વાહન GJ-03-TT-9569  (ડ્રાયવર રાજુભાઇ ગોગળભાઇ ભરવાડ રહે. ગામ-ઢાંક, તા.ઉપલેટા, જિ.રાજકોટ) ટાંકાઓમાં રાખેલ દૂધમાં ભેળસેળની શંકાના આધારે મિકસ દૂધ (લૂઝ) નો નમુના લેવામાં આવેલ તેમજ તેઓશ્રીએ રાજકોટ મહાનગરપાલિકા  વિસ્તારમાં આવેલી અન્ય પેઢીને વેચાણ કરેલ દૂધ આશાપુરા ડેરી ફાર્મ અને શિવશકિત ડેરી ફાર્મમાંથી મિકસ દૂધના નમુના લઇ એનાલીસિસ અર્થે ફુડ એન્ડ ડ્રગ લેબોરેટરી, વડોદરા ખાતે મોકલેલ છે જેની વિગતો નીચે મુજબ છે.

ફુડ સેફટીસ્ટાન્ડર્ડ એકટ મુજબ નમૂનાલેવામાંઆવેલ (૩) મિકસ દૂધ (લુઝ) સ્થળ : આશાપુરા ડેરી ફાર્મ, પ્રહલાદ પ્લોટ, શેરી નં ૫૧, આશાપુરા રોડ, આશાપુરા મંદિરની પાછળ, રાજકોટ  (૪) મિકસ દૂધ (લુઝ) સ્થળ : ગાંધીગ્રામ- ૨, યુનિવર્સિટી પોલીસ સ્ટેશન, મુંજકા ગામ રાજકોટ (૫) મિકસ દૂધ (લુઝ) સ્થળૅં- શિવશકિત ડેરી ફાર્મ, સ્નાનાગાર પાસે, પેડક રોડ, રાજકોટ લીધેલ છે.

ચોકલેટનો નમૂનો નાપાસ

જ્યારે સોરઠીયાવાડી ચોક ખાતે જય જગદંબે ટ્રેડીંગમાંથી લેવાયેલ કેવીન ગોલ્ડ ડાર્ક સ્ટાઇલ સેન્ટર ફીલ્ડ ઓરીજનલ લવ કેન્ડી (ચોકલેટ)ના પેકીંગમાં મેન્યુફેકચરીંગ તારીખ દર્શાવેલ ન હોય આ નમૂનો સરકારી લેબોરેટરીમાં નાપાસ થયો છે.

ફરાળી પેટીસના ૧૪ વેપારીઓનું ચેકીંગ

શ્રાવણ માસ દરમ્યાન ફરાળી  પેટીસ (પ્રિપેર્ડ ફુડ) નો બહોળા પ્રમાણમાં ઉપયોગ થતો હોય પ્રિપેર્ડ ખાદ્યચીજ નમુના ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ જેની વિગતો નીચે મુજબ છે. (૧) ન્યુ રાજહંસ ફરસાણ માર્ટ - મીલપરા મે. રોડ, (૨) મહાદેવ ફરસાણ - મીલપરા મે. રોડ (૩) ભારત ફરસાણ માર્ટ - લક્ષ્મીવાડી મે.રોડ (૪) જય અંબે ફરસાણ - કેવડાવાડી રોડ (૫) શિવ પેટીસ - કોઠારીયા (૬) ભાગ્યલક્ષ્મી રેસ્ટોરન્ટ - બોલબાલા માર્ગ (૭) સિતારામ ડેરી ફાર્મ - બોલબાલા માર્ગ (૮) ભગવતી ફરસાણ - આનંદનગર મે. રોડ (૯) બાલાજી ફરસાણ - બોલબાલા માર્ગ (૧૧) જય સિયારામ ફરસાણ સહકાર મે. રોડ (૧૧) બલરામ ડેરી ફાર્મ - ગાયત્રીનગર મે. રોડ (૧૨) શ્રી ગોપાલ સ્વીટ - ગાયત્રીનગર મે. રોડ (૧૩) બાલાજી ફરસાણ - ગાયત્રીનગર મે. રોડ, (૧૪) ધારેશ્વર ફરસાણ - ભકિતનગર સર્કલ વગેરે સ્થળે ચેકીંગ કરાયેલ. જ્યાં કશું વાંધાજનક નિકળ્યું ન હતું.

(3:39 pm IST)